Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021
નરેન્દ્રબાપુના માતુશ્રી લલિતાબેન મગનલાલ સોલંકીનું શુક્રવારે બેસણું

રાજકોટઃ સ્વ.લલિતાબેન મગનલાલ સોલંકી મુળગામ- બાલંભા, હાલ રાજકોટ નિવાસી તેઓ સ્વ.મગનલાલ તુલસીદાસ સોલંકીના ધર્મપત્નિ, તે નિતીશભાઈ મગનલાલ સોલંકી, સ્વ.યોગેશભાઈ મગનલાલ સોલંકી, રાર્જેન્દ્રકુમાર મગનલાલ સોલંકી અને નરેન્દ્રભાઇ મગનલાલ સોલંકી (શ્રી નરેન્દ્રબાપુ મહંતશ્રી આપાગીગાનો ઓટલો)ના માતુશ્રી તા.૧૫ સોમવારના બ્રહ્મલીન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ શુક્રવારે, સાંજે ૪ થી ૬, શ્રી જીવરાજ ભુવન, શ્રી જીવરાજ પાર્ક, શ્રી અંબિકા ટાઉનશીપ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. નિતીશભાઈ મગનલાલ સોલંકી મો.૭૯૮૪૪ ૨૨૯૬૬, રાજેન્દ્રભાઈ મનગલાલ સોલંકી મો.૭૩૮૩૨ ૧૨૧૫૭, ચિરાગભાઈ યોગેશભાઈ સોલંકી મો.૯૯૭૯૨ ૭૧૯૯૯, બ્રીનીશભાઈ યોગેશભાઈ સોલંકી મો.૯૭૨૭૦ ૦૮૯૬૮, જ્ઞાનેન્દ્રભાઈ રાજેશભાઈ સોલંકી મો.૯૦૩૩૬ ૮૩૧૯૫, અશોકભાઈ નરેન્દ્રભાઈ સોલંકી મો.૯૯૨૪૯ ૧૪૫૯૩, ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ મગનલાલ સોલંકી (પૂર્વ ચેરમેન ઓ.બી.સી.નિગમ (ગુજરાત)), પૂર્વ મહામંત્રી- ગુજરાત પ્રદેશ બી.જે.પી. (ઓ.બી.સી.), પૂર્વ ડે.મેયર, પૂર્વ સ્ટે.કમીટી ચેરમેન, પ્રમુખ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ. મો.૯૮૨૪૨ ૧૦૫૨૮

મનસુખભાઈ ધંધુકીયાના માતુશ્રીનું દુઃખદ અવસાન : કાલે બેસણું : વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ

રાજકોટઃ ગં.સ્વ.દીવાળીબેન સવજીભાઈ ધંધુકીયા (ઉ.વ.૯૦) તે મનસુખભાઈ સવજીભાઈ ધંધુકીયા (વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ પ્રમુખ) તથા નરશીભાઈ સવજીભાઈ ધંધુકીયાના માતુશ્રી તથા નયનભાઈ, હીરેનભાઈ, રવીરાજભાઈના દાદીમાનું તા.૧૬ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬ પંચવટી સોસાયટી કોમ્યુનીટી હોલ, પંચવટી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

રાજુભાઈ રાઠોડનું દુઃખદ અવસાનઃ કાલે ગુરૂવારે બેસણું માલણ રોડવેઝવાળા

રાજકોટઃ સ્વ.રાજુભાઈ મગનભાઈ રાઠોડ (શ્રી માલણ રોડવેઝ વાળા) તે ભરતભાઈ અને દિપકભાઈના ભાઈ તથા મનીષભાઈ અને રોહીતભાઈ (પીજીવીસીએલ)ના પિતાશ્રી તથા હર્ષના દાદાનું તા.૧૬ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન 'શાંતિ કુટરી' ૩/૮ જીવન નગર, બ્રહ્મસમાજ પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયપ્રકાશભાઇ આચાર્ય

જુનાગઢ : ઔ.ઝાલાવડી બ્રાહ્મણ જયપ્રકાશભાઇ અનંતરાય આચાર્ય (ઉ.૬૮) જેઓ નલિનભાઇ આચાર્ય (સર્વોદય બ્લડ બેંકના કાર્યકર), મનીષભાઇ આચાર્ય, હિતેશભાઇ આચાર્યના મોટા ભાઇ તથા યશ આચાર્યના પિતાશ્રીનું તા.૧પ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ શુભેશ્વર મહાદેવ મંદિર, ખલીલપુર રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

હિનાબેન પિઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુથાર પાતા મેઘપર નિવાસી નવિનભાઈ કેશવજીભાઈ પિઠડીયા ધર્મપત્નિ સ્વ.હિનાબેન નવિનભાઈ પિઠડીયા (ઉ.વ.૬૧) તે કાન્તીભાઈના નાનાભાઈના ધર્મપત્નિ તથા ઘનશ્યામભાઈ તથા મુકેશભાઈના ભાભી તથા રમેશભાઈ તથા સચીનભાઈ તથા રીટાબેન હિતેષકુમાર સંચાલના માતુશ્રી તથા જેઠાલાલ વિરજીભાઈ મકવાણાના પુત્રી તથા રાજેશભાઈ તથા મહેશભાઈ બહેન થાય તા.૧૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. મો.૯૯૦૯૬ ૦૩૯૦૨, રમેશ મો.૭૯૮૪૫ ૩૦૬૫૦, કાન્તીભાઈ મો.૯૩૧૬૭ ૪૦૮૪૪, પાતા મેઘપર મુકામે કૃપેશ્વર મહાદેવ મંદિર પાતા મેઘપર. (

વિણાબેન મણિયાર

રાજકોટઃ મોઢવણિક વિણાબેન વિનોદરાય મણિયાર તે સ્વ.હસમુખભાઈ મણિયાર તથા ભુપેન્દ્રભાઈ મણીયારના બહેન તેમજ રાજીવમ મણિયારના માતુશ્રી અને નયનાબેન મણિયારના સાસુ તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૮ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભુપેન્દ્રભાઈ મણિયાર મો.૯૯૦૪૭ ૩૯૫૨૭, રાજીવભાઈ મણિયાર મો.૯૮૨૫૩ ૩૮૮૮૬, નયનાબેન મણિયાર મો.૯૮૭૯૩ ૫૧૯૩૫

નિશાબેન શાહ

રાજકોટઃ દશા મોઢ માંડલિયા વણિક લિંબડી નિવાસી રમણિકલાલ મનસુખલાલ શાહ- માતંગી સાયકલના પુત્ર તેમજ સ્વ.સંજયભાઈ (રાજકોટ), રાજુભાઈ (વિજયભાઈ) ધોરાજીના નાનાભાઈ, મુકેશભાઈ (દિલીપભાઈ)ના ધર્મપત્નિ નિશાબેન (ઉ.વ.૪૫) તા.૧૬ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૩ થી ૫ મનદિપ પાર્ટી પ્લોટ (રાજુભાઈ નૂ જીન ) પેટ્રોલ પંપ સામે બસ સ્ટેન્ડ રોડ, લિંબડી ખાતે રાખેલ છે. (પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. હસમૂખભાઈ વૈદ્ય- ધોળકા) શાહ વિજયભાઈ રમણિકલાલ મો.૯૯૭૯૭ ૦૩૦૦૨

હિનાબેન પોપટ

રાજકોટઃ લોહાણા કાન્તાબેન હીરાચંદ મસરાણીના પુત્રી તેમજ પ્રવિણભાઈ, ચીમનભાઈ, હસુભાઈ, રાજુભાઈ અને દિલીપભાઈ હીરાચંદ મસરાણીના ભાણેજ સ્વ.હિનાબેન દિનેશકુમાર પોપટ (ઉ.વ.૫૮), તે નીમિષકુમાર શશીકાંતભાઈ કારીયા (વેરાયટી સ્ટોક)ના સાસુ તા.૧૧ને શુક્રવારના રોજ મુંબઈ ખાતે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે  રાખેલ છે. નીમિષકુમાર મો.૯૮૭૯૫ ૩૩૩૯૮, દિલીપભાઈ મો.૯૭૨૫૦ ૭૧૧૧૫

બિનાબેન ગૌદાણા

 વેરાવળઃ ખડાયતા વણીક બિનાબેન બીપીનભાઇ ગૌદાણા (ઉ.૭ર) તે ભાવેશભાઇ, ડો. મયુરભાઇ, ઉમાબેન (અમદાવાદ)ના માતુશ્રીનું તા.૧૬ ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૮ ગુરૂવારે સાંજે પ વાગ્યે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વેરાવળ રાખેલ છે.

ચીમનલાલ તલાટી

રાજુલાઃ દશા સોરઠીયા વણિક પાલીતાણાવાળા હાલ રાજુલા સ્વ. ચીમનલાલ ચુનીલાલ તલાટી તા.૧પ ના શ્રીજીચરણ પામેલ છે તેનુ બેસણું તા.૧૮ ને ગુરૂવારે ૩-૩૦ થી ૬ કલાક રાખેલ છે. સ્થળઃ મનમંદિર રેસીડેન્સી. નં.૧, છતડીયા રોડ ખાતે રાખેલ છે.

દુર્ગેશભાઈ રાણપરા

રાજકોટઃ રાણપરા દુર્ગેશભાઈ ચુનીલાલ (ટીકરવાર) (ઉ.વ.૭૩) તે સંજયભાઈના પિતાશ્રી ખ્યાતીબેન, શ્રેયાબેન, પાર્થના દાદાનું તા.૧૫ના અક્ષર નિવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષનું બેસણું ગુરૂવાર તા.૧૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રીયા બંધ રાખેલ છે. સંજયભાઈ મો.૮૨૩૮૯ ૮૯૦૬૨, પાર્થ મો.૮૯૯૯૪ ૯૯૯૯૭, જડીયા ભરતભાઈ મો.૯૨૨૮૧ ૧૮૧૩૫

રંજનબેન જેઠવા

રાજકોટઃ કડિયાકુંભાર રંજનબેન દિનેશચંદ્ર જેઠવા (ઉ.વ.૬૧) તે સ્વ.દીનેશભાઈના ધર્મપત્નિ  અનંતભાઈ, અજયભાઈના માતુશ્રીનું તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન ખોડિયાર સોસાયટી શેરીનં.૧, નંદાહોલ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન પંડયા

રાજકોટઃ બાલોટ નિવાસી (હાલ રાજકોટ) સ્વ.મનસુખલાલ છગનલાલ પંડયાના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૭૬) તે અશ્વિનભાઈ પંડયા (રાજકોટ) તથા વિજયભાઈ પંડયા (રાજકોટ) તથા પ્રવિણાબેન હરેશભાઈ વ્યાસ (વેરાવળ) તથા ગં.સ્વ.પ્રતિભાબેન હરેશભાઈ ઠાકર (રાજકોટ)નાં માતુશ્રી તથા નિરવ અશ્વિનભાઈ પંડયા (રાજકોટ) તથા મૌલિક વિજયભાઈ પંડયા (રાજકોટ)ના દાદીમાંનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૧૮નાં રોજ સાંજના ૪ થી ૬ કલાકે રાજકોટ મુકામે તેઓનાં નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. સરનામું- ''મોમાઈ કૃપા'', નેહરૂ નગર પ્રાઈવેટ, શેરી નં.૩, બાપા સીતારામની મઢી પાસે, માલધારી ચોક, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ. મો.૯૮૨૪૭ ૫૬૩૬૨, મો.૬૩૫૨૮ ૧૩૮૩૮

લક્ષ્મણભાઈ પટોળીયા

રાજકોટઃ મુળ લાવડીયા (જામનગર)ના વતની હાલ રાજકોટ  લક્ષ્મણભાઈ નાથાભાઈ પટોળિયા (ભારતીય કિસાન સંઘના અગ્રણી- કરવેરા સલાહકાર) તે શાંતાબેનના પતિ, અ.નિ.મેહુલભાઈ અને અ.નિ.કલ્પેશભાઈના પિતા, તેમજ દામજીભાઈ, પરષોતમભાઈ, ચનાભાઈ, ભુરાભાઈ, મનીષભાઈ અને ભરતભાઈના ભાઈ તથા ગોવિંદભાઈના જમાઈ અને નિર્માણ- અનમોલના દાદા તા.૧૭ નવેમ્બરના રોજ અક્ષરનિવાસી થયા છે. પ્રાર્થનાસભા તા.૧૮ શુક્રવારે સાંજે ૪ થી ૬ યોગીધામ પ્રાર્થના હોલ, આત્મીય યુનિ. પરિસર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

કુંદનબેન જાની

મોરબી : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મોરબી સ્વ. કુંદનબેન હરિશ્ચંદ્ર જાની (ઉ.૭ર) તે સ્વ. હરિશ્ચંદ્ર ખેલશંકર જાનીના પત્ની તથા જીજ્ઞેશભાઇ (દૂરદર્શન) તથા વિમલભાઇ તથા પ્રીતિબેન નિમિષકુમાર મહેતાના માતુશ્રી તા. ૧૬ ને મંગળવારના રોજ કૈલાશ વાસ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. જીજ્ઞેશભાઇ જાની મો. ૬૩પ૪૪ ૮૮૭ર૬, વિમલભાઇ જાની ૯૮રપ૧ ૧૩૦૧૩

ભાવેશભાઇ શુકલ

જામખંભાળીયા : સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ. રમણીકલાલ વૃજલાલ શુકલ (માસ્તર) ના પુત્ર ભાવેશભાઇ (ખંભાળીયા નગરપાલિકા કર્મચારી) (ઉ.વ.પ૭) તે હીરેનભાઇ તથા ચંદ્રમૌલીભાઇના ભાઇ તા. ૧૬ મીના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા ગુરૂવાર તા. ૧૮ ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઇઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખેલ છે.

કુંદનબેન જાની

મોરબી : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મોરબી સ્વ. કુંદનબેન હરિશ્ચંદ્ર જાની (ઉ.૭ર) તે સ્વ. હરિશ્ચંદ્ર ખેલશંકર જાનીના પત્ની તથા જીજ્ઞેશભાઇ (દૂરદર્શન) તથા વિમલભાઇ તથા પ્રીતિબેન નિમિષકુમાર મહેતાના માતુશ્રી તા. ૧૬ ને મંગળવારના રોજ કૈલાશ વાસ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. જીજ્ઞેશભાઇ જાની મો. ૬૩પ૪૪ ૮૮૭ર૬, વિમલભાઇ જાની ૯૮રપ૧ ૧૩૦૧૩

ભાવેશભાઇ શુકલ

જામખંભાળીયા : સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ. રમણીકલાલ વૃજલાલ શુકલ (માસ્તર) ના પુત્ર ભાવેશભાઇ (ખંભાળીયા નગરપાલિકા કર્મચારી) (ઉ.વ.પ૭) તે હીરેનભાઇ તથા ચંદ્રમૌલીભાઇના ભાઇ તા. ૧૬ મીના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા ગુરૂવાર તા. ૧૮ ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઇઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખેલ છે.

મગનભાઇ વિરમગામા

રાજકોટ : મૂળ ધોરાજી હાલ રાજકોટ ગુર્જર સુતાર મગનભાઇ ઓધવજીભાઇ વિરમગામા તા. ૧૫ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.ઓધવજીભાઇ પરસોતમભાઇ વિરમગામાના પુત્ર, શારદાબેનના પતિ, કિર્તીભાઇ તથા નૈનાબેન સીનરોજા, જયશ્રીબેન ધોરેચા, માયાબેન ઇસ્લાણીયા, ગીતાબેન ઇસ્લાણીયા, દક્ષાબેન સીનરોજાના પિતાશ્રી તથા દિવ્યાબેનના સસરા જેમનુ બેસણું તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે. ૯૮૨૫૪ ૯૫૮૭૫ કિર્તીભાઇ.

ઉપેન્દ્રભાઇ પંડ્યા

રાજકોટ : વાલમ બ્રાહ્મણ સાણથલીવાળા પંડ્યા પરીવારના ઉપેન્દ્રભાઇ ગીરજાશંકર પંડ્યા (ઉવ.૮૧) (રીટાયર્ડ જી.ઇ.બી. કર્મચારી) તે મંજુલાબેન ઉપેન્દ્રભાઇ પંડ્યા (મોહનલાલ વ્યાસ) ના પતિ તે હીનાબેન મનીષકુમાર વ્યાસ તથા રૂપલબેન ધવલભાઇ દવેના પિતાશ્રી તે સ્વ. બળવંતરાય, સ્વ.લક્ષ્મીકાંતભાઇ, સ્વ. છેલશંકરભાઇ ગીરજાશંકર પંડ્યા તથા સ્વ.નલીનીબેન ધીરજલાલ ઉપાધ્યાયના લધુબંધુ તથા આર્ય મનીષકુમાર વ્યાસ તથા ધન્ય ધવલભાઇ દવેના નાનાજીનું તા. ૧૫ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૮ ગુરૂવારે સાંજના ૪ થી ૫ રાખેલ છે. હીનાબેન મો. ૯૭૧૪૮ ૬૨૬૨૮, રૂપલબેન મો. ૯૯૭૮૯ ૧૦૭૧૦, મનીષકુમાર મો. ૯૭૧૪૮ ૬૨૬૨૯, ધવલભાઇ મો. ૯૮૨૫૬ ૧૦૭૧૦.

નિલેશભાઈ ધ્રુવ

રાજકોટઃ દ.સો.વણિક સ્વ.મનસુખલાલ વલ્લભદાસ ધ્રુવ (બાંટવા)ના મોટા પુત્ર અને કેશવલાલ પોપટલાલ મલકાણાના જમાઈ, સ્વ.નિલેશભાઈ ધ્રુવ તે જીગર ધ્રુવ અને રાધિકા મહેતાના પિતાશ્રી, તે રાજેશભાઈ ધ્રુવ, પંકજભાઈ ધ્રુવ અને  પન્ના હર્ષદરાય શ્રીમાંકર (મહુવા)ના ભાઈ, તે નલીનભાઈ મહેતા તથા હિતેષભાઈ કાચલીયાના વેવાઈ, નંદલાલ ડી.સાંગાણીના સાઢુભાઈ, હેમાંગ મહેતા તથા કિંજલ ધ્રુવના સસરા, સ્વ.અરવિંદભાઈ ડી. વિભાકરના ભાણેજ તા.૧૪ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા પ્રાર્થનાસભા તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૬ જાગનાથ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

બટુકભાઈ મહેમદાવાદીયા

રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.બટુકભાઈ જીવરાજભાઈ મહેમદાવાદીયા તે જય બજરંગ મોટર ગેરેજવાળા (બોસ) (ઉ.વ.૭૫) તે કમલેશભાઈ, પંકજભાઈ તથા મીતાબેન બિપીનકુમાર બદ્રકિયાના પિતા  તેમજ સ્વ.વિઠલભાઈ, સ્વ.બાબુભાઈના લઘુબંધુ તેમજ મોટા વાગુદળવાળા વશરામભાઈ ચકુભાઈ બદ્રકિયાના જમાઈ તેમજ પોપટભાઈ, પ્રભુભાઈ, હસુભાઈ, રમેશભાઈ, પ્રફુલભાઈ બદ્રકિયાના બનેવી તા.૧૫ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૫:૩૦ સુધી શ્રી રામ મંદિર, રામનગર મેઈન રોડ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બકુલભાઈ શાહ

રાજકોટઃ નિવાસી બકુલભાઈ કરશનદાસ શાહ (ઉ.વ.૮૨) તે મીનાબેન શાહના પતિ તે અલ્પા, પ્રીતિ, અમી અને જતીનના પિતા, પ્રકાશ મહેતા, જયેશ મહેતા અને સ્વ.ભાવેશ દોશીના સસરા, નીલના દાદા તથા જય, નેહા, મેઘા, માનસી, હિના, યશ, સ્મિતના નાના તા.૧૫ને સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૮ને ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે અને પ્રાર્થનાસભા ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે કોમ્યુ. હોલ, દિપક સોસાયટી, કનૈયા ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

કાળુભાઈ ભીમાણી

મોરબીઃ મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી કાળુભાઈ ગણેશભાઈ ભીમાણી તે સંજયભાઈના પિતા તેમજ વલમજીભાઈ અવચરભાઈ, રમેશભાઈ અવચરભાઈ અને અંબારામભાઈ અવચરભાઈના કાકા તેમજ રપિત, ચિરાગ, નિલેશ, અમિત અને હાર્દિકના દાદા તા. ૧૪ના રોજ અવસાન પામેલ છે. બેસણુ તા. ૧૮ને ગુરૂવારે બપોરે ૩.૩૦ થી ૫.૦૦ તેઓના નિવાસ સ્થાન ૩-ભકિત નિકેતન, કેનાલ રોડ ખાતે તેમજ સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વલમજીભાઈ અવચરભાઈ ભીમાણીના નિવાસ સ્થાન મુ. ચાંચાપર રાખેલ છે.

ઈન્દુબેન શાહ

મોરબીઃ મોરબી એ.જે. કાું.વાળા સ્વ. કાંતિલાલ પ્રેમચંદભાઈ શાહના પુત્ર સ્વ. અરવિંદભાઈ કાંતિલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. ઈન્દુબેન (ઉ.વ. ૮૫) તે સ્વ. નીલાબેન નિલેશકુમાર દોશી (સુરેન્દ્રનગર), હિરેનભાઈ અને ચેતનભાઈના માતુશ્રી તેમજ સ્વ. ન્યાલચંદ, લહેરચંદ શાહ (અમદાવાદ)ના સુપુત્રીનું તા. ૧૬ને મંગળવારના રોજ મોરબી ખાતે અવસાન થયેલ છે.

મધુબેન જોશી

ગોંડલઃ મધુબેન રાજેશભાઈ જોશી તે રાજેશભાઈ પ્રેમશંકરભાઈ જોશીના પત્ની (સતાપર), શરદભાઈના ભાભી અને ફોરમબેન પંડયા, રક્ષાબેન પંડયા (જૂનાગઢ), રવિ રાજેશભાઈ જોશી (આફ્રિકા)ના માતુશ્રીનું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૮ના સાંજે ૪ થી ૬ એમના નિવાસ સ્થાન સતાપર રાખેલ છે.