Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021
જામનગરના નિવૃત સહાયક માહિતી નિયામક વિજયભાઇ ભટ્ટનું અવસાન

જામનગર તા. ૧૭: નિવૃત સહાયક માહિતી નિયામક વિજયભાઇ ભટ્ટનું અવસાન થયેલ છે.

જળસંચય યોજનાના પ્રણેતા શામજીભાઇ અંટાળાના પુત્ર રાજેશભાઇનું અવસાન

ધોરાજીઃ જળસંચય યોજનાના પ્રણેતા અને ફુલછાબ દૈનીકના ભૂતપૂર્વ સર્કયુલેશન મેનેજર શામજીભાઇ અંટાળાના પુત્ર તેમજ નયનાબેન અંટાળા પ્રીન્સીપાલ પટેલ મહીલા કોલેજ ભાઇ તેમજ કોમ્પ્યુટર એન્જી. કશ્યપભાઇ અંટાળા તથા ભાર્ગવભાઇ અંટાળાના પિતાશ્રી તથા રોહીતકુમાર અંટાળાના મોટાભાઇ રાજેશભાઇ શામજીભાઇ અંટાળાનું તા.૧૬ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૦ને શનીવાર ૪ થી ૬ લેઉઆ પટેલ સમાજ વિભાગ-ર ઉપરના માળે ધોરાજી ખાતે રાખેલ છે.

વસંતભાઇ ઉમિયાશંકર અંતાણીનું દુઃખદ અવસાન : લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે : આઇ.પી.મિશન અને રાજકુમાર કોલેજના પ્રાધ્યાપક

રાજકોટ : વસંતભાઇ ઉમિયાશંકર અંતાણી (આઇ.પી. મીશન  અને આર.કે. સી.) તે અદ્વૈત અંતાણી (કસ્ટમ્સ સેન્ટ્રલ એકસાઇઝ)ના પિતાશ્રી તે સ્વ. ભાનુશંકરભાઇ, સ્વ. ઇશ્વરભાઇ તથા સ્વ. અજિતરાયના નાનાભાઇનું ૧૪ ફેબ્રુઆરી-ર૦ર૧ ના રોજ અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (દિપકભાઇ અંતાણી- એડવોકટ (૦ર૮૧ ર૪૪૭પ૯૦)

અવસાન નોંધ

શામજીભાઈ અંટાળાના પુત્ર રાજેશભાઈનું દુઃખદ અવસાનઃ શનિવારે ધોરાજીમાં બેસણું : જળસંચય યોજનાના પ્રણેતા, ફૂલછાબના પૂર્વ સર્કયુલેશન મેનેજર

રાજકોટઃ ધોરાજી નિવાસી જળસંચય યોજનાના પ્રણેતા અને ફુલછાબ દૈનિકના ભૂતપૂર્વ સર્કયુલેશન મેનેજર શામજીભાઈ અંટાળાના પુત્ર તેમજ નયનાબેન અંટાળા પ્રિન્સીપાલ પટેલ મહિલા કોલેજના ભાઈ તેમજ કોમ્પ્યુટર એન્જી. કશ્યપ અંટાળા તથા ભાર્ગવ અંટાળાના પિતાશ્રી તથા રોહીતકુમા અંટાળાના મોટાભાઈ રાજેશભાઈ શામજીભાઈ અંટાળાનું તા.૧૬ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ શનિવાર ૪ થી ૬ તેમના નિવાસસ્થાને મંડાણ પાછળની શેરી ધોરાજી ખાતે રાખેલ છે.

સવિતાબેન વઘાસીયા

ધોરાજી ચંદુભાઇ વઘાસીયા (દેશપ્રેમી) ના ધર્મપત્નિ સવીતાબેન (ઉ.વ.૭૦)નું તા.૧૬મીએ મંગળવારે અવસાન થયેલ છે. બેસણું: તા.૧૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ એમના નિવાસ સ્થાન દાતારવાડી મોતીનગર ધોરાજી ખાતે રાખેલ છે.

સજજનબા ઝાલા

રાજકોટઃ મુળગામ- ખેરવા તાલુકો વાંકાનેર, હાલ- રાજકોટ દોલુભા વાઘુભા ઝાલાના ધર્મપત્નિ સજજનબા (ઉ.વ.૮૬) જે કિશોરસિંહ (નાગરિક બેંક મો.૯૪૨૮૨ ૦૦૨૦૫), મહેન્દ્રસિંહ (આઈ.ટી.આઈ. મો.૯૪૨૬૮ ૪૧૬૧૪), ગજેન્દ્રસિંહ (શહેર કોંગ્રેસ અગ્રણી મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ના માતુશ્રી અને હરવિજયસિંહ (અંકલેશ્વર મો.૯૩૭૭૧ ૬૩૩૫૨)ના દાદીમાનું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ ગુરૂવારે રાખેલ છે.

નારણભાઈ જળુ

રાજકોટઃ સ્વ.નારણભાઈ જસાભાઈ જળું (વિરડાવાજડી) તે સ્વ.જસાભાઈ જળુંના પુત્ર, પ્રભાતભાઈ અને રાજાભાઈના પિતા, ધવલ અને રવિના દાદા તા.૧૫ સોમવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયંતિલાલ દવે

રાજકોટઃ શ્રી ચા.મ. મોઢ બ્રાહ્મણ (ભુતકોટડા) નિવાસી સ્વ.અમૃતલાલ ઉમીયાશંકર દવેના પુત્ર જયંતિલાલ તે ગં.સ્વ.મંજુલાબેન જયંતિલાલ દવેના પતિ તથા સ્વ.ચંદુલાલ તથા પરસોતમભાઈના ભત્રીજા તથા સ્વ.વસંતલાલ તથા પ્રવિણભાઈ તથા ભાનુશંકરના ભાઈ તથા અશોકભાઈ, યોગેશભાઈ (મુનો), મીનાબેનના પિતાશ્રી, સ્વ.રૂપશંકરરાજારામ જાની (નાના ખીજડીયા)ના જમાઈ તથા નીતીનભાઈ જોષીના સસરાનું દુઃખદ અવસાન તા.૧૫ના રોજ થયેલ છે. હાલ કોરોનાની મહામારીને કારણે બંને પક્ષનું ઉઠમણું તા.૧૮ ગુરૂવારે, સમય ૩ થી ૫ કલાકે, હરીપર મુકામે રાખેલ છે.

મહિપતસિંહ જાડેજા

રાજકોટઃ કાળીપાટ નિવાસી મહિપતસિંહ હેમુભા જાડેજા (ઉ.વ.૫૫) તે પ્રવિણસિંહ સાબુભા, કિરીટસિંહ સાબુભા તથા સ્વ.મંગળસિંહ સાબુભાના ભત્રીજા તથા અજયસિંહના પિતાશ્રીનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેઓની ઉત્તરક્રિયા તા.૨૫ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન કાળીપાટ મુકામે રાખેલ છે.

ભગવાનજીભાઇ કલોલા

ગોંડલઃ ભગવાનજીભાઇ ચકુભાઇ કલોલા (ઉ.વ.૮ર) તે હંસરાજભાઇ, ચંદુભાઇ અને દિનેશભાઇના પિતાશ્રીનું તા.૧પ સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૧ તેમના નિવાસસ્થાન કાનપર (તા.જસદણ) ખાતે રાખવામાં આવેલ છે.

જયેશકુમાર સાંગાણી

ઉપલેટાઃ નિવાસી હિરેન્દ્રભાઇ (નાથુભાઇ) રતીલાલ શાહના જમાઇ જયેશકુમાર નટવરલાલ સાંગાણી (ઉ.વ.૪૭)નું તા.૧૪ રવીવારના રોજ સંબલપુર (ઓરીસા) મુકામે અવસાન થયેલ છે. સાદડી તા.૧૯ શુક્રવારે ૪ થી ૬ બ્લોક નં. ૩૮ દ્વારકાપુરી ટેનામેન્ટ, દ્વારકાધીશ સોસાયટી, ઉપલેટા રાખેલ છે.

વિશ્વનાથભાઈ દવે

કેશોદઃ શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ વિશ્વનાથભાઈ નારદલાલ દવે-કેશોદ (ઉ.વ. ૯૦) તે સ્વ. કૌશિકરાય દવેના મોટાભાઈ તથા દિપકભાઈ, સુકેતુભાઈ અને નીતાબેનના પિતાશ્રી તથા હારિત કે. દવેના મોટાબાપુજી તેમજ સ્વ. બાલુશંકર કરસનજી ભટ્ટ (ભટ્ટ ખડકી)ના જમાઈ તથા સ્વ. ચંદુલાલ જીવરામ ભટ્ટ-લંડન તથા સ્વ. મુગટલાલ જીવરામ ભટ્ટના ભાણેજનુ કેશોદ મુકામે તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક ઉઠમણુ, સાસરા પક્ષ તથા મોસાળ પક્ષની સંયુકત સાદડી ગુરૂવાર તા. ૧૮ના સાંજના ૫.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. મોબાઈલ નંબર દિપકભાઈ મો. ૯૮૨૪૨ ૯૮૬૪૯, સુકેતુભાઈ મો. ૯૮૨૪૨ ૧૩૮૭૨, હારિતભાઈ મો. ૯૯૨૫૫ ૪૩૧૪૬, નીતાબેન મો. ૯૮૨૫૭ ૮૯૩૦૭, જયંતભાઈ ભટ્ટ (ભટ્ટ ખડકી) મો. ૯૮૨૫૯ ૨૬૦૨૫, ધિરેન્દ્રભાઈ ભટ્ટ (વડાલ) મો. ૯૯૨૫૧ ૮૭૩૫૭, જિતેન્દ્ર ભટ્ટ (વડાલ) મો. ૯૪૨૮૨ ૪૯૧૦૩, સુભાષભાઈ ભટ્ટ (લંડન) મો.  પ્લસ ૪૪ ૭૭૩૬ ૩૪૫૩૧૩, વિરેન્દ્રભાઈ ભટ્ટ (લંડન) મો. પ્લસ ૪૪ ૭૭૧૩ ૫૮૮૯૦૧

અંજનાબેન ઠાકર

મોરબીઃ શકત શનાળા નિવાસી મુકેશભાઇ હરસુખરાય ઠાકરના ધર્મપત્ની અંજનાબેન (ઉ.૪૭) તે દિલીપભાઇ અને દલપતભાઇના નાના ભાઇના પત્નીનું તા.૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું ૧૮ ને ગુરૂવારે સાંજે પ થી૬ (દલપતભાઇ-૯૯રપ૩ ૬૦૧ર૭) (દિલીપભાઇ ૯૯૭૯૩ ૧ર૯૦૩) (મુકેશભાઇ ૮૪૬૯૯ પર૯૮૭) શ્રી રાંદલકૃપા રામજી મંદિર પાસે મુ.શકત શનાળા તા.જી.મોરબી ખાતે રાખેલ છે.

સરોજબેન ઠાકર

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ખરેડી સમવાય સ્વ.કેવળરામ જગજીવન ઠાકરનાં પુત્ર તથા સ્વ.રમેશભાઈ તથા ધીરૂભાઈ ઠાકરનાં નાનાભાઈ જીતુભાઈ ઠાકરનાં ધર્મપત્નિ સરોજબહેનનું તા.૧૪નાં રોજ અવસાન થયેલ છે. તેમનું પ્રર્વતમાન સમયને અનુસરીને ટેલીફોનીક બેસણું તા.૧૮નાં ગુરૂવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાન ૧- ગીતાંજલી સોસાયટી (ગોકુલધામ સોસાયટી પાસે) રાખેલ છે. મો.૯૨૬૫૨ ૦૫૨૨૭, મો.૭૬૨૧૮ ૭૦૫૪૪, મો.૯૪૨૬૭ ૩૨૯૮૬, મો.૮૮૪૯૪ ૩૯૦૬૬

ગૌતમભાઈ ધાધલ

રાજકોટઃ મૂળ કાળાસર (જસદણ) હાલ રાજકોટ ગૌતમભાઈ પુંજાભાઈ ધાધલ તે રાજકોટ કાઠી ક્ષત્રિય સમાજ ટ્રસ્ટના સંસ્થાપક (નિવૃત્ત એસ.ટી.ના અધિકારી) તે પ્રકાશભાઈ, સહદેવભાઈના પિતાશ્રીનું તા.૧૬ના રોજ શ્રી રામશરણ થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૮ને ગુરૂવાર સાંજના ૫ થી ૬:૩૦ અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખેલ છે. લૌકિક તેમજ સોગીયા (કાળા કપડા)ની પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતે ચક્ષુદાન કરેલ છે.

કાળાભાઈ પરમાર

વેરાવળઃ લાટી નિવાસી કાળાભાઈ પુજાભાઈ પરમાર તે પ્રકાશભાઈ, સુરેશભાઈના પિતાશ્રી તથા નાનજીભાઈ ભગાભાઈ ચાવડાના સસરાનું તા., ૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા. ૧૯ને શુક્રવારે ૧૦ થી ૧૨ લાટી રાખેલ છે.

મનોજકુમાર પ્રચ્છક

કિશોરચંદ્ર મણીલાલ પ્રચ્છક (નિવૃત શિક્ષક)ના પુત્ર મનોજકુમાર (રેલ્વે અમદાવાદ) (ઉ.વ. ૫૯) તે દર્શનાબેન અનિલકુમાર ભટ (માણાવદર), દેવર્ષિનીબેન હીતેશકુમાર જોશી (જૂનાગઢ), પલ્વીબેન કેતનકુમાર ડણાંક (અમદાવાદ), અમીતભાઈ (ભરૂચ)ના મોટાભાઈ તથા સ્વ. શંભુપ્રસાદ કરૂણાશંકર ત્રિવેદી (પ્રભાસપાટણ)ના જમાઈ તેમજ હરેશભાઈ, કેતનભાઈના બનેવીનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૮ ગુરૂવારે સાંજે ૫ થી ૬ બ્રહ્મપુરી રામરાખ ચોક સોમનાથ રાખેલ છે.

પ્રતાપભાઇ રાઠોડ

 સરધાર : પ્રતાપભાઇ રામજીભાઇ રાઠોડ તે ચેતનાબેનના પતિ તે ચિરાગ, નેહલ પ્રતિકકુમાર ચૌહાણ (રાજકોટ) રિધ્ધીબેનના પિતાશ્રી તે ગં.સ્વ.પુષ્પાબેન દિલસુખભાઇ, નવીનભાઇ, મનસુખભાઇ, રમેશભાઇ, ગં.સ્વ.કુંદનબેનના નાનાભાઇ, ભરતભાઇના મોટાભાઇનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૩ થી ૬ ઢાકેચાવાડી પોલીસસ્ટેશન પાસે સરધાર રાખેલ છે.

ગુલાબબેન ગોસ્વામી

ઉના : ગુલાબબેન કૈલાશગીરી ગોસ્વામી (ઉવ.૯૦) તે જેન્તીગીરી, ચંદુગીરી, જગદીશગીરી, મહેશગીરી, જશવંતગીરી, નરેન્દ્રગીરી (નલાબાપુ)ના માતૃશ્રી તા.૧૫મીએ કૈલાસવાસી થયા છે. બેસણું શંખઢોળ વિધી તા.૧૮ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન બ્રાહ્મણ શેરી હર્ષદ માતાજીના મંદિર પાસે ઉના રાખેલ છે.

જયશ્રીબને કોટક

રાજકોટઃ કરાંચીવાળા સ્વ. જયકરભાઇ વાલજીભાઇ કોટકના પુત્રવધુ જયશ્રીબેન અશોકભાઇ કોટક તે સ્વ. અશોકભાઇ (જૂના જકાત એજન્ટ) જયકરભાઇ કોટકના પત્ની તથા કનુભાઇ, અશ્વિનભાઇ (રીટા, તલાટી મંત્રી) અને જનુભાઇ કોટકના ભાભી તે ભાવેશ કોટક તથા પ્રીતિના માતૃશ્રી મેઘાના સાસુ તથા શરદના દાદી તે સ્વ. ગોપાલજી જુઠાભાઇ સોમમાણેક (કુવાડવાવાળા) ના દીકરી, સ્વ. શાંતિલાલ, સ્વ. દયાળજીભાઇ સ્વ. જેન્તિભાઇ, સ્વ. જમનદાસ, કરશનદાસના નાના બહેન તેમજ જતિનભાઇ ખગ્રામના સાસુનું અવસાન તારીખ ૧૬ ના રોજ થયેલ છે. તેમની ટેલિફોનિક પ્રાર્થનાસભા તારીખ ૧૮ ના રોજ સાંજે ૪:૩૦  થી ૬ :૦૦ તેમજ પિયર પક્ષની સાદડી તેમના નિવાસ સ્થાનેરાખેલ છે.  ભાવેશ કોટક ૯૮૨૪૨ ૩૭૩૭૦ મેઘા કોટક : ૯૮૨૫૬ ૩૭૩૭૦.

ભગવતીબેન દાવડા

રાજકોટઃ પ્રતાપરાય વાલજીભાઈ દાવડા (નિવૃત એલ.આઈ.સી.)ના ધર્મપત્નિ ભગવતીબેન પ્રતાપરાય દાવડા (ઉ.વ.૮૩) તે આશાબેન ઠકરાર (લંડન), ભરતભાઈ દાવડા, ભારતીબેન ગોંધીયા (રાજકોટ) તથા મનોજભાઈ દાવડા (નાસિક)ના માતુશ્રી તા.૧૬ના શ્રીજીચરણ પામેલ છે. ર્સ્વગસ્થનું બેસણું તા.૧૮ના ગુરૂવારના સાંજે ૫ થી ૬ પ્રદ્યુમન ગ્રીનસીટી ''રાજયોગ'' બીલ્ડીંગ વૃંદાવન સોસાયટી મે. રોડ, કાલાવાડ રોડ પર રાખેલ છે. પ્રતાપરાય દાવડા મો.૯૭૨૩૪ ૫૬૧૯૭

જયંતિલાલ પીઠડીયા

રાજકોટઃ મુળ ગામ મોરબી હાલ રાજકોટ દરજી શ્રી મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતીના જયંતિલાલ બોઘાભાઈ પીઠડીયા (ઉ.વ.૯૦) તે શાંતિલાલ, જયેશભાઈ, ચંન્દ્રિકાબેન ભાગેશ્વરીબેન, ભાવનાબેન, હર્ષાબેનના પિતાશ્રી અને અંકિતભાઈ તથા સ્વ.હાર્દિકાના દાદાનું અવસાન તા.૧૫ને ગુરૂવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. શાંતિલાલ મો.૯૭૨૫૨ ૨૨૪૩૩, જયેશભાઈ મો.૮૦૦૦૦ ૮૫૯૮૦

હંસાબેન હદવાણી

રાજકોટઃ નવાગામ- મહોબતપુર (જુનાગઢ નિવાસી) હાલ રાજકોટ હંસાબેન (ઉ.વ.૫૯) તે હરસુખભાઈ મનજીભાઈ હદવાણીના ધર્મપત્નિ તેમજ વિભાબેન સુનિલકુમાર કાથરોટીયા અને ચિરાગભાઈના માતુશ્રી તેમજ દિનેશભાઈ, દલસુખભાઈ, પ્રકાશભાઈ અને સવિતાબેન જેન્તીભાઈ લાડાણીના ભાભીનું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૭૯૬ ૭૨૪૦૦, મો.૯૮૨૪૮ ૧૬૯૦૨

કિશોરચંદ્ર ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ કિશોરચંદ્ર ઠાકર (ઉ.વ.૭૧) તે સ્વ.દલસુખરાય રેવાશંકર ઠાકરના પુત્ર તથા નવીનભાઈ (વિરમગામ), સ્વ.હસમુખભાઈ (રાજકોટ)ના મોટાભાઈ તથા ધિરેનભાઈ, નિશાબેન મનીષકુમાર જાની (જામનગર), મયુરીબેન અમીતકુમાર દવે (રાજકોટ)ના પિતાશ્રી તથા પરાગના ભાઈજી અને સહજના દાદાશ્રીનું તા.૧૬ના મંગળવારે અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૮ના ગુરૂવારે ૪ થી ૬ સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર મેઈન રોડ, શેરી નંબર-૭, રાજકોટ ખાતે રાખેલ છે.