Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021
વાંકાનેરના રઘુવંશી અગ્રણી વિનુભાઇ કટારીયાના માતુશ્રીનું નિધન

વાંકાનેર : રઘુવંશી અગ્રણી અને રાજકોટ જીલ્લા ભાજપના ભુતપુર્વ મંત્રી વિનુભાઇ કટારીયાના માતુશ્રી સરસ્વતીબેન પ્રભુલાલ કટારીયા (ઉ.૮૭) નું તા. ૧ર મીએ નિધન થતા રઘુવંશી સમાજમાં શોકની લાગણી છવાય છે.

સરસ્વતીબેન વાંકાનેરમાં વિશ્વકર્મા મહીલા મંડળ સહિત જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતાં તેમનું ધાર્મિક અને પરોપકારી જીવન જીવી બે પુત્રો અને ત્રણ દિકરીઓ સહિતના પરિવારને વિલાપ  કરતા છોડી ગયા છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રામાં પણ વાંકાનેર રઘુવંશી સમાજ અને જુદી જુદી સંસ્થા અને જ્ઞાતિના અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં. બેસણું તા. ૧૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ લોહાણા મહાજન વાડી દિવાનપરા વાંકાનેર રાખેલ છે. વિનુભાઇ કટારીયા મો. ૯૪ર૬૯ ૧પ૧૧૧

રિટાયર્ડ પોષ્ટલ આસીસ્ટન્ટ બિપીનચંદ્ર ત્રિવેદીનું અવશાનઃ કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટઃ મુળ અમરનગર નિવાસી હાલ રાજકોટનાં રિટાયર્ડ પોષ્ટલ આસીસ્ટન્ટ (હેડ પોસ્ટ ઓફીસ, રાજકોટ) બિપીનચંદ્ર ભાનુશંકર ત્રિવેદી (ઉ.વ. ૬પ) તે સ્વ. ભાનુશંકર મયાશંકર ત્રિવેદીનાં સુપુત્ર તેમજ વિનોદરાયનાં નાનાભાઇ અને ઉર્મીલાબેન ત્રિવેદી (નિવૃત હેડપોષ્ટ ઓફીસ, રાજકોટ)નાં પતિ અને સંધ્યાબેન કિન્નરભાઇ દવે (વડોદરાનાં) પિતાશ્રીનું આજે તા. ૧૪ ને બુધવારે દુઃખદ અવશાન થયું છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું આવતીકાલે તા. ૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસસ્થાન પુનિતનગર ''ઉર્મી'' રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના કાકાનું અવસાન

મોરબી : મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા અને પાટણ ડી.ડી.ઓ. રમેશભાઇ મેરજાના કાકા સુંદરજીભાઇ માવજીભાઇ મેરજાનું ૮પ વર્ષની વયે અવસાન થયું છે.

સ્વ. સુંદરજીભાઇ મેરજા ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડાયરેકટર તરીકે સેવા આપી હતી. માળીયા તાલુકામાં તેમનું નામ આગેવાન તરીકે હોસભેર લેવાતુ હતું. માળીયાના કાંઠાના ખેડૂતો ને રોઝના ત્રાસમાંથી ઉગારવા ૧૯૯૪માં ઉપવાસ સાથે ખેડૂત આંદોલન કરેલુ અને તત્કાલીન કલેકટર જગદીશન ચમનપર દોડી આવેલ. ખેડૂતોને રોઝના ત્રાસમંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણા કર્યા હતા. તેમના અવસાનથી મોરબી પંથકે ખેડૂત આગેવાન ગુમાવ્યા છે. ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, રમેશભાઇ મેરજા જોડાયા હતા.

કુતિયાણા લોહાણા મહાજનના પ્રમુખ નલીનભાઇનું અવસાન

કુતિયાણા : નલીનભાઇ રસીકભાઇ રાયચુરા (ઉ.વ.પ૮) કુતિયાણા લોહાણા મહાજનના પ્રમુખ તેમજ ભાવીનભાઇ અને હરેશભાઇના મોટાભાઇ, જલ્પેશભાઇ, પ્રતીકભાઇ તથા જાગુબેન (નવસારી)ના પિતાનું તા.૧રમીએ અવસાન થયુ છે. બેસણું તા.૧પમીએ ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે લોહાણા મહાજનના વાડી ખાતે રાખેલ છે. કાલીદાસભાઇ ધનજીભાઇ કોટેચા સાસરીયા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

કસ્તુરબેન લાઠીયા

રાજકોટઃ મૂળ લાલપુર નિવાસી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ હાલ રાજકોટ નિવાસી સ્વર્ગસ્થ નાથાભાઇ લાઠીયાના પત્નિ તે રમેશભાઇ, નટુભાઇના માતૃશ્રી, અજયભાઇ, સતીશભાઇ, જયદીપભાઇ અને પ્રતિકભાઇના દાદી કસ્તુરબેન નાથાભાઇ લાઠીયા (ઉ.વ.૮૪) તા.૧૨ના શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા.૧૬ન. શુક્રવારે સાંજે ૪ થી ૬ મો.નં.૯૭૨૭૮૧૨૩૭૬ નટુભાઇ ૯૭૨૩૮૯૨૩૯૩ અજયભાઇ

બીપીનભાઇ કવૈયા

રાજકોટઃ બીપીનભાઇ કાન્તિભાઇ કવૈયા (ઉ.વ.૪૮) તા.૧૩ના શ્રીરામ ચરણ પામેલ છે બેસણું: તા.૧૫ના ૪ થી ૬ લક્ષ્મીવાડી કવાટર્સ આઇ શ્રી કુવાવાળી ખોડીયાર મંદિરે રાખેલ છે. મો.નં.૯૮૭૯૫ ૨૦૩૩૦

ગોદાવરીબેન દેવમુરારી

રાજકોટઃ ગોદાવરીબેન ભરતભાઇ દેવમુરારી તા.૧૩ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ માન સરોવર પાર્ક શેરી નં.૨, આજીડેમ ચોકડી પાસે, રાખેલ છે.  નિલેશભાઇ મો.નં.૯૧૭૩૩ ૭૩૫૮૩, કનેશભાઇ મો.નં.૯૪૨૮૨ ૭૯૦૩

હસમુખલાલ કાનજીભાઇ

રાજકોટઃ દેરડી કુંભાજીવાળા હાલ ઉપલેટા હસમુખલાલ કાનજીભાઇ ગાદેશા (ઉ.વ.૭૪)ને ધીરૂભાઇ (રાજકોટ) શાંતિભાઇ (બીલીમોરા) ભરતભાઇ (અમરેલી) અને કીરીટભાઇ (ગોંડલ)ના ભાઇ તથા રૂપેશભાઇ અતુલભાઇ જીગ્નેશભાઇ તથા તૃપ્તિબેન શેખરકુમાર વસાણીના પિતાજી તે ગોકળદાસ મોનજીભાઇ રાજાણીના જમાઇનું તા.૧૨ના અવસાન થયેલ છે.

ગીરીશભાઈ જોષી

રાજકોટઃ સ્વ.ગીરીશભાઈ દ્વારકાદાસભાઈ જોષી (ઉ.વ.૬૨) તે જાગૃતીબેન જોષીના પતિ, મોહિતભાઈ જોષી તથા કેવીનભાઈ જોષીના પિતા અને દર્શનાબેન મોહિતભાઈ જોષીના સસરા, પ્રીશાબેન મોહિતભાઈ જોષીના દાદાનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. કેવિનભાઈ મો.૯૦૩૩૮ ૧૭૦૨૮, જાગૃતિબેન મો.૯૦૧૬૧ ૦૮૭૭૪, મોહિતભાઈ મો.૯૦૯૯૯ ૧૨૪૩૬, દર્શનાબેન મો.૮૪૬૦૯ ૦૦૫૪૫

મહેન્દ્રબા ચુડાસમા

રાજકોટઃ મુળ ગામ દેવચડી હાલ રાજકોટ સ્વ.મહેન્દ્રબા હઠિસિંહજી ચુડાસમા જે રઘુવિરસિંહ હઠિસિંહજી ચુડાસમાના ફૈબા તા.૧૨ સોમવાર (અષાઢી બીજ)ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયોતિન્દ્રસિંહ રઘુવિરસિંહ ચુડાસમા મો.૯૮૨૫૩ ૨૦૦૦૯, રઘુવિરસિંહ હઠિસિંહજી ચુડાસમા મો.૮૪૦૧૬ ૧૦૩૩૦

જસવંતરાય પાટડિયા

મોરબી : સોની જસવંતરાય પ્રાણજીવનદાસ પાટડીયા બગથળાવાળા હાલ મોરબીના પુત્ર જગદિશભાઇ તે ચાર્મીના પિતાશ્રી તથા મનસુખભાઇ મંગળજીભાઇ માંડલીયાના જમાઇ તા. ૧૩ ના શ્રીજી ચરણ પામેલ છે. બંને પક્ષનું ટેલીફોનિક બેસણું તા. ૧પ ગુરૂવારે સવારે ૧૦-૩૦ થી ૧ર રાખેલ છે.

હિરાલક્ષ્મીબેન પુરોહીત

રાજકોટઃ હડીયાણા ચોવીસી મોટી બાણુગાર નિવાસી સ્વ. શંકરલાલ દુર્ગાશંકર  પુરોહીતના ધર્મપત્નિ ગં.સ્વ. હિરાલક્ષ્મીબેન શંકરલાલ  પુરોહીત તે ભગવતીબેન નવિનચંદ્ર ઉપાધ્યાય તેમજ અન્નપૂર્ણાબેન મુકુંદરાય ત્રિવેદીના માતુશ્રી તેમજ બાલકૃષ્ણ ત્રંબકલાલ પુરોહીત, અરવિંદભાઇ પ્રભુલાલ પુરોહીત, નવિનચંદ્ર હરકાંતભાઇ પુરોહીતના અરવિંદભાઇ પ્રભુલાલ પુરોહીત, નવિનચંદ્ર હરકાંતભાઇ પુરોહીતના કાકીનું  તા.૧૧ના સ્વર્ગવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.૧૫ના ગુરૂવારે મોટીબાણુંગાર મુકામે સાંજે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

પ્રિતિબેન પોપટ

રાજકોટઃ સ્વ.પ્રિતિબેન નલીનકુમાર પોપટ જે નલીનકુમાર નાગજીભાઈ પોપટના ધર્મપત્નિ તથા હર્ષ નલીનભાઈ પોપટના માતૃશ્રી, તેમજ સ્વ.નાગજીભાઈ ગોવિંદભાઈ પોપટ (જામનગર)ના પુત્રવધુ તેમજ દિવ્યેશભાઈ, કોશિકભાઈ ખીમજીભાઈ રાડીયા (બરોડા)વાળાના બેન તા.૧૪ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે. નલીનભાઈ પોપટ, હર્ષ પોપટ, ચંદ્રેશભાઈ પોપટ, દિવ્યેશભાઈ રાડીયા, ડો.નીતીનભાઈ રાડીયા

ડો. લાધાભાઇ જાવિયા

રાજકોટઃ   ડો. લાધાભાઈ દેવરાજભાઈ જાવિયા (ઉં.વર્ષ ૯૦)નું તા.૧૩ને મંગળવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદગતના શ્રેયાર્થે હાલના સંજોગને ધ્યાનમાં રાખીને ટેલિફોનિક બેસણું તા. ૧૫ ને ગુરૂવારના રાખેલ છે. સવારે ૯ થી ૧૨ રાખેલ છે. સુરેશભાઈ તથા ચંદ્રીકા એસ. જાવિયા મો. ૯૮૨૫૨ ૯૨૧૬૦ (સુર્યા હેલ્થ કેર) કાન્તીલાલ તથા મૃદુલા કે. માકડીયા મો. ૯૪૨૮૧ ૫૭૭૭૬ (કાલીન્દી કોલ) અશોકભાઈ તથા ભાવના એ. જાવિયા મો. ૮૮૬૬૬ ૮૮૬૬૪ (પેરેડાઈઝ ઓપ્ટિકલ ઈન્ડસ્ટ્રીઝ) રાજેશભાઈ તથા શીલ્પા આર. જાવિયા મો. ૯૮૨૪૧ ૧૫૪૧૬ (આકાર ગ્રાફિકસ) ડો. શૈલેષભાઈ તથા સીમા એસ. જાવિયા મો. ૯૪૨૭૨ ૪૧૧૫૧ (જાવિયા કિલનીક)

 કાન્તાબેન ટાંક

રાજકોટઃ કાન્તાબેન કનકરાય ટાંક (ઉ.વ.૭૫) ગામ રાજકોટ તા.૧૦ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકીકક્રિયા (કાણ) બંધ રાખેલ છે. ટેલીફોનીક મેસેજથી શ્રધ્ધાંજલી પાઠવવી. અશોકભાઇ કનુભાઇ ટાંક ૭૬૯૮૪ ૦૭૫૭૧, ભાવેશભાઇ કનુભાઇ ટાંક ૯૮૭૯૦ ૭૭૬૦૧, સંજયભાઇ કનુભાઇ ટાંક ૯૮૨૫૩ ૩૨૨૬૩

ગૌરવભાઇ કવઇયા

રાજકોટઃ નિવાસી (લુહાર) સ્વ. મનહરભાઇ કવઈયા (કાર્ટૂનિસ્ટ) ના મોટા પુત્ર ગૌરવભાઇ કવઇયા અવલ ઇન્ડસ્ટ્રીઝવાળા (ઉ.વ.૬૩) તે નિર્મિતભાઇ અને દ્વેતાબેનના પિતાશ્રી અને હિરલકુમાર ઠક્કરના સસરા તથા વિશેષ કવઇયાના મોટાભાઇ તેમજ સ્વ. હિંમતલાલ શિગાળાના જમાઇ અને કીર્તિભાઇ, કૃણાલભાઇના બનેવી તા. ૧૪  બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧૫  ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ (નિર્મિત મો. ૯૯૭૯૨ ૦૪૬૬૪, હિરલકુમાર મો.૯૯૨૪૩ ૭૬૧૪૪, વિશેષ મો. ૯૭૨૬૯ ૩૪૫૪૩) તેમજ સસરા પક્ષની સાદડી ઼ કીર્તિભાઇ ૯૮૯૮૪ ૨૭૪૬૬, કૃણાલભાઇ ૭૮૭૮૫ ૬૭૬૭૭ રાખેલ છે.