Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022
અવસાન નોંધ

ગોદાવરીબેન ચૌહાણ

રાજકોટઃ સોરઠીયા રજપુત સમાજના હકાભાઈ નાનજીભાઈ ચૌહાણના માતુશ્રી  તથા ધર્મરાજના દાદીમાં ગં.સ્વ.ગોદાવરીબેન નાનજીભાઈ ચૌહાણ  (ઉ.વ.૯૦) આજરોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ને શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ સુધી સોરઠીયા રજપુત ભવન, ૧ દિપક સોસાયટી, ગાંધીગ્રામ, રૈયા ચોકડી પાસે, રૈયારોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન મશરૃ

રાજકોટઃ રમાબેન ધારશીભાઇ મશરૃ (ઉ.વ. ૮૮) જેતપુર વાળા તે કિશોરભાઇ, હંસાબેન, શારદાબેન, નયનાબેન, નીતાબેનના માતુશ્રી પ્રિતેશ, અંકિત, સ્વાતીના દાદીમા તા. ૧૯ના ગોકુલ મથુરા શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા. ર૪ના સાંજે ૪ થી પ જાગનાથ મહાદેવ મંદિર યાજ્ઞિક રોડ, રાજકોટ તથા જેતપુર બેસણું તા. રપના સાંજે ૪ થી પ નવી લોહાણા મહાજન વાડી નવાગઢ રોડ, જેતપુર, પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

સુલોચનાબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ, સુલોચનાબેન જયંતિલાલ ભટ્ટ (ઉ.વ. ૯૭) તે સુધાબેન નલિનભાઇ જોષીનાં (રેલ્વે) માતુશ્રી તેમજ રાજુભાઇ જોષી (અમદાવાદ)નાં બા, તેમજ તારાબેન, સ્વ. મુકતાબેન (મુંબઇ), સ્વ. મંગળાબેન (જેતપુર) નાં બહેન તેમજ હિરેનભાઇ (રેલ્વે) અને કુનાલભાઇનાં નાનીમાંનું તારીખ રરનાં રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૪ ને ગુરૃવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર સોસાયટી, શેરી નં. ૪, સ્ટર્લીંગ હોસ્પી. પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણાબેન દવે

રાજકોટઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ  સ્વ.પ્રવિણાબેન પ્રવિણભાઈ દવે તે પ્રવિણભાઈ જયંતિલાલ દવેના ધર્મપત્નિ તથા અમિત દવે, હિનાબેન નરેશકુમાર દવે (મુંબઈ), સોનલ જતીનકુમાર દવે (અમદાવાદ)ના માતુશ્રી, જાગૃતીબેનના સાસુ તથા મહેન્દ્રભાઈ તથા કિરીટભાઈના ભાભીનું તા.૨૨ મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ના ગુરૃવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાન ધર્મનગર સોસાયટી, શેરી નં.૨, સદ્દભાવના હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

આશીષ કારેલીયા

રાજકોટઃ સ્વ.આશિષ કારેલીયા (ઉ.વ.૩૭) તે સ્વ.પ્રવિણચંદ્ર કેશવલાલ  કારેલીયાના પુત્ર દિનેશભાઈ નાથાભાઈ કારેલીયા, જીતેન્દ્રશભાઈ, જયેશભાઈ, અજયભાઈ તથા પ્રજ્ઞાબેન નરોત્તમભાઈ મકવાણાના ભત્રીજા, લીના વિમલકુમાર, શીતલ કિશોરકુમાર, વૈશાલી હિતેષકુમારના ભાઈનું તા.૨૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ ગુરૃવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ ઈન્દ્રશ્વર મહાદેવ મંદિર  માસ્તર સોસાયટી, શેરી નં.૧૦/૧૧માં રાખેલ છે.

માવજીભાઈ બાલાસરા

રાજકોટઃ માવજીભાઈ દેવાભાઈ બાલાસરા (ઉ.વ.૫૧) (મુળ સોખડા, હાલ રાજકોટ)નું તા.૨૨ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે

કલ્પનાબેન શાહ

રાજકોટઃ મુ.ખીલોસ હાલ રાજકોટ સ્વ.ચંદ્રેશભાઈ હેમચંદ તારાચંદ શાહના ધર્મપત્નિ, વાડીલાલ સૌભાગ્યચંદ મહેતાના પુત્રી, જૈનેશભાઈ તથા અર્ચનાબેન પ્રતિકકુમારના માતુશ્રી કલ્પનાબેન (ઉ.વ.૬૭) તા.૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૫ શુક્રવાર  ૧૦:૩૦ કલાકે તેમજ પ્રાર્થનાસભા ૧૧ કલાકે રોયલપાર્ક ઉપાશ્રયે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

લલિતભાઇ ચંદારાણા

મોરબી : સ્વ. દેવચંદભાઇ મુળજીભાઇ ચંદારાણાના પુત્ર લલિતભાઇ ચંદારાણા (ઉ.વ.૭૧) તે સ્વ. અનસુયાબેનના પતિ, તથા સ્વ. ભાવેશભાઇ, અમિતભાઇ તેમજ પ્રિતીબેન ચેતનભાઇ પાટડીયાના પિતાશ્રી તથા શિતલબેન, તથા નિલીષાબેનના સસરા તેમજ રચિત, રિવાના દાદા તથા સ્વ. ભગવાનજીભાઇ ત્રિકમજી કારિયા (રાજકોટ)ના જમાઇ, તથા કિશોર અને રવિ કારિયાના બનેવીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. રપ ને શુક્રવારે જલારામ મંદિર અયોધ્યા પુરી રોડ મોરબી ખાતે સાંજે ૪.૩૦ થી પ.૩૦ રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

હેમાબેન કેસરીયા

રાજકોટ : સ્વ. વનમાળીદાસ દેવકરણ કેસરીયાના પુત્ર હસમુખભાઇના પત્નિ હેમાબેન (ઉ.વ.પ૬), તા. ર૩ ના શ્રીજીચરણ પામેલ છે તે ચંદુભાઇ, નરેન્દ્રભાઇ, તથા બીપીનભાઇના નાનાભાઇના પત્નિ તે જપુલભાઇ તથા પ્રિયંકા કૃણાલ રાયઠઠ્ઠા ના માતાશ્રી તે કલ્યાણજીભાઇ હીરજીભાઇ ઠકરાર બીલખાવાળાના પુત્રીની પ્રાર્થના સભા તા. રપ ના ૪.૩૦ થી પ.૩૦ રાષ્ટ્રીય શાળા મુકામે રાખેલ છે.

પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

હિરાબેન કારેલીયા

જેતલસર : મુળ જેતપુર, હાલ મુંબઇ નિવાસી સ્વ. મગનલાલ કેશવજી કારેલીયાના પત્ની હિરાબેન (ઉ.૯ર) તે હરસુખભાઇના માતા, મિતાબેનના સાસુ, સ્વ. છગનભાઇ હરજીભાઇ ડોડીયા (રાજકોટ) ના પુત્રીનું તા. ૧૯ ના મુંબઇ (કાંદીવલી) ખાતે અવસાન થયેલ છે.

લીલાવતીબેન લિંમ્બડ

ઉપલેટા : મચ્છુ કઠીયા સઇ સુતાર અમૃતલાલ જીવનભાઇ લિંમ્બડના પત્ની અને મનોજના માતુશ્રી લીલાવતીબેન (ઉ.૭૭) નું તા. ર૩ ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ને ગુરૃવારે બપોરના ૩.૩૦ થી પ.૩૦ સુધી રામ મંદિર નવાપરા ચોરા ઉપલેટા ખાતે રાખેલ છે.

બાલુભાઇ લકકડ

અમરેલી : અમરેલીના લાપાળિયા નિવાસી લેઉવા પટેલ બાલુભાઇ જીવરાજભાઇ લકકડ (ઉ.વ.પ૯) તે રાકેશભાઇ, લક્ષિતાબેન ગજેરાના પિતાશ્રી તથા બાબુભાઇ સ્વ. ભીખાભાઇના ભાઇ અને દિલીપભાઇ, ગીરીશભાઇ, અનિલભાઇના કાકા તા. ર૩ ના ગૌલોકવાસી થયા છે.

મયાબેન રાઠોડ

મોરબી : મોચી ડાયાભાઇ દામજીભાઇ રાઠોડ (નિવૃત તાલુકા પંચાયત)ના પત્નિ મયાબેન (ઉ.વ.૭૭) તે ગૌતમભાઇ, મિતેષભાઇ, મુકેશભાઇ તથા મિનાબેન અશ્વીનકુમારના માતુશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન મહેન્દ્રપરા શેરી નં. ૩, હનુમાનજી મંદિરવાળી શેરી મોરબી ખાતે રાખેલ છે.

જાહબાઇબેન વાળા

કેશોદ : જાહબાઇબેન ગોદડભાઇ વાળા (ઉ.વ.૧૦પ) તે કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી, રવિરાજ સ્ટોનક્રશર વાળા દડુભાઇ વાળા, વાસુરભાઇ વાળા, બાધુભાઇ વાળા અને રાવતભાઇ વાળાના માતુશ્રી તેમજ સતિષભાઇ (નગરપાલિકા કેશોદ) દિલીપભાઇ, મનિષભાઇ અને વિપુલભાઇ વાળાના દાદીમાનું તા. ર૦ ને રવિવારે  ફાગળીમાં અવસાન થયેલ છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૩૦ ને બુધવારે ફાગળી ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

દિપકભાઈ વ્‍યાસ

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ- મુળ કોલીથડ દાળીયા નિવાસી દિપકભાઈ (દુર્ગાશંકર) કરશનજી વ્‍યાસ (ઉ.વ.૯૧) (માજી આચાર્ય- દાળીયા પ્રા.શાળા) તે વ્રજલાલભાઈ, કાન્‍તીભાઈ, હસુભાઈ, સ્‍વ.નિર્મળાબેનના મોટાભાઈ તથા નવિનભાઈ (એસ.ટી.કર્મચારી- કલાકાર) તથા ભરતભાઈ (આરોગ્‍ય વિભાગ), પન્‍નાબેન, નયનાબેનના પિતાશ્રી અને પાર્થ, આદિત્‍યના દાદા તથા સ્‍વ.રમેશભાઈ ઠાકર અને નરેશભાઈ મહેતાના સસરાનું તા.૨૨ને મંગળવારના અવસાન થયેલ છે. જેમણું બેસણું તા.૨૫ને શુક્રવારે સાંજના ૩:૩૦ થી ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્‍થાને ‘ઓમ ત્રિપદા' ૩- ગીતાનગર (વેસ્‍ટ), ગાયત્રી મંદિરની પાછળ, પી એન્‍ડ ટી કોલોની પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.