Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020
ભાવનગર તરસમીયાના સેવાભાવી રવજીભાઇ પટેલનું અવસાન

ભાવનગરઃ ખેડૂત અગ્રણી અને શહેરની અનેક સંસ્થાઓમાં સેવા આપતા રવજીભાઇ હીરાભાઇ પટેલ (ઉ.૯૩) તે તરસમીઆ તા.ભાવનગરનું અવસાન થયેલ છે. તેઓ ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ, ભાવનગર મહિલા મંડળ વગેરેમાં સેવા આપતા હતા. ભાવનગર જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રહી ચૂકેલ રાજકીય ક્ષેત્રે તેમનું પ્રદાન સવિશેષ હતું. વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇ, મુખ્યમંત્રી સ્વ.બળવંતભાઇ મહેતા, સ્વ. ચીમનભાઇ પટેલ, પૂર્વ સાંસદ સ્વ. પ્રસન્નભાઇ મહેતા, પૂર્વ ધારાસભ્ય સ્વ.મણીભાઇ ગાંધીની સાથે નિષ્ઠા, પ્રમાણીકતાથી કાર્ય કરેલ. સાદાઇ અને શ્રમ તેમના જીવનમાં હંમેશા જોડાયેલા હતા.  આજીવન ખાદીધારી હતા. તેમની વિદાયથી જાહેર જીવનના નિષ્ઠાવાન અગ્રણી ગુમાવેલ છે. સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ધીરૂભાઇ ધંધુકીયાના અધ્યક્ષ સ્થાને સંસ્થાની ઓફીસ સરદાર સ્મૃતિ, ભાવનગર ખાતે શોક ઠરાવ પસાર કરાયો હતો.

ધોરાજીના ચંદુબા રાણાનું ૧૦૭ વર્ષની વયે અવસાન : ટેલીફોનિક બેસણું

ધોરાજી : ધોરાજી મુળ બલાળા ગામ નિવાસી ચંદુબા ગોવિંદસિંહ રાણા ઉંમર વર્ષ ૧૦૭ તે મોહનસિંહ રાણા (રિટાયર્ડ બેંક ઓફ બરોડા), દેવેન્દ્રસિંહ ગોવિંદસિંહ રાણા (ઝાલા) તેમજ સ્વ. શકિતસિંહ ગોવિંદસિંહ ઝાલાના માતુશ્રીનું તા. ૧૩ને શુક્રવારે કૈલાશ ગમન થયેલ છે.  ટેલિફોનિક બેસણું તા. ર૦ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન માધવનગર જમનાવડ રોડ ધોરાજી ખાતે રોખલ છે. મોહનસિંહ મો. ૯૪ર૮ર ૬૬૯૮૮,  દેવેન્દ્રસિંહ મો. ૯૬૮૭૬ રર૪૧૭

 

ગાંધીગ્રામના સોરઠીયા પ્રજાપતિ દિલીપભાઇ ચાવડાનું દુઃખદ અવસાનઃ શુક્રવારે ઉત્તરક્રિયા

રાજકોટઃ ગાંધીગ્રામ શેરી નં. ૧૧માં રહેતાં ભલા માણસની છાપ ધરાવતાં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના દિલીપભાઇ ચાવડા (ઉ.વ.૪૬) તે સ્વ. બાબુલાલ વાલજીભાઇ ચાવડાના પુત્ર, પ્રકાશભાઇ વિનુભાઇ ચાવડાના પિત્રાઇ ભાઇ, વિજયભાઇ ચાવડાના મોટા ભાઇ અને નિવ તથા હર્ષના પિતાજી અને શિવના ભાઇજીનું તા. ૧૨-૧૧ના દુઃખદ અવસાન થયું છે. વિસ્તારમાં અને જ્ઞાતિમાં પોતાના સરળ, હસમુખા, મળતાવડા સ્વભાવને કારણે ખુબ ચાહના ધરાવતાં અને મોટુ મિત્રવર્તુળ ધરાવતાં દિલીપભાઇની અણધારી વિદાયથી સ્વજનો, મિત્રો શોકમાં ગરક થઇ ગયા છે. સદ્દગતને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ઉત્તરક્રિયા ૨૦મીએ શુક્રવારે તેમના નિવાસ સ્થાને રાખી છે. (વિજય  બાબુભાઇ ચાવડા-મો.૭૦૧૬૦ ૩૬૬૯૩)

અવસાન નોંધ

ઈશ્વરભાઈ ચાંવ

રાજકોટઃ મુળ જીવાપર હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ ઈશ્વરભાઈ ત્રિકમભાઈ ચાંવ (જોષી) (ઉ.વ.૭૨) (નિવૃત પોસ્ટમેન) દેરડી કુંભાજી તે ભરતભાઈ, મહેશભાઈ, શોભાનબેન, ગીતાબેનના પિતા તથા સ્વ.લાભુભાઈ, સ્વ.ગોરધનભાઈ, સ્વ.અમુદાદાના નાનાભાઈ, તેમજ નવાગામ પ્રતાપપુર અશોકભાઈ, ધીરૂભાઈ, ચંદુભાઈના બનેવી તેમજ કમલેશકુમાર, પરેશકુમારના સસરા તેમજ જયરાજ, પ્રાર્થના, મિત, હિરેન, જીતે, પુજલ, રીયાના દાદાનું તા.૧૩ આસો વદ તેરસને શુક્રવારના રોજ કૈલાશવાસ થયેલ છે.

સરોજબેન લીંબાસીયા

કોટડાસાંગાણી : સરોજબેન ધીરજલાલ લીંબાસીયા તે ધીરજલાલ રવજીભાઇના ધર્મપત્ની તથા સુરેશભાઇ રવજીભાઇના ભાભીશ્રી તથા મનીષભાઇ તથા કલ્પેશભાઇના માતુશ્રીનું તા.૧૩મીએ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે. મો. ૯૦૩૩ર ર૮૯ર૭

ઈશ્વરભાઈ ચાંવ

રાજકોટઃ મુળ જીવાપર હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ ઈશ્વરભાઈ ત્રિકમભાઈ ચાંવ (જોષી) (ઉ.વ.૭૨, નિવૃત્ત પોસ્ટમેન, દેરડી કુંભાજી) તે ભરતભાઈ તથા મહેશભાઈ, શોભનાબેન, ગીતાબેનના પિતાશ્રી તેમજ સ્વ.લાભુબેન, સ્વ.ગોરધનભાઈ, સ્વ.અમુદાદાના નાનાભાઈ તેમજ નવાગામ (પ્રતાપુર) અશોકભાઈ, ધીરૂભાઈ, ચંદુભાઈના બનેવી તેમજ જયરાજ, પ્રાર્થના, મીત, હિરેન, જીત, પુજલ, રીયાના દાદાનું તા.૧૩ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.૧૯ને ગુરૂવારે ભરતભાઈ ચાંવ (જોષી) મો.૯૨૬૫૩ ૨૪૯૦૬, મહેશભાઈ ચાંવ (જોષી) મો.૯૬૨૪૭ ૩૮૮૫૯ સમક્ષ રાખેલ છે.

ભારતીબેન ચંદારાણા

રાજકોટઃ ભારતીબેન જયેશભાઈ ચંદારાણા (ઉ.વ.૫૯) તે ગો.વા.અમૃતલાલ બેચરભાઈ ચંદારાણા તથા ગો.વા. ધનલક્ષ્મીબેન અમૃતલાલ ચંદારાણાના પુત્ર ગો.વા.જયેશભાઈના ધર્મપત્ની તે નિરવ અને પ્રિયંકાના માતુશ્રી તે વૃતિકાના સાસુમાં, તે મિષ્ટીના દાદી, તે શૈલેષભાઈ અને ધર્મેન્દ્રભાઈના ભાભી તે શીલાબેન તથા કોમલબેનના જેઠાણી તે ગો.વા.વલ્લભદાસ રૂગનાથ કોટેચાના પુત્રી તે પ્રકાશભાઈ કોટેચા, દિલીપભાઈ, મુકેશભાઈ અને યોગેશભાઈના બેન તા.૧૩ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૧૪ શનિવારના દિવસે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૭૮૭૮૩ ૩૯૩૫૪, ૯૮૨૫૭ ૦૯૩૯૩

મુકેશભાઇ ગોહેલ

વાંકાનેર : સ્વ. શામજીભાઇ હીરજીભાઇ ગોહેલના પુત્ર મુકેશભાઇ શામજીભાઇ ગોહેલ તે વિરલભાઇના પિતાશ્રી, સુધીરભાઇ તથા પરેશભાઇના ભાઇ તેમજ સુનિલકુમાર વિનોદભાઇ રાઠોડના સસરા (ઉ.વ.૬૧) નું તા. ૧ર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૪ શનિવારના રોજ સોરઠીયા રજપૂત સમાજની વાડી, રામચોક વાંકાનેર ખાતે સાંજે ૪ થી ૬ કલાક સુધી રાખેલ છે.

નારણદાસ કોટેચા

રાવલ : રાવલ નિવાસી શ્રી નારણદાસ ગોરધનદાસ કોટેચા (ઉર્ફે કાંતિભાઇ પટેલ) વાસણવાળા, (ઉ.વ.૭૯) તે જયેશભાઇ (મો. ૯૮૯૮૯ ૪૧પ૩૦), ભાવેશભાઇ (મો. નં. ૯૮રપ૮ ૦૬૬૭૯), પરેશભાઇ, શિલાબેન રસીકકુમાર ભાયાણી (મુંબઇ), તથા કીરણબેન ભાવેશકુમાર ચંદારાણા (જામનગર) ના પિતાશ્રી, મોનિલના દાદા, તથા દામોદર રવજી ગોકાણી (ભાતેલ) ના જમાઇ તા. ૧૩ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું (વર્તમાન નિયમોનુસાર) તા. ૧૪ ને શનીવારના રોજ બપોરે ૩-૩૦ થી ૪ દરમ્યાન શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ, રાવલ ખાતે રાખેલ છે.

રમાબેન હરિદાસ

ગોંડલ : શ્રી હરિદાસ સુંદરલાલ બાવનજીભાઇના ધર્મપત્ની રમાબેન (ઉ.૭૬) તે પંકજભાઇ (રેલ્વે-રાજકોટ) તથા મનોજભાઇ ના માતુશ્રી તથા ચંદુભાઇના ભાભી, વિપુલભાઇ, યતીનભાઇ, અમિતભાઇના ભાભુનું તા. ૧ર ને ગુરૂવાર ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે.

રાજેશકુમાર ખંધેડીયા

રાજકોટ :.. રાજેશકુમાર ચંદ્રકાંત ખંધેડીયા (ઉ.વ.પ૭) તે  ધોરાજીવાળા ચંદ્રકાન્ત માધવજી ખંધેડીયાના પુત્ર તે મહેન્દ્રભાઇ, હરેશભાઇ, અશોકભાઇના નાનાભાઇ તેમજ ચંદ્રકાન્ત નારણદાસ કાનાબાર રાજકોટ(માળીયા હાટીનાવાળા) ના જમાઇનું તા. ૧ર ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા ટેલિફોનિક સાદડી (પિયર પક્ષ સાથે) આજરોજ સાંજે પ થી ૬, રાખેલ છે. હરેશભાઇ મો. ૯૮ર૪૧ ૪૩૪૮૦ તથા અશોકભાઇ મો.૯૯૯૮૩ ૧૬૭૮૮ તથા મહેન્દ્રભાઇ મો. ૮પ૧૧૧૩૭૩૮૧ તેમજ નિરવભાઇ કાનાબાર મો. ૯૯૭૯ર ૯૦૬૭૪ છે.

ભીમજીભાઇ લાલકીયા

રાજકોટ : ખાંટ રાજપૂત રાજકોટ નિવાસી ભીમજીભાઇ કાનાભાઇ લાલકીયા તે તેજસ ભીમજીભાઇ લાલકીયાના પિતાશ્રીનું તા. ૧ર ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૧૪ ને શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેજસભાઇ ભીમજીભાઇ મો. ૯૮રપ૩ રપ૦પ૬ તથા દેવજીભાઇ કાનાભાઇ મો. ૯૮ર૪૪ ૭પ૯૩૩ અને લાલજીભાઇ કાનાભાઇમો. ૯૯૧૩પ ૩૧૪૭૧ તેમજ અર્જુનભાઇ કાનાભાઇમો. ૯૬ર૪૩ ૯પપ૦પ  તથા નારણભાઇ કાનાભાઇ મો. ૯૮૭૯૦ ૪૯પ૦પ છે.