Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021
જંકશનની ગરબીમાં વર્ષો સુધી સેવા આપનાર ગાયક વાલજીભાઇ ડાભીનું દુઃખદ અવસાન

રાજકોટ : લોકસાહિત્યના માણીગર  અને લગ્નગીતોના બેતાજ બાદશાહ ગણાતા વાલજીભાઇ ભગવાનજીભાઇ ડાભીનું તા. ૧૬ ના દુઃખદ અવસાન થયેલ છે. તેઓ છેલ્લા ૪૫ વર્ષથી જંકશન પ્લોટ-૧૫ ખાતે નવરાત્રી મહોત્સવ મંડળમાં સેવા આપી રહ્યા હતા. પ્રાચીન ગરબીનું નામ ઉજવળ કરવામાં તેમનો મોટોફાળો હતો. તેમ નવરાત્રી  ગરબી મંડળના સભ્યોવતી શ્રધ્ધા સુમન અર્પણ કરતા જનકભાઇ કોટકે જણાવેલ છે.

અવસાન નોંધ

મંજુલાબેન ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ ગં.સ્વ.મંજુલાબેન ગૌરીશંકર ત્રિવેદી (ઉ.વ.૮૪) તે મુકેશભાઈ (રેલ્વે એકાઉન્ટસ- વડોદરા), યોગેશભાઈ (એ.ઓ. એલઆઈસી- રાજકોટ)ના માતુશ્રીનું તા.૨૫  ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૭ને શનિવારના રોજ રાખેલ છે. મો.૯૪૨૭૨ ૦૬૯૩૬, મો.૯૪૨૭૯ ૬૪૧૫૭

પ્રભુલાલ પુરોહિત

રાજકોટઃ મોટી બાણુંગર નિવાસી (હડીયાણા ચોવીસી) હાલ રાજકોટ સ્વ.શાસ્ત્રી પ્રભુલાલ દુર્ગાશંકર પુરોહિત (ઉ.વ.૯૩) તે શશીકાંતભાઈ, અરવિંદભાઈ, હિતેન્દ્રભાઈ અને રમેશભાઈના પિતા તથા તેજસ, જય, દર્શિવ, રાજ, દેવર્ષિ અને મીતના દાદા તા.૨૪ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેણસું  તા.૨૭ના શનિવારે સવારે ૮ થી ૧૨ તથા બપોરે ૩:૩૦ થી ૬ સુધી કોવિડ-૧૯ના લીધે સરકારના નિયમને મુજબ રાખેલ છે. શશીકાંત પુરોહિત મો.૯૪૨૬૪ ૮૩૧૨૨, અરવિંદ પુરોહિત મો.૯૩૧૬૯ ૬૦૪૧૩, હિતેન્દ્ર પુરોહિત મો.૯૭૧૨૮ ૬૨૫૯૯, રમેશ પુરોહિત મો.૯૪૦૯૨ ૫૯૭૯૫

નારણભાઈ બુંદેલા

રાજકોટઃ નારણભાઈ બીરબલભાઈ બુંદેલા (ભારત પાવર લોન્ડ્રીવાળા) (ઉ.વ.૮૦), તે કેતનભાઈ (રાજબેંક) તથા સ્વ.ભાવેશભાઈના પિતા, તથા જીતીશ તથા હિમાશુંના દાદા તથા સ્વ.રૂપસીંગભાઈ તથા સ્વ.જીવણભાઈના ભાઈ તથા રાજુભાઈ, અતુલભાઈ, કમલેશભાઈ તથા વિજયભાઈના કાકાનું તા.૨૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૭ને શનિવારના રોજ બુંદેલા જ્ઞાતિની વાડી, ૨૨, જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કેતનભાઈ મો.૭૬૦૦૦ ૨૪૯૨૯, હિમાશું મો.૮૨૦૦૩ ૭૧૯૨૪

કાન્તીભાઈ મકવાણા

રાજકોટઃ કાન્તીભાઈ વિસનજીભાઈ મકવાણાનું તા.૨૪ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ૩- ભોજલરામ સોસાયટી, 'આદિત્ય' સંત કબીર રોડ, રાજકોટ મો.૯૮૨૪૨ ૨૪૫૦૩

જીતેન્દ્રભાઈ ચોટાઈ

રાજકોટઃ ઠા.જીતેન્દ્રભાઈ મુળજીભાઈ ચોટાઈ જે સ્વ.કનૈયાલાલ (પાટનગર વાળા), સ્વ.રસિકભાઈ ચેવડાવાળા, સ્વ.સૂર્યકાન્તભાઈ તથા સ્વ.નવલબેન કોટેચા, મંજુલાબેન કોટક, હીરાબેન પુજારાના નાનાભાઈ તથા કમલેશભાઈ, પારૂલબેન ઉપેન્દ્રકુમાર કોટેચા, રીટાબેન પિયુશકુમાર ઠકકરારના પિતાશ્રી અને બિનદેશભાઈના દાદા તથા સ્વ.કરશનભાઈ જુઠાભાઈ કાનાની (ખાખીજાળિયા)ના જમાઈ તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૭ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. કમલેશભાઈ ચોટાઈ મો.૯૧૦૬૭ ૦૮૬૭૮, બિનદેશભાઈ ચોટાઈ મો.૭૮૭૮૦ ૦૧૪૨૬

ચંદનબેન મેહતા

ગોંડલ : ચંદનબેન હરિલાલ મેહતા (ઉ.૯૧) કે જેઓ કિરીટભાઇ મેહતા અને કૌશિકભાઇ મેહતા તથા સ્વ.વર્ષાબેન, કલ્પનાબેન, ઉર્વશીબેન, સ્મિતાબેન, કાશ્મીરાબેન, ગીતાબેનના માતૃશ્રી અને આરતીબેન મેહતાના સાસુ તા.૨૫ના અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૨૬ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો. ૭૦૧૬૧ ૪૨૫૩૩, ૮૧૨૮૯ ૨૬૦૯૦, ૮૭૮૦૯૧૨૯૧૪)

શાંતિલાલ ભટ્ટ

વિરપુર (જલારામ) : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ શાંતીલાલ જીવણલાલ ભટ્ટ (ઉ.૮૬) તે ગીરજાશંકર જીવણલાલ ભટ્ટ (જેતપુર)ના મોટાભાઇ તથા મહેશભાઇ ભટ્ટ (યુનિયન બેંક વિરપુર), ચંદ્રકાંતભાઇ ભટ્ટ (સેન્ટ્રલ બેંક રાજકોટ), રાજેશભાઇ ભટ્ટ (સેન્ટ્રબેંક ધોરાજી), તથા હિનાબેન, શિલાબેન (રાજકોટ)ના પિતાશ્રી તેમજ નરેન્દ્રભાઇ ભટ્ટ તથા વિષ્ણુભાઇ બધેકાના સસરા તા.૨૪ને બુધવારના રોજ કૈલાશવાસી થયેલ છે. સદગતનંુ બેસણુ તા. ૨૭મીએ શનિવારના રોજ અમારા નિવાસસ્થાન દિલીપપરા શેરી વિરપુર (જલારામ) રાખેલ છે.

લાભુબેન પંડ્યા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ કોયલી હાલ રાજકોટ સ્વ. જગદીશભાઇ એન. પંડ્યાના ધર્મપત્ની ગં.સ્વ. લાભુબેન (૭૬) તે કિશનભાઇ, રશ્મીનભાઇ, સ્વ. યોગેશભાઇ, દિપકભાઇ, નલિનીબેન તથા સ્વર્ગસ્થ વિણાબેનના માતૃશ્રી તથા હાર્દિક, અમિત, કૌશલ, રૂદ્રના દાદીમાં તા. ૨૪ના કૈલાશવાસ થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણુ તા. ૨૭ને શનિવાર સાંજે ૪ થી૫ રાખેલ છે. કિશનભાઇ પંડ્યા ૯૫૩૭૮ ૭૩૭૫૮, રશ્મીકાન્તભાઇ પંડ્યા ૯૯૧૩૭ ૩૯૭૫૬, દિપકભાઇ પંડ્યા ૮૭૫૮૦ ૦૧૮૦૦, કૌશલ યોગેશભાઇ પંડ્યા ૯૩૨૮૧ ૯૪૬૩૧, નલિનીબેન યશવંતકુમાર ૮૨૩૮૩ ૨૩૪૮૭, વિણાબેન મહેશકુમાર પંડ્યા ૮૧૪૦૩ ૮૮૮૩૮ છે.

રસીદાબેન સરાવાલા

રાજકોટ : રસીદાબેન અબ્દુલહુસેન સરાવાલાનું તા. ૨૫ના અવસાન થયેલ છે. તે નુરૂદીનભાઇ ભારમલ બીલ્ડીંગના પત્ની મોહમદના માતાજી યુસુફભાઇ, અબ્દેઅલીભાઇ, મોહમદભાઇના ભાભી ઝહબીયા, અબાસભાઇ રોશન પ્લાસ્ટીકના બહેનની જયારતના સીપારા તા.૨૭ના શનીવારે બપોરે ૧૨:૩૦ વાગ્યે કુત્બી મસ્જીદમાં તથા બૈરાઓના સીપારા ઘર ઉપર રાખેલ છે.

અરવિંદભાઇ સરપદડીયા

રાજકોટ : દેવગામના રહીશ હાલ રાજકોટ સરપદડીયા અરવિંદભાઇ મનહરદાસ જે તા. ૨૫ રામચરણ પામેલ છે. મનહરદાસ જેરામદાસના પુત્ર તેમજ પ્રભુદાસભાઇ (ન્યુઝ પેપર એજન્ટ મેટોડા -ખીરસરા) નાનાભાઇ તેમજ વિવેક એ. સરપદડીયાના પિતાશ્રી થાય.

બિપીનચંદ્ર સુખાનંદી

રાજકોટ : (માણાવદર) બિપીનચંદ્ર અમૃતલાલ સુખાનંદી મનસુખભાઇ તથા મુકેશભાઇના નાના ભાઇનું અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ શનિવાર તા. ૨૭નાં સાંજે ૪ થી ૬  તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો. ૯૯૨૪૧ ૬૦૬૯૦, ૯૫૧૨૮ ૫૭૯૩૧, ૯૩૨૬૩ ૭૨૩૭૯.

મણીબેન કથીરિયા

ગોંડલઃ સ્વ. બચુભાઈ મેઘજીભાઈ કથીરિયાના પત્ની મણીબેન (ઉ.વ. ૯૨) તે રમેશભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઈ, રોહીતભાઈના માતુશ્રીનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૭ને શનિવારે સાંજે ૪ થી ૬ પટેલવાડી જેલચોક ગોંડલ રાખેલ છે.

પ્રવીણભાઈ ચૌહાણ

ધોરાજીઃ મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ પ્રવીણભાઈ ગગજીભાઈ ચૌહાણ તે સુરેશભાઈ તથા વસંતભાઈના નાનાભાઈ તથા મૌલિકભાઈના પિતાશ્રી તા. ૨૫ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. નીતિનભાઈ મો. ૯૭૩૭૭ ૯૭૧૨૦, મેહુલભાઈ મો. ૯૭૧૪૨ ૨૫૨૧૩, મૌલિકભાઈ મો. ૯૯૯૮૪ ૮૪૭૦૮

પ્રકાશભાઇ ચોવટીયા

કેશોદઃ છગનભાઇ સવજીભાઇ ચોવટીયાના પુત્ર પ્રકાશભાઇ ચોવટીયા (ઉ.વ.૪૭) જેઓ મુકેશભાઇ ચોવટીયાના મોટા ભાઇ અને ધ્રુવભાઇના પિતાનું તા.ર૪ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.ર૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન કૃષ્ણમીલ કંપાઉન્ડ કેશોદ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન જોષી

અમરેલીઃ કંડોળીયા બ્રાહ્મણ જાફરાબાદ વાળા હાલ રાજુલા નિવાસી અ.સૌ. ચંદ્રીકાબેન ભગીરથભાઇ જોષી (ઉ.વ.૬૩) તે નેહાબેન હિતેષભાઇ વ્યાસ (અમરેલી)નાં માતુશ્રી, હિતેષભાઇ અરવિંદભાઇ વ્યાસ (અમરેલી)નાં સાસુ, અરૂણભાઇ જયંતીલાલ વ્યાસ (નિવૃત કર્મચારી-જીલ્લા પંચાયત-અમરેલી)નાં બેન, તથા નિલેષભાઇ અરૂણભાઇ વ્યાસનાં ફઇ તા.ર૧ને રવીવારનાં રોજ કૈલાસવાસી થયેલ છે. સંયુકત સાદડી અરૂણભાઇ વ્યાસના નિવાસસ્થાન પિતૃકૃપા રામનગર શેરી નં. પ, બ્રાહ્મણ સોસાયટી લાઠી રોડ અમરેલી ખાતે તા.ર૭ ને શનીવારે સાંજે પ થી ૭ રાખેલ છે.

  • અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો નિર્ણય યોગ્ય : બાબા રામદેવે પીએમ મોદીને યુગ પુરુષ ગણાવતા કહ્યું કે મહાન વ્યક્તિઓના નામ પર ભાવનો અને સ્મારકોણ નામ રાખ્યા છે : ત્યારે હાલના મહાન વ્યક્તિત્વ મોદી અને તેમના નામ પરથી સ્ટેડિયમનું બામ રાખવું એમાં કઈ ખોટું નથી access_time 12:58 am IST

  • સીંગતેલમાં રૂ. ૭૫ અને કપાસીયા તેલ અને પામોલીન તેલના ભાવમાં રૂ.૧૦૦નો વધારો ઝીંકાયો access_time 4:25 pm IST

  • કર્ણાટકના સાંસદો અને પ્રધાનોને બખ્ખા : લાખો રૂ.ની નવીનક્કોર કાર લેવાની મંજૂરી : કર્ણાટકની ભાજપ સરકારે તેના પ્રધાનો અને સાંસદો માટે એક ૨૦થી ૨૨ લાખ રૂપિયા ૧૦૦ શોરૂમ ભાવની નવી મોટર કાર ખરીદવાની મંજૂરી આપી દીધી છે access_time 3:55 pm IST