Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022
પુરીબેન વાઘજીભાઇ હુંબલનું અવસાનઃ શુક્રવારે રાજકોટ ખાતે ઉત્તરક્રિયા

રાજકોટઃ પુરીબેન વાઘજીભાઇ હુંબલ (ઉ.વ. ૯૫) તે કાનજીભાઇ વાઘજીભાઇ હુંબલ, સ્‍વ. સવજીભાઇ વાઘજીભાઇ હુંબલ, દેવદાનભાઇ વાઘજીભાઇ હુંબલ, જેસંગભાઇ વાઘજીભાઇ હુંબલ, લક્ષમણભાઇ વાઘજીભાઇ હુંબલ અને વિનોદભાઇ વાઘજીભાઇ હુંબલના માતુશ્રીનું તા. ૧૮/ં૯ના અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૨૩ના શુક્રવારે ભાદરવા વદ તેરસના રોજ દેવદાનભઇ વાઘજીભાઇ હુંબલના નિવાસ સ્‍થાન નવલનગર શેરી નં. ૯, મવડી રોડ રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૪૨૬૯ ૩૭૫૫૨, ૯૭૨૫૭ ૨૬૭૫૧)

 

અવસાન નોંધ

ગોદાવરીબેનનું દુઃખદ અવસાનઃ ચક્ષુદાન

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય જૈન સોશિયલ ગ્રુપની આઇ ડોનેશન કમિટી દ્વારા હાલમાં જૈન પરિવારના સ્વ.ગોદાવરીબેન બાબુલાલ પડિયા રાજકોટનું હાલમાં અવસાન થતાં તેમના પુત્ર મનોજભાઇની સહમતીથી અને અર્હમ સેેવાગ્રુપના તુષારભાઇ મહેતાના સહકારથી સદગત સ્વ. ગોદાવરીબેન બાબુલાલ પડિયાના ચક્ષુઓનું દાન કરી બે નેત્ર હીન વ્યકિતઓને દ્રષ્ટિદાન આપતા ગયા છે. આ માટે રાજકોટ સિવિલની આંખની હોસ્પિટલના ડો.અંકિત મહેશ્વરી દ્વારા ચક્ષુ સ્વીકારવામાં આવેલ. રાજકોટમાં ૨૪હૃ૭ ચક્ષુદાન કરવા માટે જે.એસ.જી. આઇ ડોનેશન કમિટીના ઉપેનભાઇ મોદી મો.ના ૯૮૨૪૦ ૪૩૧૪૩ નો સંપર્ક કરવો...

પ્રમોદરાય ધારેક

વીરપુર(જલારામ) : ધારેક પ્રમોદરાય બળવંતરાય(ઉ.વ.૭૫) તે ડિમ્પલબેન તથા મેઘાબેનના પિતાશ્રીનું તા.૧૭ને શનિવારના રોજ દેવલોક થયેલ છે.(મો. ૬૩૫૧૫ ૭૬૭૩૨)

જામનગરના માલતીબેન  મોનાણીનું અવસાનઃ કાલે ઉઠમણુ

જામનગર : જામનગરના વતની, સોની પરસોત્તમ ત્રિકમજી એન્ડ કંપની ચાંદીબજાર જામનગર વાળા પુષ્પકિરણ હીરાલાલ મોનાણીના ધર્મપત્ની અ.સૌ. માલતી પુષ્પકિરણ મોનાણી, તે જીતેન્દ્રભાઈ, બકુલેશ ભાઈ, સ્વર્ગસ્થ હરેશભાઈ (જુગાકાકા) ના મોટા ભાભી પરિમલ, દીપ, પલ્લવી વિજય કુમાર ધોળકિયાના માતુ શ્રી, અ.સૌ. વિણા તથા વૈભવીના સાસુ , જીત , અન્વી , માહીના દાદી , ધૈર્ય વિજય કુમાર ધોળકિયાના નાની , પરાગ જીતેન્દ્રભાઈ તથા સિદ્ધાર્થ બકુલેશ ભાઈ મોનાણી ના મોટા કાકી, સ્વ. જમનાદાસ વૃજલાલ ચરાડવાના સુપુત્રીનું અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૧ સાંજે ૪ થી ૪.૩૦ સુધી છે. પિયર પક્ષની સાદડી પણ સાથે જ  પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે.

યશવંતભાઇ આડેસરા

રાજકોટઃ વાંંકાનેર નિવાસી સ્વ.ચમનલાલ મગનલાલ બારભાયાના જમાઇ યશવંતભાઇ આડેસરા(ઉ.૮૨)નું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું પિયરપક્ષનું બેસણું તા.૨૨ ગુ:વારના રોજ સાંજે ૪.૩૦થી ૬ શ્રીધારેશ્વર મહાદેવ મંદિરે, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૭૩૭૩ ૮૬૦૯૦

યશવંતભાઇ આડેસરા

પ્રવિણભાઇ આડેસરા

રાજકોટઃ ખડગપુર નિવાસી હાલ રાજકોટ સ્વ. ધરમશીભાઇ લાલજીભાઇ આડેસરા (ધ્રોલવાળા)ના પુત્ર યશવંતભાઇ(ઉ.૮૨) અને પ્રવિણભાઇ (નાનુભાઇ) (ઉ.૮૦) તે ઝવેરચંદભાઇના ભાઇ તથા યોગેશભાઇ, જીતેન્દ્રભાઇ, હિમાદ્રીબેનના પિતા તેમજ કાકાનું તા.૧૯/૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંનેનું બેસણું તા.૨૨/૯/૨૨ ગુ:વારના રોજ સાંજે ૪.૩૦થી ૬ શ્રીધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો. ૯૪૨૬૬ ૫૯૨૬૩

મેકુજાબેન ગાંધી
રાજકોટઃ કાલાવડ (શિતલા), નિવાસી મેકુજાબહેન મોહમ્‍મદઅલી ગાંધી તે મરહુમ સાદીકઅલી અમીજી(અમીજી સલમાનજી)ના બૈરો શબ્‍બીરભાઇ(પેટ્રોલ પંપવાળા), મોઇઝભાઇ તેમજ ફરીદાબેન અબ્‍બાસભાઇ કાલાવડવાળાના મમ્‍મી, તાહા, યુસુફ, મોહમ્‍મદ, સકીના અલીઅસગર ખોખર, જમીલા ઇબ્રાહીમભાઇ ધાબરીયા તથા ફાતેમાના દાદી મીસરી તા.૧૨ સફર, તા.૦૮ને ગુરૂવારના રોજ ગુજરી ગયા છે, તેમની જીયારત(સીયુમ) ના સીપારા મીસરી તા.૧૪-સફર, શનિવારે બપોરે ૧૨ કલાકે, નઝમી મસ્‍જીદ, કાલાવડ મુકામે રાખેલ છે.

પ્રમોદરાય ધારેક

વીરપુર(જલારામ) : ધારેક પ્રમોદરાય બળવંતરાય(ઉ.વ.૭૫) તે ડિમ્‍પલબેન તથા મેઘાબેનના પિતાશ્રીનું તા.૧૭ને શનિવારના રોજ દેવલોક થયેલ છે.(મો. ૬૩૫૧૫ ૭૬૭૩૨)

ધુનડાના પૂ. જેન્‍તીરામ બાપાના કાકા ભાણજીભઇ શીલુનું અવસાન

જુનાગઢ : ગામ ઘુનડા નિવાસી ભાણજીભાઈ રામભાઈ શીલુ (ઉં. વ. ૮૫) તે સ્‍વ. રામભાઈ ઓધવજી શીલુનાં સુપુત્ર; સ્‍વ. દેવરાજભાઈ સામતભાઈ જોષી (સણોસરા) નાં ભાણેજ; સ્‍વ. રૂગનાથભાઈ ગોપાલભાઈ જોષી (ઘુનડા) નાં જમાઈ; પૂ. જેન્‍તિરામ બાપા (ઘુનડા) નાં કાકા;  જેશંકરભાઈ, મગનભાઈ,  ધીરુભાઈ,  ત્રિભુવનભાઈ, કાંતિભાઈ;  ચંપાબેન મણિશંકરભાઈ જોષી (રાણપર),  ગૌરીબેન જયંતિભાઈ જોષી (પાલખડા), હંસાબેન ભરતભાઈ જોષી (શેઠવડાળા) નાં પિતાનું તા. ર૦ ને મંગળવારે અવસાન થયેલ છે.

દિવંગતની અંતિમયાત્રા આજે સમયઃ બપોરે ૧૨કલાકે ઘુનડા સ્‍થિત એમનાં નિવાસસ્‍થાનેથી નીકળી હતી. કાંતિભાઈ શીલુ - ૯૮૭૯૫ ૬૭૯૨૮, દિનેશભાઈ શીલુ - ૭૯૯૦૮ ૩૧૨૦૬.

રેલ્‍વે મઝદૂર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘના ડિવીઝન સેક્રેટરી અને આસિસ્‍ટન્‍ટ જનરલ સેક્રેટરી મઝદૂર સંઘ-મુંબઇ શ્રીહિરેન બી.મહેતાનો આજે ૨૦મી સપ્‍ટેમ્‍બરના જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓને હાલમાં જ વેસ્‍ટર્ન રેલ્‍વેના વર્કીગ પ્રેસીડેન્‍ટ  તેમજ એનએસઆઇ આરમાં કમીટી મેમ્‍બરની સેવા આપી રહ્યા છે. રેલ્‍વેમાં સ્‍પોર્ટસ કવોટા હેઠળ જોડાયેલા હિરેન મહેતાએ યુવા વસ્‍થાથી જ રેલ્‍વેના કર્મચારીઓના પ્રશ્ને રસ લેવાનું શરૂ કર્યુ હતું અને રેલ્‍વે મઝદૂર સંઘ સાથે જોડાયા હતા. છેલ્‍લા ઘણાં વર્ષોથી કર્મચારીઓના પ્રશ્ને રેલતંત્ર સમક્ષ રજૂઆતો  અને આંદોલન કરી કર્મચારીઓના ઉત્‍કર્ષ માટે સતત જાગૃત રહેતા હિરેન મહેતા ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા ચારેકોરથી વરસી રહી છે.

(મો.૯૪૨૬૧ ૬૫૨૮૩)