Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020
આર્મીના રિટાયર્ડ સુબેદાર દિલુભાના ધર્મપત્નિ ઇલાબા ચુડાસમાનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ ઇલાબા દિલુભા ચુડાસમા (ઉ.વ.૭૦) તે દિલુભા રવુભા ચુડાસમા (રિટાયર્ડ સુબેદાર આર્મી)ના ધર્મપત્નિ તથાપ્રિતીબા દિલુભા ચુડાસમા, ગીતાબા દિલુભા ચુડાસમા અને પૂનમબા દિલુભા ચુડાસમાના માતુશ્રી તેમજ શિવમ દિગ્વીજયસિંહ ચુડાસમાના કાકીમા અને ગોૈરવ તથા માનવ ઇન્દ્રજીતસિંહ ચુડાસમાના દાદીમાનું તા. ૨૦/૧૧ના અવસાન થયું છે. સદ્દગતની લોૈકિક ક્રિયા બંધ રાખી છે. ટેલિફોનીક બેસણું ૨૬મીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૭૨૪૫ ૨૬૬૦૮, ૯૬૬૨૬ ૫૯૨૮૪) રાખેલ છે. ઉત્તરક્રિયા ૨૭મીએ શુક્રવારે રાજકોટ તેમના નિવાસસ્થાન રવિપાર્કમાં રાખેલ છે.

ગવર્મેન્ટ પ્રેસવાળા રવિશંકરભાઇ દવેનું અવસાન : ટેલીફોનીક બેસણું

રાજકોટ :  સૌરાષ્ટ્ર બાજ ખેડાવળ બ્રાહ્મણ મૂળ વતન ખાંમધ્રોળ હાલ રાજકોટ  શ્રી રવિશંકર બેચરલાલ દવે(ઉવ.૮૪) ગવરમેન્ટ પ્રેસ વાળા તે આ.સો. સ્વ. શ્રી મુકતાગૌરીના પતિ તથા સ્વ.પરસોત્ત્।મભાઈ દવેના નાના ભાઈ તથા માહીતી ખાતાના કર્મચારી અને પાણીમા રંગોળી બનાવનાર રંગોળીકાર પ્રદિપભાઈ દવે તેમજ રક્ષાબેન ગૌતમભાઈ દવે(ચુડા), સેજલબેન કમલેશભાઈ વ્યાસ(ખંભાળીયા)ના પિતાશ્રી, લિનાબેન પ્રદિપભાઈ દવેના સસરા તેમજ ચંદાબેન મનોજભાઈ મહેતા, સુરેશભાઈ દવે(માહીતી ખાતુ), નલિનભાઈ દવે(ટેલીફોન એક્ષચેન્જ)ના કાકા તેમજ ડો. ક્રિષ્નાબેન નમનકુમાર ઉપાઘ્યાય, ઓમ પ્રદિપભાઈ દવે(સીંગર, કમ્પોઝર, લીરીસીસ્ટ, તેમજ મ્યુઝીક ટીચર)ના દાદાજી તેમજ પ્રભાશંકરભાઈ ગીરધરભાઈ મહેતા(જસદણ)ના વેવાઈ અને પૂર્વમેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના વડીલ વેવાઈનું તારીખ ૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરીસ્થીતીને ધ્યાને લઈ સ્વર્ગસ્થનું 'ટેલીફોનીક બેસણુ'  તારીખ ૨૩/૧૧/૨૦૨૦ને સોમવારના રોજ રાખેલ છે. પ્રદિપભાઈ દવે : ૯૪૨૬૯૦૫૫૧૭, નલિનભાઈ દવે : ૯૪૨૬૯૦૦૦૦૧, સુરેશભાઈ દવે : ૯૪૨૭૨૦૦૨૫૪, ઓમભાઈ દવે :  ૯૪૨૭૮૯૬૮૧૦.

રમાગૌરીબેન ગીરધરલાલ કાટકોરીયાનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ દશા સોરાઠીયા (વણીક) રમાગૌરીબેન ગીરધરલાલ કાટકોરીયા (જેતપુર નિવાસી) હાલ રાજકોટ નિવાસી (ઉ.વ.૭૧)નું તા.૨૦ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના સોમવારે સાંજે ૪ થી ૬ના રાખેલ છે. ગીરધરલાલ મો.૯૪૨૮૬ ૧૮૧૬૯, કૌશીક ગીરધરલાલ મો.૯૩૨૭૬ ૬૭૩૭૦

સાવરકુંડલાના અલરખભાઇ જાદવનું અવસાનઃ સોમવારે જીયારત

સાવરકુંડલા : સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ મહમદભાઇ અલીભાઇ જાદવના મોટાભાઇ તથા સાવરકુંડલા શહેર ભાજપ લઘુમતી સેલના પ્રમુખ અને માજી કાઉન્સીલર ઇરફાનભાઇ જાદવના પિતા તથા પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી ડોકટર અલતાફભાઇ રાઠોડના સસરા અલરખભાઇ અલીભાઇ જાદવ ઉર્ફે કડી આજરોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે જેમની દફનવિધી બપોરે જોહરની નમાજ બાદ નવા કબ્રસ્તાનમાં રાખેલ છે. અને મરહુમની જીયારત તા. ર૩-૧૧-ર૦ર૦ ને સોમવારે સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન બીડી કામદાર મસ્જિદમાં રાખવામાં આવેલ છે. અને ઓરતો માટેની જિયારત મરહુમના નિવસ્થાન બીડી કામદારમાં રાખેલ છે.

તારાબેન ભટ્ટનું દુઃખદ અવસાન સોમવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટ :.. શ્રી તારાબેન કૃષ્ણકાંત ભટ્ટ (ઉ.વ.૮૦), તે યોગેશ કૃષ્ણકુમાર ભટ્ટ, જાગૃતિબેન વિજયકુમાર ઉપાધ્યાય તથા મનીષાબેન પ્રફુલ્લકુમાર આચાર્યના માતુશ્રી તેમજ સ્વ. પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ, કનુભાઇ, દિલીપભાઇ તથા હિરેનભાઇ ભટ્ટના ભાભી તા. ર૦-૧૧ નાં રોજ દેવલોક પામ્યા છે. સ્વ.નું ટેલીફોનીક બેસણુ તા. ર૩ને સોમવારે સાંજે પ થી ૬ (યોગેશ ભટ્ટ મો. નં. ૯૮ર૪ર ૪૪પ૦૦) રાખેલ છે.

અવસાન નોંધ

જયેન્દ્રભાઈ શાહનું દુઃખદ અવસાનઃ કાલે ઝૂમ પ્રાર્થનાસભા

રાજકોટઃ મૂળ કોડીનાર નિવાસી (હાલ કાંદિવલી- મુંબઈ) સ્વ.હરખબેન લવચંદ શાહના પુત્ર જયેન્દ્રભાઈ (ઉ.વ.૮૦) તે નિરંજનાબેનના પતિ, હિતેષભાઈ, મનીષાબેન, ગીતાબેન પીયુષકુમાર મહેતા, સ્વ.કવિતાબેન વિપુલકુમાર સંઘવીના પિતા તથા રમણીકલાલ અમૃતલાલ શાહ (દીવ વાળા)ના જમાઈ, સ્વ.ભાનુમતીબેન મનમોહનદાસ શાહના દિયર તા.૧૧ના ભાવનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની ઝૂમ પ્રાર્થના સભા તા.૨૨ રવિવારના સાંજના ૫ થી ૭ કલાકે રાખેલ છે. ઝૂમ આઈ.ડી. ૯૬૪૪૧૩ ૭૫૬૭૩- પાસ કોડઃ- ૩૩૯૯૫૫, પ્રવર્તમાન સંજોગોને આધીન લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લાભુબેન ખુંટ

રાજકોટઃ સ્વ.લવજીભાઈ નાગજીભાઈ ખુંટના ધર્મપત્ની લાભુબેન લવજીભાઈ ખુંટ (ઉ.વ.૮૦) તે મુકેશભાઈ અને બીપીનભાઈના માતુશ્રીનું તા.૨૧ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ સોમવારે સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મુકેશભાઈ લવજીભાઈ ખુંટ મો.૯૮૭૯૮ ૧૧૬૧૧, બીપીનભાઈ લવજીભાઈ ખુંટ મો.૯૮૭૯૮ ૭૧૬૭૧

દિલીપકુમાર શાહ

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ અમદાવાદ દિલીપકુમાર જયંતીલાલ શાહ (ઉ.વ.૬૪) તે નીતાબેનના પતિ, કાર્તીકના પિતાશ્રી તથા સ્વ.પ્રાણલાલ વનમાળીભાઈ ખારા (મોટી આંકળીયાવાળા)ના જમાઈ તથા ભરતભાઈ, સ્વ.ગીરીશભાઈ, રાજુભાઈના બનેવીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક સાદડી તા.૨૩ના રોજ સોમવારના ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઈ મો.૯૪૨૭૫ ૯૨૭૯૨, જૈનીષ ખારા મો.૯૯૦૯૬ ૦૨૫૦૧

પ્રાગજીભાઈ ટંકારીયા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર મૂળ મોટાવડા (હાલ રાજકોટ) પ્રાગજીભાઈ મગનભાઈ ટંકારીયા (ઉ.વ. ૬૫)એ મગનભાઈ જેરામભાઈ ટંકારીયાના પુત્ર તથા રસીકભાઈ, સુરેશભાઈ, પ્રતાપભાઈના ભાઈ તથા સંજયભાઈ, રાકેશભાઈ, દિનાબેનના પિતા તથા હરેશકુમાર સુરેશભાઈ પિઠડીયાના સસરાનું તા. ૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ કોવિડના કારણોસર ટેલિફોનીક બેસણુ તા. ૨૩ના સાંજે ૪ થી ૫ રાખેલ છે. સંજયભાઈ ટંકારીયા - ૯૪૮૪૪ ૧૭૧૭૦, પ્રતાપભાઈ ટંકારીયા - મો. ૯૯૦૪૪ ૮૫૨૩૧

અકબરભાઇ કપાસી

જસદણ :.. દાઉદી વ્હોરા મુલ્લા અકબરભાઇ રજબઅલી કપાસી (ઉ.૭ર) તે મુરતુઝાભાઇ (ગોંડલ) ફખરૂદીનભાઇ (જેસર) રેહાનાબેન (બાબરા) મુબારકાબેન (પાલીતાણા)ના પિતા તા. ર૧ મીએ વફાત પામેલ છે. મરહુમના જિયારતના સિપારા અને ચેહલુમના ફાતેહા તા. ર૩ સોમવારના રોજ સવારે ૧૧ કલાકે જેસર રાખવામાં આવેલ છે.

કુંદનબેન ભટ્ટ

મોરબીઃ મુળ પીપળીયા (નવલખી) હાલ લાલપર (મોરબી)ના રહેવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કુંદનબેન (ઉ.વ.૭પ) (નિવૃત રેલકર્મી) તે પ્રવીણચંદ્ર પોપટલાલ ભટ્ટના ધર્મપત્ની તેમજ સંજયભાઇ અને મનીષભાઇના માતુશ્રી તા.૧૪ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક (મો.૯૯ર૪૮ ૭૮૪૯ર) બેસણું રાખેલ છે.

કલ્પનાબેન ભટ્ટ

જામનગરઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ કલ્પનાબેન ઘનશ્યામભાઇ ભટ્ટ  તે પ્રભાશંકર મૂળશંકર મહેતા (ગોંડલ)ના દિકરી, નિલકંઠભાઇ ભટ્ટના માતુશ્રી તથા હાર્દિક, કુલદીપના ભાભુનું તા.૧૯ ના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના સંજોગો જોતા ટેલીફોનીક બેસણું રાખેલ છે.  તા. ર૩ સોમવાર સાંજે ૪ થી ૬, ટેલીફોન નંબર ઘનશ્યામભાઇ ભટ્ટ-૯૮રપર ૭૯૮૧૦, નિલકંઠ ભટ્ટ-૯૪ર૯૧ ૧૯૩૧૯, હાર્દિક ભટ્ટ-૭૪૦પ૬ ૪પરપ૦, કુલદીપ ભટ્ટ -૯૩ર૮૭ ૯૧૯૧૧.

હર્ષદભાઇ રાજાણી

હર્ષદભાઇ જેન્તીલાલ રાજાણી તે સ્વ. રસીકભાઈ ,સ્વ.  દિનેશભાઇ, મુકેશભાઈ, રાજુભાઈ, વજુભાઈ તથાં સ્વ.મંગળાબહેન હસુભાઇ વિઠલાણી (હસુભાઇ ચેવડા વાળા)નાં મોટાભાઇ નું તા.૧૯ નાં અવસાન થયું છે.ટેલીફોનિક બેસણું તા.૨૧ શનિવારનાં રાખેલ છે

મુકતાબેન મેર

જેતલસર : જેતપુર નિવાસી સ્વ.ભાઈલાલભાઈ હંસરાજભાઇ મેરના ધર્મપત્ની ગં.સ્વ મુકતાબેન ભાઈલાલભાઈ મેર ( ઉ. ૯૩ ) તે પ્રિતમલાલ , હરકાંતભાઈ, શિરીષભાઈ, અશોકભાઈ, મુકેશભાઈ, નવનીતભાઈ તથા સ્વ. કેતનભાઈ અને પુષ્પાબેન જોગી, કિરણબેન પડિયા તથા જયોતિબેન યોગીના માતૃશ્રી તે જેઠાલાલ અમરશીભાઈ ગરાચ ( ગોંડલ વાળા )ના દીકરી તે સ્વ.છગનલાલ જેઠાલાલ અને  રસિકભાઈ જેઠાલાલ ( મુંબઈ )ના બેન તા. ૨૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૨૧ના શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રિતમલાલ  મો. ૯૩૭૫૫૩૭૦૩૭

હરકાંતભાઇ  મો. ૯૮૨૫૦૨૧૬૨૦

શિરીષભાઈ મો. ૯૪૨૬૩૯૯૯૧૪

અશોકભાઈ મો.  ૯૪૨૮૨૨૮૦૪૯

મુકેશભાઈ મો.  ૯૮૨૪૨૩૩૮૯૦

નવનીતભાઈ મો.  ૯૮૯૮૨૧૭૦૭૩

દિપકભાઈ ગરાચ  ૯૫૧૨૬૬૦૩૭૨

રસિકભાઈ ગરાચ  ૯૮૨૧૧૧૫૫૯૩

અરૂણકુમાર દેવાણી

જૂનાગઢ : અરૂણકુમાર (બકુલભાઇ) જુઠાલાલ દેવાણી, તે સ્વ. નાથાભાઇ, સ્વ. જેન્તીભાઇ (રઘુવંશી પાન), સ્વ. સુર્યકાંતભાઇના ભાઇ તથા પિયુષભાઇ (વિનાયક સ્ટેશનરી)  અને પલ્લવી (રાજકોટ)ના પિતાનું તા. ૨૦ના રોજ અવસાન થયેલ છે, ટેલીફોનીક બેસણું તા.૨૧ના રોજ સાંજે ૪  કલાકે થી ૬ કલાકે રાખેલ છે.

કિશોરભાઇ મજીઠિયા

વાંકાનેર : સ્વ. કાંતિલાલ જશરાજભાઇ મજીઠીયાના પુત્ર કિશોરભાઇ (ઉ.વ.૭૪) તે સ્વ. અશોકભાઇ તથા વિનોદભાઇના મોટાભાઇ તેમજ દિપકભાઇ તથા બીનાબેન કે. સુચકના પિતાશ્રી તથા મયુર, ચિરાગ અને મિરલના ભાઇજી તથા યેશા અને દેવમના દાદા તથા જેતપુરવાળા સ્વ. માધવજીભાઇ છગનલાલ વસાણીના જમાઇનું તા. ૧૯ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૩ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ધુનડા (સ)ના સરપંચ પ્રવિણભાઇનું અવસાન

મોરબી : ધુનડા (સ) ગામના સરપંચ પ્રવિણભાઇ કરશનભાઇ રંગપરીયા (ઉ.વ.૫૨)નું તા. ૧૯ના રોજ અવસાન થયું છે.

અનિલભાઇ સોલંકી

જેતલસર : સ્વ. મેપાભાઇ સોલંકીના પુત્ર અનિલભાઇ (ઉ.વ.૬૨) તે સ્વ. મનજીભાઇ (રેલવે), ભરતભાઇ, દિપકભાઇના ભાઇ તેમજ કલ્પેશ અને કમલેશના પિતા તા. ૨૦ના અવસાન પામ્યા છે.

નાનજીભાઇ વાઘેલા

રાજકોટ : નાનજીભાઇ કરશનભાઇ વાઘેલા તે સ્વ. નરસીભાઇ કરશનભાઇ વાઘેલાના નાનાભાઇ તે અશ્વીન નાનજીભાઇ વાઘેલાના (૯૯૧૩૧ ૨૭૭૭૯) ના સ્વ. રેખાબેન ભાવેશકુમાર ભટ્ટી તથા ઇલાબેન નવનીતકુમાર ગુજરાતીના પિતાજી તથા દિપકભાઇ નરસીભાઇ વાઘેલાના (૯૮૭૯૦ ૦૨૦૩૪) મોટાબાપુનું તા. ૧૯ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મણીબેન મહેતા

રાજકોટ : મૂળ જસદણ નિવાસી અને હાલ રાજકોટ રહેતા સ્વ. મણીબેન ઓધવજીભાઇ મહેતા (ઉ.વ.૯૬) તે સ્વ. ઓધવજીભાઇ દામજીભાઇ મહેતાના ધર્મપત્ની, ભરતભાઇ, સ્વ. મહેશભાઇ, જગદીશભાઇ, રમાબેન હરીલાલ સાઉં અને કૈલાશબેન સતીષકુમાર જોશી (લંડન)ના માતુશ્રીનું તા. ૧૯ના અવસાન થયેલ છે. જેમણું ટેલિફોનિક બેસણું તા. ૨૩ના સાંજના ૪ થી ૫ તેમના નિવાસસ્થાન રેસકોર્ષ પાર્ક, બ્લોક નં. ૪, ફલેટ નં. ૩૦૧, એરપોર્ટ રોડ, રાજકોટ (મો. ૯૬૮૭૪ ૮૬૯૭૬, ૯૮૨૪૦ ૪૨૩૦૧, ૯૩૨૮૪ ૪૦૨૦૭) ખાતે રાખવામાં આવેલ છે.

પદ્માબેન મહેતા

રાજકોટ : લતીપુર નિવાસી હાલ બોરીવલી સ્વ. જયસુખલાલ ઓધવજી મહેતાના ધર્મપત્ની પદ્માબેન (ઉ.વ.૭૨) તેઓ નયન તથા કાવ્યકલા મહારાજ સાહેબના માતુશ્રી સ્વ. વ્રજકુવરબેન, સ્વ. જયાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. વિજયાબેન, સ્વ. જસીબેન, સ્વ. કાંતિભાઇ, અનંતભાઇના ભાભી તેઓ મોટી ભલસાણ નિવાસી સ્વ. દલિચંદ રાયચંદ મહેતાના સુપુત્રી સ્વ. રૂક્ષ્મણીબેન સ્વ. ડોલરબેન, સ્વ. ચંપાબેન, પ્રતાપભાઇ, ઇન્દીરાબેન અને સ્મિતાબેનના બેન, ભાવનાની સાસુ, ચિ. અક્ષતના દાદી તા. ૨૦ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.

વનીતાબેન મીઠાણી

રાજકોટ : અગતરાય (કેશોદ) નિવાસી સ્વ. હરિલાલ ગોકળદાસ મીઠાણીના ધર્મપત્ની વનીતાબેન હરિલાલભાઇ મીઠાણી (ઉ.વ.૭૯) તે હિતેષભાઇ, મીતાબેન મનોજકુમાર દોશી તથા હીમાંશુભાઇના માતુશ્રીનું તેમજ પૂર્વી હિતેષભાઇ મીઠાણી, સ્વ. મનોજકુમાર વિનોદભાઇ દોશી અને તેજલ હિમાંશુભાઇ મીઠાણીના સાસુ અને ચાર્મી, કૃતિકા, પૂજનના દાદીશ્રી અને રિચાના નાનીશ્રી તે મરમઠ નિવાસી હાલ મુંબઇ સ્વ. વાલજી તુલશીદાસ શેઠના પુત્રી તા. ૨૦ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક ઉઠમણું તા. ૨૩ને સોમવારે સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે. હિમાંશુભાઇ મો. ૯૮૭૯૬ ૪૦૯૦૨, હિતેષભાઇ મો. ૯૯૭૯૦ ૬૮૧૪૪, મીતાબેન (રાજકોટ) મો. ૯૭૨૬૫ ૨૮૧૧૮, રોહિતભાઇ મો. ૯૯૯૮૫ ૫૨૪૧૪, સુરેશભાઇ શેઠ (મુંબઇ) મો. ૯૮૧૯૭ ૬૦૮૬૭ છે.

રાજેશભાઇ છત્રોલા

રાજકોટ : (વાણંદ) હાલ રાજકોટ મુ. મોટી વાવડી, તા. મોરબીના રાજેશભાઇ જગદીશભાઇ છત્રોલા તે સ્વ. જગદીશભાઇ ભુરાભાઇ છત્રોલાના સુપુત્ર તથા ચંદ્રેશભાઇ, કમલેશભાઇના મોટાભાઇ તથા તન્વી, ધ્રુવી, મીતના પપ્પા અને ઉત્સવના ભાયજીનું તા. ૭ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

પ્રવિણભાઈ રાજપરા

રાજકોટઃ નિવાસી પ્રવિણભાઈ લાલજીભાઈ રાજપરા (ઉ.વ.૭૨) જે સ્વ.જયંતિભાઈ લાલજીભાઈ રાજપરા (અશ્વિન ઓઈલ કાું)ના નાનાભાઈ તેમજ સંજયભાઈ રાજપરા (કટ ધ ક્રેપ સલુન)ના પિતાશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૧ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સંજયભાઈ રાજપરા મો.૯૮૯૮૫ ૧૭૮૦૩