Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020
સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ નલીન ઝવેરીના બહેનનું અવસાન

રાજકોટઃ જામનગર નિવાસી રંજનબેન ભરતભાઈ પાલા (ઉ.વ.૬૧) તે ભરતકુમાર હરિલાલ પાલાના ધર્મપત્નિ, તુલસીદાસ ઓધવજીભાઈના પુત્રી, તે ચંદ્રકાન્તભાઈ તેમજ નલીન ઝવેરી (પ્રમુખ સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ એન્ડ ઈન્ડસ્ટ્રી), જસુબહેન, સરલાબહેન તથા ગીતાબહેન (લંડન)ના બહેન તે ભાવેશ, જયકિશન તથા જીજ્ઞાના માતુશ્રીનું ટૂંકી બીમારી બાદ (કોરોના વાયરસને કારણે) દુઃખદ અવસાન થયેલ છે, વર્તમાન સ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે.

વાંકાનેર નાયબ મામલતદારના દાદીમા કોટડા નાયાણીના સુરજબા જાડેજાનું દુઃખદ અવસાન

વાંકાનેરઃ કોટડા નાયાણી નિવાસી સુરજબા સજ્જનસિંહ જાડેજા (ઉ.વ.૯૦) તેઓ શ્રી પ્રવિણસિંહ સજ્જનસિંહ જાડેજાના માતુશ્રી તથા પ્રદિપસિંહ રઘુવીરસિંહ જાડેજા (પોલીસ કર્મચારી ગાંધીધામ)ના કાકીમા અને હરિશ્ચંદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (મામલતદાર ઓફિસ કલાર્ક-વાંકાનેર) તથા અજયસિંહ સુરૂભા જાડેજા (નાયબ મામલતદાર વાંકાનેર)ના દાદીમા નું ૨૮/૮ના અવસાન થયું છે.  સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૫/૯ના કોટડા નાયાણી ખાતેના  તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અવસાન નોંધ

પી.એફ.ડીપાર્ટમેન્ટવાળા આસિત પંડયાનું અવસાનઃ લૌકિક ક્રિયા બંધ

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ આસિતભાઇ ઉ.પર વર્ષ (પી.એફ ડીપાર્ટ) ને સુરેશકુમાર શિવશંકર પંડયા અને કુસુમબેનનાં સુપુત્ર તેમજ કલ્પેશ, ભાવેશનાં મોટાભાઇ તથા જયોતિબેનનાં પતિ અને પરમ, જહાન્વી વૈશ્નવીનાં પિતાનું તા.૨૬ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. હાલનાં સંજોગોને ધ્યાને લઇ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મલેકાબેન

અમરેલી : મલેકાબેન ઝવઝતે ફઝલે અબ્બાસભાઇ લોકાન્ત (લાતીવાળા), ઇસ્માઇલભાઇ કાપડીયા બગસરા વાળાની દિકરી (ઉ.વ.૮૦ તે મુર્તુજાભાઇ (અમરેલી), ફાતેમાબેન (રાજૂલા), શકીનાબેન (ગોંડલ), તસ્નીમબેન (ભાવનગર) ના માતાજી તા. ર૬ ના બુધવારના રોજ વફાત થયેલ છે.હાલની પરીસ્થિતિને ધ્યાને લઇ ધાર્મિક વિધી મોકૂફ રાખેલ છે.

વલ્લભભાઇ ખોડા

વેરાવળ : મુળ તાલાલા હાલ વેરાવળ નિવાસી વલ્લભભાઇ ગીરધરભાઇ ખોડા (ઉ.૭૧) તે સ્વ. પરમાણંદભાઇ, સ્વ. મોહનભાઇ, મનસુખભાઇ, લખુભાઇના ભાઇ તથા નરેન્દ્રભાઇ (સી.એ.), પ્રકાશભાઇ, વિણાબેન ભાવનાબેનના પિતાશ્રી તેમજ નિતેશભાઇ અમલાણી, શૈલેષભાઇ લાખાણીના સસરા તથા કશીષ, માનવ, દીવાકર, ભાસ્કરના દાદાનું તા. ર૭ ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર૮ મીએ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અરવિન્દભાઇ ખીમાણી

ગોંડલઃ અરવિંદભાઇ ગોપાલજીભાઇ ખીમાણી (ઉ.વ.૭૩) તે સ્વ.ગોપાલજીભાઇ ગોરધનદાસભાઇ ખીમાણીના પુત્ર ચિરાગભાઇ (યમુના ટ્રેડર્સ વાળા) તથા એકતાબેન મનીષકુમાર રાજાણી (રાજકોટ)ના પિતા સ્વ.નંદલાલભાઇ ગોપાલજીભાઇ ખીમાણીના નાના ભાઇ તેમજ ચીમનભાઇ (રાજકોટ), હસમુખભાઇ, જગદીશભાઇના મોટાભાઇ તેમજ સ્વ.ગોકળદાસ વેલજીભાઇ નથવાણી (પાનેલી)ના જમાઇનું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક ઉઠમણું તા.ર૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮૭૯૦ ૧૦૩૦૪) રાખેલ છે.

મણીબેન બાવીસીયા

કુંકાવાવઃ ભાયાવદર (તા. કુંકાવાવ) નિવાસી મણીબેન શંભુભાઇ બાવીસીયા (ઉ.વ.૯૦) તે ખીમજીભાઇ, અરજણભાઇ, સવજીભાઇ તથા ધીરૂભાઇના માતુશ્રીનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે.

સુરેશભાઇ ગણાત્રા

રાજકોટઃ ઠા. સુરેશભાઇ દામજીભાઇ ગણાત્રા (ઉ.વ.પ૪) તે કચ્છ ગામ જંગડીયા હાલ રાજકોટ તા.ર૬ના શ્રીરામ ચરણ પામેલ છે. તે સ્વ. ઠા. દામજીભાઇ માધવજીભાઇના પુત્ર, સ્વ.રતનશી ત્રીકમદાસ (જામનગર)ના જમાઇ, દમયંતીબેનના પતિ, મોહનભાઇ (વલસાડ), મહેન્દ્ર, નરેન્દ્ર, હિતેષ, લીલાવંતીબેન, માલતીબેનના ભાઇ, વૈશાલી, ચાંદની, ખુશાલના પિતાજી તે વિમલકુમારના સસરા ઠા. પ્રતાપભાઇ રૂપારેલ, હરેશભાઇ દેપાના સાળાનું ટેલીફોનીક બેસણું તા.ર૮ના સવારે ૧૦ થી ૧ર તથા સાંજે ૪ થી ૭ વાગે રાખેલ છે.

મનહરલાલ સુખડીયા

રાજકોટઃ મનહરલાલ  રાયચંદભાઈ સુખડીયા તા.૨૭ ગુરૂવારના અવસાન પામ્યા છે. પ્રેમચંદ માણેકલાલ સુખડીયા, બાબુલાલ માણેકલાલ સુખડીયા, રાયચંદ માણેકલાલ સુખડીયા, કેવલ મનહરલાલ સુખડીયા મો.૮૭૫૮૪ ૭૪૬૫૩ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમજ ટેલિફોનીક બેસણું રાખેલ છે.

મંજુલાબેન સરવૈયા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુથાર હડિયાળાવાળા સરવૈયા પ્રભુદાસ કેશવજીના પત્ની મંજુલાબેન (ઉ.વ.૭૪) તે હરગોવિંદભાઈ, વસંતભાઈ, ગિરિશભાઈના ભાભી તથા શરલાબેન, હિતેશભાઈ, અંજુબેન, જાગૃતિબેન માતાનું તા.૨૬ને બુધવારને રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે હાલની કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રભુદાસભાઈ મો.૮૮૬૬૯ ૫૩૪૯૯, હરગોવિંદભાઈ મો.૯૬૦૧૪ ૫૪૪૯૨, વસંતભાઈ મો.૯૪૨૮૨ ૫૦૪૪૬, ગીરીશભાઈ મો.૬૩૫૨૨ ૧૭૨૦૭, હિતેશભાઈ મો.૯૯૦૪૯ ૧૫૫૫૧

પ્રફુલ્લાબેન કારીયા

જેતપુર-નવાગઢઃ હાલ રાજકોટઃ સ્વ.છોટાલાલ ગોવિંદજી કારીયાના પુત્ર ઘનશ્યામભાઇના ધર્મપત્ની પ્રફુલ્લાબેન (ઉ.૬ર) તે બાલકૃષ્ણના માતુશ્રી તે શ્યામભાઇ, પ્રમોદભાઇ તથા કીરીટભાઇના ભાભી, તે હિતેશભાઇ તથા પ્રકાશભાઇ પાઉના બહેન તા.ર૭ ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.ર૮ને શુક્રવારના રોજ રાખેલ છે. ઘનશયામભાઇ ૯૮રપર ૬૬૯ર૯, બાલકૃષ્ણ ૯૯ર૪૭ ૯૦૦૯૦, હિતેશ પાઉ ૯૮રપ૭ ૮૬૭૯૧, પ્રકાશ પાઉ ૬૩પપ૭ ૪પ૮૯૯

યતીનભાઈ શાહ

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ યતીનભાઈ કેસરીચંદ શાહ તે પ્રફુલાબેનના પતિ વુદ્રા, તુર્ષાના પિતાશ્રી હરીશભાઈ દમયંતિબેન દિનેશભાઈ છડીયા- મીનાબેન મુકેશભાઈ દેસાઈ, સ્વ.ચંદ્રીકાબેન દિનેશભાઈ તથા ઈન્દુલાલ નાનચંદ દોશીના જમાઈ, કેવલ પ્રદિપભાઈ શાહ તથા ભુષણ વસંતભાઈ દોશીના સસરાનું તા.૨૬ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સમુબેન પનારા

રાજકોટઃ મુ.લીમડી હાલ રાજકોટ વાણંદ સમુબેન ગોરધનદાસ પનારા (ઉ.વ.૮૩) તે સંજયભાઈ જયંતીભાઈ પનારા, મોરબી ભગવાનજીભાઈના ભાભી તેમજ લુણસરવાળા સ્વ.જગજીવનભાઈ, હેમુભાઈ, નટુભાઈ કલોલાના બહેનનું દુઃખદ અવસાન તા.૨૭ના રોજ થયેલ છે.  તેમનું બન્ને પક્ષનું તા.૩૧ સોમવારના રોજ ટેલીફોનીક બેસણું રાખેલ છે. સંજયભાઈ પનારા મો.૯૩૭૬૬ ૫૩૧૫૦, મોહિતભાઈ પનારા મો.૮૨૦૦૩ ૯૩૯૮૩, હેમુભાઈ કલોલા મો.૯૭૨૩૩ ૬૩૭૧૦

રમેશભાઈ ચાવડા

રાજકોટઃ રમેશભાઈ ગોવિંદજી ચાવડા તે કલ્પેશના પિતાશ્રી તથા સ્વ.ચમનભાઈના નાનાભાઈ તથા સ્વ.સરલાબેન, સ્વ.પુષ્પાબેનના મોટાભાઈ તથા નિલેશ, ભાવેશ, નયનના કાકાનું તા.૨૭ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.૨૯ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. કલ્પેશ મો.૯૦૬૭૫ ૩૨૯૮૨, ભાવેશ મો.૭૪૩૫૮ ૪૪૬૬૧, પરેશ મો.૯૭૨૬૫ ૯૨૦૮૯

લાભુબેન ગાલોરીયા

રાજકોટઃ હાલ રાજકોટ મુળ (પાટણવાવ વાળા) વાણંદ લાભુબેન મોહનભાઇ ગાલોરીયા (ઉ.વ.૭૮) તે મોહનભાઇ ગાલોરીયાના ધર્મપત્નિ તથા કીર્તીભાઇ, કિશોરભાઇ, અશોકભાઇ તથા પ્રવિણભાઇના માતુશ્રીનું અવસાન તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના રોજ  રાખેલ છે.  કીર્તીભાઇ મો.૯૭૩૭૫ ૮૭૩૨૯, કિશોરભાઇ ૯૭૨૫૬ ૦૮૧૬૦, અશોકભાઇ  ૯૮૭૯૪ ૨૯૬૮૦, પ્રવિણભાઇ ૯૯૨૪૦ ૪૮૨૩૦

હિતેષભાઇ સુરાણી

રાજકોટઃ મુળ ખાનકોટડા (કાલાવડ) નિવાસી હાલ રાજકોટ હિતેષભાઇ મગનભાઇ સુરાણીનું તા. ૨૮/૮ના અવસાન થયું છે. તેમની ઉત્તરક્રિયા ૫/૯ના ખાનકોટડા નિવાસે રાખવામાં આવી છે. હાલના સંજોગોને ધ્યાને લઇ ટેલિફોનીક બેસણું (મગનભાઇ સુરાણી-૯૦૧૬૮ ૮૨૪૬૪), કમલેશભાઇ (૯૬૮૭૩ ૪૨૮૭૪), મહેશભાઇ (૭૦૧૬૪ ૭૦૭૪૩) તથા રૂષીતભાઇ (૮૭૮૦૪ ૩૫૪૪૮) રાખેલ છે.