Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021
ભાવનગર દરજી સમાજના અગ્રણી પુરષોતમભાઇ ગોહીલનું નિધન

ભાવનગર, તા.૨૩: સમસ્ત દરજી સમાજના અગ્રણી અને દેસાઇ સઇ સુથાર જ્ઞાતિના ટ્રસ્ટી અને કાર્યકારી પ્રમુખ તેમજ સમસ્ત યુવા દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના સલાહકાર તથા દરજી સોશ્યિલ ગ્રૃપના ઉપપ્રમુખ તથા દેસાઇ સઇ સુથાર જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટીના ઉપપ્રમુખ પુરુષોતમભાઇ ભગવાનદાસ ગોહીલ(દાસભાઇ ભગવતી - શિહોરવાળા) તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે.

 

જૈન શ્રેષ્ઠી મધુભાઇ મહેતાનું મુંબઇમાં અવસાન

રાજકોટ : મુંબઇના દલપતરામ મોહનલાલ મહેતા પરિવારના જૈન શ્રેષ્ઠી મધુભાઇ કાંતિલાલ મહેતા (લંડન) તે  ઇલાબેન નલીનભાઇ મહેતા (યુ.એસ.એ.) શોભાબેન (યુ.કે.) કૌશિકભાઇ મહેતા (મુંબઇ)ના મોટા ભાઇનું તા. ર૩ ના મુંબઇમાં અવસાન થયેલ છે. સ્વ. પ્રવીણભાઇ દલપતભાઇ મહેતા, સ્વ. કનુભાઇ દલપતભાઇ મહેતા, સ્વ. પ્રમોદચંદ્ર દલપતભાઇ મહેતા, સુધીરભાઇ દલપતભાઇ મહેતા તેમજ શ્રીમતી પુષ્પાબેન પ્રવીણચંદ્ર મહેતા વગેરે પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

સ્વ. મધુભાઇ મહેતાએ ધાર્મિક, સામાજિક ક્ષેત્રે સારા કાર્યો કરીને નામના મેળવી હતી. આજની પરિસ્થિતિના અનુસંધાને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અવસાન નોંધ

અનંતભાઈ પારેખ

રાજકોટઃ મૂળ ધોરાજી નિવાસી હાલ રાજકોટ અનંતભાઈ છગનલાલ પારેખ (ઉ.વ.૬૮) તે આશાબેનના પતિ, તે સ્વ.આશિષ તથા નેન્સી અને દ્રષ્ટિના પિતાશ્રી, તે સ્વ.કાજલ તથા જલ્પેશના સસરા તા.૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે. અત્યારના કોરોના સંક્રમણને લઈને તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૫ના ગુરૂવારે બપોરે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) નેન્સી મેહતા મો.૯૧૦૬૧ ૨૨૧૫૦, જલ્પેશ મેહતા મો.૯૭૨૬૫ ૮૬૦૩૫, આશાબેન પારેખ મો.૬૩૫૧૨ ૬૦૪૯૨

જેમલભાઈ નકુમ

રાજકોટઃ નિવાસી કારડીયા રાજપુત સ્વ.જેમલભાઈ રવજીભાઈ નકુમ (ઉ.વ.૮૯)નું તા.૨૨ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે વિનોદભાઈ, હરેશભાઈ, રશીલાબેન તથા બીન્દુબેનના પિતાશ્રી, સદ્દગતનું બેસણું તા.૨૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સ્થળઃ તેમના નિવાસસ્થાને પુજારા પ્લોટ, શેરી નં.૨, રાજકોટ, રાજેશભાઈ મો.૯૪૨૬૭ ૮૩૪૧૨

વ્રજલાલ સુખાનંદી

રાજકોટઃ મુળગામ નાનડીયા હાલ રાજકોટ નિવાસી વ્રજલાલ આત્મારામ સુખાનંદી તે દિનેશભાઈના મોટાભાઈ તથા વિજયભાઈ, રવિભાઈના પિતાશ્રી, રાજુભાઈના કાકા અને કિશન, હીસાંતના દાદાનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૫ના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. રવિભાઈ મો.૮૧૪૧૯ ૧૦૧૮૪, કિશનભાઈ મો.૯૦૧૬૮ ૩૪૩૬૦

સંજયભાઈ નિમાવત

જોડિયાઃ સાધુ સ્વ. સંજયભાઈ અજીતરાય નિમાવત (ઉ.વ. ૪૭, ગામ બાદનપર, હાલ જામનગર) તે ગં.સ્વ. દક્ષાબેન અજીતરાય નિમાવતના પુત્ર તથા ગં.સ્વ. પ્રતિભાબેનના પતિ તથા કુ. હાર્દિકાના પિતા તથા અંજલી તથા અંકિતના કાકા તથા સ્વ. નટવરલાલ મગનલાલ નિમાવત તથા સ્વ. નરોતમદાસ મગનલાલ નિમાવત તથા દિલીપભાઈ મગનલાલ નિમાવતના ભત્રીજા તથા જેન્તીલાલ રઘુરામ માધવાચાર્યના ભાણેજ તા. ૨૨ મહાસુદ દસમને સોમવારના રોજ રામચરણ પામેલ છે. કોરોનાની મહામારીના કારણે લૌકિકપ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૫ને ગુરૂવારે સાંજે ૪.૦૦ થી ૫.૦૦ બરડાઈ બ્રાહ્મણ સમાજની વાડી હિંમતનગર-૫ જામનગર ખાતે રાખેલ છે. ગં.સ્વ. પ્રતિભાબેન સંજયભાઈ નિમાવત (પત્ની) મો. ૯૯૧૩૩ ૬૨૨૨૮ ગં.સ્વ. દક્ષાબેન અજીતરાય નિમાવત (માતા) ગં.સ્વ. ગીતાબેન યોગેશભાઈ નિમાવત (ભાભી) કુ. હાર્દિકા સંજયભાઈ નિમાવત (પુત્રી) મો. ૮૭૩૩૦ ૬૬૬૧૯, અંકિત યોગેશભાઈ નિમાવત (ભત્રીજા) મો. ૮૮૬૬૬ ૮૨૩૮૧ 

ચંદ્રીકાબેન બુધ્ધદેવ

ગોંડલ : ચંદ્રીકાબેન ધીરજલાલ બુધ્ધદેવ (ઉ.૬૨) તે ધીરજલાલ રામજીભાઇ બુધ્ધદેવના ધર્મપત્ની તે સ્વ.રામજીભાઇ લાધાભાઇ બુધ્ધદેવના પુત્રવધુ તેમજ રવિભાઇ, સાગરભાઇ તથા ભાવિકાબેન હાર્દિકકુમાર જોબનપુત્રા (રાજકોટ)ના માતૃશ્રી અને (મોરબીવાળા) ચીમનલાલ આનંદજીભાઇ ચંદીભમ્મરના પુત્રી તા. ૨૧ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.રર ને સોમવારે સાંજના ૪ થી ૬ રામધામ યોગીનગર-૭ ગોંડલ (મો. ૯૯૨૪૯ ૯૬૯૧૫) મુકામે રાખેલ છે.

નટુભાઇ પરમાર

ઉપલેટા : મ.ક.સ.સુ.જ્ઞાતિ નટુભાઇ બેચરભાઇ પરમાર (ઉ.૭૨) તે પરેશભાઇ તથા વનીતાબેન તથા મીનાબેન તથા પ્રજ્ઞાબેન તથા સરોજબેનના પિતાશ્રી તથા મનોજભાઇ કાંતીલાલ પરમાર અમદાવાદ વાળાના કાકાનુ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.રપ ગુરૂવારના રોજ ઉપલેટા કાલેશ્વર મહાદેવ મંદિર વિક્રમ ચોક ગાધાના પારા પાસે સાંજના ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

ભાનુબેન જોષી

ધુનડા : ચા.મ. મોઢ બ્રાહ્મણ ધુનડા (ખાનપર) નિવાસી જોષી ભાનુબેન ચુનિલાલ (ઉવ.૮૨) તે સ્વ. હરિલાલ ચુનીલાલ જોષી તથા હિંમતલાલ ચુનીલાલ જોષી તથા ઉર્મિલાબેન અનંતરાય મહેતા (વાંકાનેર) વાળાના બહેન તથા જોષી જીતેન્દ્ર હરિલાલ તથા અશોક હિંમતલાલ, બકુલ હિંમતલાલ તથા નિતિન હિંમતલાલના ફૈબાનું તા. ૨૨ના અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણુ/ બેસણુ તા. ૨૫ને ગુરૂવારે ૩:૩૦ થી ૫ :૦૦ ધુનડા (ખાન) મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રંજનબેન શીશાંગીયા

રાજકોટ : મુ. ખરેડી વાણંદ શાન્તિભાઇ ઠાકરશીભાઇ શીંશાગીયાના ધર્મપત્નિ રંજનબેનનું (ઉવ.૬૫) તા. ૨૨ના શ્રીરામચરણ પામેલ છે. તેમનુ બેસણુ તા. ૨૬ને શુક્રવારે બપોરે ૨ થી૬ ખરેડી મુકામે અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તે અશ્વિનભાઇ તથા ભરતભાઇના માતૃશ્રી તથા સ્વ. ચિમનભાઇ ઠાકરશીભાઇ તથા ધીરજભાઇ ઠાકરશીભાઇ તથા નાથાભાઇ ઠાકરશીભાઇ નાનાભાઇના ધર્મપત્નિ થાય.

મંજુલાબેન ઠાકર

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. જયંતિલાલ દલપતરામ ઠાકરના ધર્મપત્નિ મંજુલાબેન ઠાકર (ઉ.વ.૮૨) તે નિલેશભાઇ ઠાકર, વિપુલભાઇ ઠાકર, રક્ષિતાબેન, ચેતનાબેનના માતુશ્રી તેમજ સ્વ. શરદભાઇ વ્યાસ, જગદીશભાઇ વ્યાસ, ચંદ્રકાન્તભાઇ વ્યાસના બહેનનું તા. ૨૨ ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ લૌકિક ક્રિયા મુલત્વી રાખેલ છે. નિલેશભાઇ ઠાકર (મો.૯૯૭૪૦ ૫૬૮૧૨), વિપુલભાઇ ઠાકર (મો.૯૩૨૭૭ ૦૫૬૬૩) નો સંપર્ક થઇ શકશે.