Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021
વલ્લભીપુર તાલુકા વિકાસ અધિકારી કિરણભાઇના પિતાનું નિધન

ભાવનગર : ભાવનગર જિલ્લાના વલભીપુર   તાલુકામાં કોરોના વોરિયર્સ તરીકે અગ્રીમ સેવા બજાવનાર  તાલુકા વિકાસ અધિકારી કિરણભાઈ પરમારના પિતાજીનું તા.૧૨મીના  નિધન થયું છે. મૂળ રતનપર ગાયકવાડીના રહેવાસી અને હાલ ભાવનગર ખાતે રહેતા પ્રેમજીભાઈ છગનભાઈ પરમાર કે જેઓ વલભીપુર ટી.ડી.ઓ. કિરણભાઈ પરમારના પિતા થાય છે. વર્તમાન કોરના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ લૌકીક વ્યવહાર બંધ રખાયા છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

તરૂલતાબેન લોટીયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ તરૂલતાબેન પ્રવીણચંદ્ર લોટીયા રાજકોટ દશા સોરઠીયા વણીક મુળ સરધાર નિવાસી હાલ રાજકોટ સ્વ. પ્રવીણચંદ્ર દેવચંદ લોટિયાના ધર્મપત્ની તરૂલતાબેન (ઉ.૭પ) તે કલ્પેશ લોટીયા જાગૃતીબેન ચેતનભાઇ શેઠ, તેજલબેન ભાવેશભાઇ ધોળકિયા, શિતલબેન કપિલકુમાર માધાણીના માતુશ્રી તેમજ શિતલ કલ્પેશ લોટીયાના સાસુ તેમજ પ્રેમ અને જીતના દાદી અને હરકિશનભાઇ હરિલાલ સાંગાણી,  કિશોરભાઇ હરિલાલ સાંગાણીના મોટા બેન તેમજ હંશાબેન મોહનલાલ મલકાણના ભાભી તા.૧૩/પ/ર૦ર૧ ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મગનલાલ કચાવાનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી સ્વ. મગનલાલ ચત્રભુજ કચાવા (ઉ.વ.૮૮) તા.૧૩ને ગુરૂવારના  ચૈત્ર સુદ બીજના રોજ સ્વર્ગવાસ પામેલ છે. હાલની કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭મી ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. નૈનેશભાઇ મગનલાલ કચાવા મો.૮૧૪૧૫ ૫૭૫૫૭, હાર્દિક નૈનેશભાઇ કચાવા મો.૯૯૧૩૪ ૧૩૪૬૨. કચાવા પરિવારના જયશ્રીકૃષ્ણ

અવસાન નોંધ

ક્રિષ્નાબા જાડેજા

જામનગરઃ જયેન્દ્રસિંહ ટેમુભા જાડેજાના પત્ની ક્રિષ્નાબા જયેન્દ્રસિંહ જાડેજા (મુળગામ-મોટા દહિંસરા, હાલ જામનગર) તે યુવરાજસિંહ, રવિરાજસિંહના માતુશ્રી તેમજ શિવરાજસિંહ હરિશચંદ્રસિંહ જાડેજના કાકીનું તા.૧ર ના બુધવારે અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કનૈયાલાલ ભટ્ટ

મોરબીઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ કનૈયાલાલ ભાઇશંકર ભટ્ટ (ઉ.૯૪) મુળ લખધીરનગર (નવાગામ) હાલ મોરબી તે ભાનુશંકરભાઇ, દુલભજીભાઇ, હસમુખરાય અને નોટરી એડવોકેટ ભરતભાઇ (બી.કે.ભટ્ટ)  તથા પુષ્પાબેનના પિતાશ્રી તેમજ પ્રફુલચંદ્ર, દિપકભાઇ, જયેશભાઇ, સંદિપભાઇ અને ચિરાગભાઇના દાદા તથા કોટડાનાયાણી નિવાસી વિશ્વનાથ નાનજીભાઇ પંડયા (વાલાસણ)ના જમાઇ અને પ્રાણશંકર તથા ચંદુલાલના ફુવાનુ તા.૧૦ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧૪ને શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. મો.૮૦૦૦૧ ૧૮૮૭૭, ૯૪ર૭ર રરપ૧૯પ ૭૪૦પ૪ ૬૬૦૦૦, ૯૯૦૪૭ ૯૧૧પ૯, ૯૪ર૭ર પર૦૦૧

દેવચંદભાઇ દાસ

માણાવદરઃ દેવચંદભાઇ ગોરધનદાસ દેવાણી (પાડોદર વાળા) હાલ માણાવદર તે સ્વ. ગોરધનભાઇ પરસોતમભાઇ દેવાણીના પુત્ર તથા અમુભાઇ, અશ્વિનભાઇ અને ઇલાબેનના પિતાશ્રી તેમજ દિવ્યેશભાઇ થોભાણીના સસરાનુ તા.૧૩ ના ગુરૂવારે અવસાન  થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૪, ૪ થી ૬ રાખેલ છે.મો.૯૪ર૭ર ર૮રપ૭, ૮૬૯૦૭ પપપ૬પ

કુસુમબેન કુબાવત

ગોંડલઃ દિનેશભાઇ ભીમદાસ કુબાવતના પત્ની કુસુમબેન દિનેશભાઇ કુબાવત (ઉ.૬૩) તે જીતેન્દ્રભાઇ તથા કમલેશભાઇના માતુશ્રીનું તા.૧રને બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૧૩પ ૭૯૩૯ર

અનંતરાય સેજપાલ

ટંકારાઃ માધાણી અનંતરાય સેજપાલ (ઉ.૭૩) તે સ્વ. પ્રેમજીભાઇ કાલીદાસભાઇ સેજપાલના પુત્ર તેમજ સંજયભાઇ, દિપકભાઇ, કલ્પનાબેન મયુરકુમાર પુજારા, હેતલબેન પ્રકાશકુમાર પંડીતના પિતાશ્રી અને રતીલાલ મોરારજી કારીયાના જમાઇ તથા ઉત્સવ, ધાર્મિડ, તનીષા, પૂર્વ પ્રાચીના દાદાનું તા.૧૩ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું અને પિયરપક્ષની સાદડી તા.૧૪ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે

જનકભાઈ કાબરીયા

અમરેલીઃ જનકભાઈ પરસોતમભાઈ કાબરીયા (ઉ.વ. ૫૫) તે મનસુખભાઈ કાબરીયાના લઘુબંધુ તથા સ્વ. ઘનશ્યામભાઈના મોટાભાઈ અને ગુંજનભાઈ તથા મયુરભાઈના કાકા તથા કૌશલના મોટાબાપા તથા નિકુંજ અને ધૃપલના પિતાશ્રીનું તા. ૧૨ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૫ને શનિવારે સવારે ૯ થી ૬ રાખેલ છે. મનસુખભાઈ કાબરીયા મો. ૯૮૨૫૫ ૨૨૫૭૩ તથા ધૃપલભાઈ કાબરીયા મો. ૯૪૨૬૬ ૭૧૭૨૫

મધુબેન વાજા

ગોંડલ : વાણંદ મધુબેન જયસુખભાઇ વાજા (ઉ.૬૬) તે જયસુખભાઇ વેલજીભાઇ વાજાના ધર્મપત્ની તે રમણીકભાઇના નાના ભાઇ ના પત્નિ તે દિનેશભાઇ, કિશોરભાઇ, અશોકભાઇ તથા હરેશભાઇના ભાભી તે હિરેનભાઇ (પોસ્ટ ઓફીસ), ગૌરાંગભાઇ, જયશ્રીબેન વિજયકુમાર, આરતીબેન પરીક્ષિત કુમારના માતુશ્રી તે આદિત્ય, ઉદય, શૈલી, બંસરીના દાદી માનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧પ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૯૮૩ ૮૬ર૮૦, મો. ૯૪ર૭૭ ૩૦૪૯૦

પ્રતાપરાય વ્યાસ

રાજકોટ : વાલમ બ્રાહ્મણ રિબ વ્યાસ પરિવારના પ્રતાપરાય મગનલાલ વ્યાસ (નિવૃત એસ. ટી.) (ઉ.વ.૮૭) તે સુમનબેન પ્રતાપરાય વ્યાસના પતિ, સ્વ. વસંતભાઇ મગનલાલ વ્યાસ (સ્વતંત્ર સેનાની), સ્વ. રમેશભાઇ મગનલાલ વ્યાસ (એડવોકેટ) ના ભાઇ અને દિપકભાઇ પ્રતાપરાય વ્યાસ (નિવૃત બેન્ક ઓફ ઇન્ડીયા), ભાવેશભાઇ પ્રતાપરાય વ્યાસ, સ્વ. ડોલીબેન નંદલાલ પંડયાના પિતા અને નંદકિશોર રસિકલાલ પંડયાના સસરા તથા કિંજલ અદિત્યકુમાર પંડયા (અમદાવાદ), રિયા મંથનકુમાર ઉપાધ્યાય (ભરૂચ), મૌલિક દીપકભાઇ વ્યાસ, આર્યન ભાવેશભાઇ વ્યાસના દાદા તથા ભાવિક નંદલાલ પંડયાના નાનાનું  તા. ૧૩ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧પ ને શનિવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. દિલોસોજી પાઠવવા માટે દિપકભાઇ ૯૯૦૯પ ૪૭૧૦૧, ભાવેશભાઇ ૯૮રપ૦ ૭૮૪૧ર, મૌલિક ૭૦૧૬પ ૮૪૬૬ર

પારૂલબેન ગુજરાતી

રાજકોટઃ સ્વ. પારૂલબેન રમેશભાઇ ગુજરાતી (ઉ.વ.૫૨) ગુરુવારના રોજ રામચરણ પામેલ છે. લૌકીક ક્રિયા તેમજ રૂબરૂ ખરખરો બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઇ નરશીભાઇ ગુજરાતી ૯૮૨૫૨ ૯૨૫૬૫, કાંતીભાઇ નરશીભાઇ ગુજરાતી ૯૯૨૫૯ ૬૨૦૨૯, નિરવ રમેશભાઇ ગુજરાતી ૯૭૨૭૭ ૧૮૬૧૨

કરશનદાસ તન્ના

રાજકોટઃ હાલ રાજકોટ (વેરાવળવાળા) કરશનદાસ ગોરધનદાસ તન્ના (ઉ.વ.૭૧) તે હસમુખભાઇ, કમલેેશભાઇ, હિરેનભાઇ તથા નિતાબેનના પિતાશ્રી તથા સ્વ. ગોવિંદજીભાઇ તન્નાના નાનાભાઇ સ્વ. હરીદાસ વલ્લભદાસ લુખ્ખા (માંગરોળ)ના બનેવી ભાઇલાલભાઇ અને સંજયભાઇ લુખ્ખાના ફુવા તા.૧૩ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૫ શનિવારના રોજ રાખેલ છે. હસમુખભાઇ મો. ૯૨૨૮૩ ૮૦૪૭૬, હિરેનભાઇ ૯૮૨૪૮ ૦૨૮૨૪, કમલેશભાઇ તન્ના ૯૯૨૫૪ ૧૦૦૨૦

ત્રિગુણાબેન જોશી

રાજકોટઃ સ્વ. ત્રિગુણાબેન સુમનભાઇ જોષી (ઉ.વ.૭૪) તે સ્વ. સુમનભાઇ રૂગનાથભાઇ જોષીના ધર્મપત્નિ, નયનભાઇ અને સોનલબેન (એલઆઇસી રાજકોટ), આશીષભાઇ (મોદીસ્કુલ) અને ધાત્રીબેન, છાયાબેન અને પરેશકુમાર (એલઆઇસી વડોદરા) ના માતાશ્રીનું તા.૧૩ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નિર્મળસિંહ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ. જેમલસિંહ જોરસિંહ સોલંકીના નાનાભાઇ સ્વ. નિર્મળસિંહ જોરસિંહ સોલંકી (ઉ.વ.૫૨)  તેઓ હિરેન જેમલસિંહ સોલંકીના કાકાનું દુઃખદ અવસાન તા.૧૩ના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિરેનભાઇ મો.૯૯૨૪૫ ૨૫૦૩૫

બિપિનભાઇ બોદાણી

 રાજકોટઃ સ્વ. લક્ષ્મીદાસ વાઘજી બોદાણીના પુત્ર બિપિનભાઇ બોદાણી (બિ.એસ.એન.એલ.) તે આશાબેનના પતિ, તે કૌશલ તથા મિથીલેશ (કે.એમ.સી. ગ્રુપ) ના પિતા, તે રિધ્ધીબેન તથા નિકીતાબેન ના સસરા, તે યશવી તથા શુભના દાદા, તે મનુભાઇ (જીતેન્દ્ર મંડપ),ભરતભાઇ તથા સ્વ. જયેશભાઇ (બોદાણી ડૅકોરેશન) ના ભાઇ, મુળજીભાઇ ચાંદ્રાણીના જમાઇ, તે જીતુભાઇ, રવીભાઇ, તથા ગૌરવના કાકા તા. ૧૩ ને ગુરુવારના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે. જેનુ ટેલીફોનીક બેસણુ તા.૧૫ને શનીવારે રાખેલ છે. સાંજે ૪.૩૦ થી ૬.૩૦ કૌશલ   ૯૩૭૬૩ ૬૩૦૬૩, મિથીલેશ   ૭૬૦૦૦ ૦૦૩૩૮, મનુભાઇ ૯૪૦૮૭ ૪૬૯૬૩, ભરતભાઇ  ૯૮૨૪૨ ૧૨૯૧૫, બકુલભાઇ  ૯૪૨૮૨ ૫૬૦૫૦

હંસરાજભાઇ પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર હંસરાજભાઇ બેચરભાઇ પીઠડીયા (કુવાડવાવાળા) (ઉ.વ.૮૯) તે અશ્વિનભાઇ, પ્રવિણભાઇ, સુરેશભાઇ, જયેશભાઇ તથા મધુબેનના પિતાશ્રી તા.૨૩ને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પોપટલાલ પરમાર

રાજકોટઃ મુળ વઢવાણ ગામ હાલ રાજકોટ નિવાસી શ્રી પોપટલાલ ઉકાભાઇ પરમાર (ઉ.વ.૭૫) (એલઆઇસી રીટાયર્ડ) તે કેશુભાઇ, અરવિંદભાઇ, પ્રવીણભાઇ (રાજકોટ) અને ભાનુબેન રાણવાના ભાઇ તેમજ નિતાબેન વીરાણીના પિતાજી અને દિલીપભાઇ વિરાણીના સસરાનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૪ને શુક્રવારે સાંજના ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે.

અનસોયાબેન કોટક

કેશોદ : સ્વ. પોપટલાલ નંદલાલભાઇ કોટકના પત્ની અનસોયાબેન (ઉવ.૮૩) તે ભરતભાઇના (મો. ૯૯૦૯૨ ૨૮૩૩૬) માતુશ્રી તેમજ રોનકભાઇ (મો. ૯૫૬૭૧ ૮૧૦૮૧) અને પાર્થભાઇના દાદી તથા ખોરાસા (ગીર) વાળા સ્વે આણંદજીભાઇ જાદવજીભાઇ છગના પુત્રી અને નંદલાલભાઇ છગ (મુંબઇ-મો.-૯૪૨૭૬ ૨૧૯૩૭), નાનાલાલભાઇ છગ (બરોડા મો.- ૯૪૦૯૧ ૨૪૪૪૧), મનસુખભાઇ છગ (વેરાવળ-મો.-૯૨૭૭૫ ૦૮૦૧૨) તથા રમેશભાઇ (વેરાવળ મો. ૬૩૫૨૬ ૮૮૫૩૪)ના મોટાબહેનનું તા.૧૩ને ગુરૂવારના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું કેશોદમાં રાખેલ છે.

જયશ્રીબેન પરમાર

ગોંડલ : સુરેશભાઇ ભગવાજીભાઇ પરમારના પત્ની જયશ્રીબેન સુરેશભાઇ પરમાર (ઉવ.૪૫) તે મોહિતભાઇના માતુશ્રીનું તા.૧૧ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે. (મો. ૯૯૭૮૫ ૪૯૩૨૩).

મનુભા જાડેજા

ગોંડલ : શિવરાજગઢના મનુભા ભાવસિંહ જાડેજા (ઉવ.૭૨) તે રૂદ્રદતસિંહના પિતાશ્રી તથા ભગીરથસિંહ, શકિતસિંહ તથા જયપાલસિંહના કાકાનું તા.૧૧ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે. (મો. ૯૮૯૮૩૪૩૧૩૧).

મધુબેન વાજા

ગોંડલ : વાણંદ મધેબેન જયસુખભાઇ વાજા (ઉવ.૬૬) તે જયસુખભાઇ વેલજીભાઇ વાજાના પત્ની તે રમણીકભાઇના નાનાભાઇના પત્ની તે દિનેશભાઇ, કિશોરભાઇ, અશોકભાઇ તથા હરેશભાઇના ભાભી તે હિરેનભાઇ (પોસ્ટ ઓફિસ) ગૌરાંગભાઇ, જયશ્રીબેન વિજયકુમાર, આરતીબેન પરીક્ષીતકુમારના માતુશ્રી તે આદીત્ય, ઉદય, શૈલી, બંસરીના દાદીનું તા.૧૩ને ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ના શનિવારે ૪ થી ૬ રાખેલ છે. (મો. ૯૯૯૮૩ ૮૬૨૮૦)

મધુકાન્તભાઇ ગાંધી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વર્ગસ્થ રતિલાલભાઇ કપુરચંદ ગાંધીની પુત્ર મધુકાન્તભાઇ રતિલાલ ગાંધી (ઉ.વ.૮૧) તે લીનાબેનના પતિ ચેતનભાઇ તથા ઉષ્માબેનના પિતાશ્રી નેમિતભાઇ શાહ (કલકતા)ના સસરા તથા ભાનુભાઇ, ભાલચંદ્રભાઇ અને કોકીલાબેનના ભાઇ અને મેઘા તથા માહિના નાનાશ્રી તથા હરીલાલ કાનજી મહેતા (મતવાવાળા)ના જમાઇનું દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તમામ પ્રકારનો લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. મો. ૯૮૨૫૧ ૭૫૩૩૫ ચેતનભાઇ

હુશૈનભાઇ ધાણીવાલા

રાજકોટઃ સ્વ. હુશૈનભાઇ અબ્બાસભાઇ ધાણીવાલા જે મુસ્તુફા મુરતઝા, અકબર અને સકીનાબેનના પિતાશ્રીનુંં અવસાન તા.૧૦ રમઝાનના રોજ અવસાન થયેલ છે. મો.૯૨૭૪૨ ૫૨૭૮૬

ઇન્દ્રવદન દવે

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ હળવદ નિવાસી સ્વ. અનિરૂધ્ધ નારણજી દવેના પુત્ર સ્વ. ઇન્દ્રવદન (ઇન્દુભાઇ) (ઉ.વ.૭૫ નિવૃત એકસેલ ઇન્ડ.) તે સ્વ. હરીશકુમાર (નિવૃત કા.પા. ઇજનેર પાણી પુરવઠા, લીંબડી)ના નાનાભાઇ તથા ચંદાભાઇ (નિવૃત એસબીઆઇ રધુકુળ વિદ્યાધામ), જનક (નિવૃત એકસેલ ઇન્ડ.) માલતીબેન અરુણકુમાર શુકલ (રાજકોટ) પ્રજ્ઞા પિનાકીનભાઇ ત્રિવેદી (નિવૃત ખી.લ. બહેરા મુંગા શાળા) તથા જાગૃતિના મોટાભાઇ, ઇન્દિરાબેન (ઇલાબેન)ના પતિ, હીરેન (રોશ ફાર્મા મુંબઇ) તથા દેવલના પિતાશ્રીનનું તા.૯ને રવિવારના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૪ શુક્રવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. ચંદાભાઇ દવે (૯૮૨૫૨ ૯૩૧૧૨) જનક દવે (૯૪૨૮૨ ૩૦૦૮૯)

બાલુભાઇ ડોડીયા

રાજકોટઃ શ્રી બાલુભાઇ નાનજીભાઇ ડોડીયા (ઉ.વ.૮૨) તે કિરીટભાઇ, રાજુભાઇ તથા દીપકભાઇના પિતાશ્રી તા.૧૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા.૧૫ને શનિવારે ૪ થી ૬ રાખેલ છે. કિરીટભાઇ મો.૯૮૨૪૫ ૯૨૬૦૩, રાજુભાઇ ડોડીયા ૯૮૨૫૫ ૪૧૮૪૦, દિપકભાઇ ડોડીયા ૯૯૨૫૫૦૭૫૧૨

દક્ષાબેન વાલંભીયા

રાજકોટ : ગુર્જર સુથાર સ્વ. મનહરલાલ વાલંભીયાના પુત્ર ગિરિશભાઈ મનહરલાલ વાલંભીયાના ધર્મપત્નિ દક્ષાબેન ગિરીશભાઈ વાલંભીયા (ઉ.વ. પ૪)  જે કમલેશભાઈ, કેતનભાઈ, અશ્વિનભાઈ તથા રીટાબેન સુરેશકુમાર વડગામાના ભાભી થાય તથા મહીકાવાળા ચંદુભાઈ છગનભાઈ અંબાસણાની દીકરી તેમજ ભાવિન તથા ભૂમિબેન અંકુરકુમાર બાસોપીયાના માતુશ્રીનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૫ને, શનિવાર, સાંજે ૪ થી ૬ ગીરીશભાઈ મનહરલાલ વાલંભીયા ૯૪ર૮ર ૨૬૧૬૭, કમલેશભાઈ મનહરલાલ વાલંભીયા ૯૫૭૪૨ ૬૪૬૪૧, કેતનભાઈ મનહરલાલ વાલંભીયા ૭૭૭૯૦ ૩૮૭૬૦, અશ્વિનભાઈ મનહરલાલ વાલંભીયા ૯૧૫૭૭ ૬૦૯૭૩, અંકુરકુમાર રમેશભાઈ બાસોપીયા ૯૮ર૪પ ૦૮૧૭૮, ભાવિન ગિરીશભાઈ વાલંભીયા ૯૬૬૨૩ ૦૪૫૩૦ પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. નરેન્દ્રભાઈ ચંદુભાઈ અંબાસણા ૯૮૨૪૮ ૦૪૧૬૪, લલીતભાઈ ચંદુભાઈ અંબાસણા ૬૩૫૫૦ ૭૬૮૦૮

બિપિનભાઇ ભટ્ટ

રાજકોટઃ શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ નરેડી નિવાસી (હાલ રાજકોટ) બિપીનભાઇ રેવાશંકર ભટ્ટ (ઉ.વ.૫૮) તે દિપ્તીબેન બિપીનભાઇ ભટ્ટના પતિ, સંદિપ તથા વેશાલીના પિતાશ્રી તથા સુરેશભાઇ, હસમુખભાઇ, લલીતભાઇ, પરેશભાઇના નાનાભાઇ તથા ધર્મેશભાઇ અને વિશાલભાઇના કાકા તથા સંજયભાઇ નરેન્દ્રભાઇ ત્રિવેદી (જેતપુર) ના બનેવીનું તા.૧૩ ને ગુરૂવાર ના રોજ અવસાન થયેલ છે. ટૅલિફોનીક બેસણું તા. ૧૫  શનિવારસાંજે ૪ થી ૬ રાખેલ છે. સુરેશભાઇ ભટ્ટ - ૯૩૨૭૫ ૭૮૦૯૨ સંદિપભાઇ ભટ્ટ - ૮૧૬૦૫ ૧૪૪૭૫ સંજયભાઇ ત્રિવેદી - ૯૩૭૬૯ ૭૨૭૭૬

ચંદ્રેશભાઇ ભુપતાણી

રાજકોટઃ  દશા શ્રી સોરઠીયા વણિક સ્વ. શ્રી ચંદ્રેશ ચુનીલાલ ભૂપતાણી (પારી વાળા) તે સ્વ. શ્રી ચુનીલાલ રતિલાલ ભૂપતાણી અને સ્વ. શ્રી મુકતાબેન ચુનીવાલ ભૂપતાણીના પુત્ર તા.૧ર   બુધવાર ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું ટેલિફોનીક બેસણું તા ૧૫ ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. બહેન જયશ્રી નટવરલાલ વેકરીયા ૮૯૨૮૧ ૦૪૬૯૨, બહેન  ઇંદુ દિલીપકુમાર ધોળકિયા ૯૮૭૯૮ ૩૪૬૯૯, બહેન  વર્ષા મુકેશકુમાર કુરાણી ૯૪ર૮૧ ૫૫૪૫૪, બહેન સંધ્યા મુકેશ ગાંધી ૯૯ર૪૪ ૮૮૫૫૦, બહેન  તૃપ્તિ ભારત શાહ ૬૧૪૧૬ ૮૪૭૫૩૯ કાકા શ્રી મૂળચંદભાઈ નાથાલાલ ભૂપતાણી ૯૪ર૮૩૪૯૬૧૫ જીતુભાઇ હિંમતભાઇ ભૂપતાણી ૯૮૯૮૭૪૧૬૫૪

હિતેષચંદ્ર ભટ્ટ

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ. ઈન્દુરાય બલરામભાઈ ભટ્ટના જમાઈ હિતેષચંદ્ર દુર્ગાશંકર ભટ્ટ (ઉ.વ. ૫૯) હાલ લંડન તે હિનાબેનના પતિ તેમજ સોહમના પિતાશ્રી તથા આશિતભાઈ (રાજકોટ), સ્વ. જાગૃતિબેન (અમદાવાદ), જીજ્ઞાબેન (હિ.પ્ર.)ના બનેવીનું લંડન ખાતે તા. ૧૩ ગુરૂવારે અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણુ  તા. ૧૫ને શનિવારે સાંજે ૪ થી ૬ આશિતભાઈ મો. ૬૩૫૧૭ ૧૨૦૧૫, શાંતાબેન +૪૪૭૪૨૭૬૬૧૯૬૩, હિનાબેન +૪૪૭૫૫૩૪૨૮૦૮૭

માલતીબેન સેજપાલ

વેરાવળ : સ્વ. અશોકકુમાર ચંદુલાલ સેજપાલના પત્ની માલતીબેન (ઉ.વ.૬૩) તે જયદીપભાઇના માતુશ્રી તથા ચિ. કૌશીકના કાકી તેમજ લક્ષ્મીદાસ વિઠલજી લાખાણી (વેરાવળવાળા)ના પુત્રી તથા ભરતભાઇ, વિનોદભાઇ, અનિલભાઇ, ચંદ્રીકાબેન, હીનાબેનના બહેન તેમજ ધર્મેશભાઇ કારીયાના માસીનું તા. ૧૧ ના અવસાન પામેલ છે.

આશાબેન ભાગચંદાણી

રાજકોટ : આશાબેન સેવકરામ ભાંગચંદાણીનું તા.૧૩ ના અવસાન થયેલ છે જેમનું ટેલીફોનીક બેસણું (પઘડીયુ) તા.૧પના શનીવારે સાંજે પ થી ૬ ૧૦ પરસાણાનગર કાવેરી કોમ્પ્લેક્ષ પાસે રાખેલ છે. જે કવલભાઇ ભાગચંદાણી મનોહરભાઇ ભાગચંદાણી, સ્વ. સુનીલભાઇ ભાગચંદાણી તેમજ મહાદેવભાઇ ભાગચંદાણીના બહેન તેમજ નીરજભાઇ ભાગચંદાણી ત્થા જગદીશભાઇ ભાગચંદાણીના ફઇબા થાય છે મો. ૭૯૯૦૯ ર૧ર૩૩

નિલમબેન

રાજકોટઃ શ્રી વરિયા વંશ પ્રજાપતિ નિલમબેન (ઉ.પર) વલ્લભભાઇ (વી.કે.) મારડિયા, રાજકોટના પુત્રી હર્ષદભાઇ અને ભાવેશભાઇના મોટા બહેન, વિનિત અને વિદિત લાઠિયા (પ્રજાપતિ) ના માતુશ્રીનો તા.૧૩ ના ગોલોકવાસ થયેલ છે હર્ષદભાઇ-૯૮ર૪૦ પપ૩પર, વિનિતભાઇ-૬૩પ૪૩ ૪૮૭૦૦

સુધિરભાઇ ભરડા

પોરબંદરઃ શીલ રામદેવ ગૌશાળાના સેવા કર્મી. સુધિરભાઇ કાનાભાઇ ભરડા (ઉ.૪પ) તે હાર્દિકના પિતાશ્રી, જયેશભાઇ, અશોકભાઇના ભાઇનું તા.૧૩ ના રોજ અવસાન થયું છે.પોરબંદર આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઇ આર્ય તથા મંત્રી કાન્તીભાઇ જેગીવાલા તથા કેળવણીકાર ઇશ્વરલાલ ભરડા શ્રેષ્ઠી પ્રફુલભાઇ સુખાનંદી સહિતના અગ્રણીઓએ દ્દગતને અંજલિ આપી છે.