Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નોન રેસિડેન્સ ઇન્ડીયન (N.R.I)નું ભારતમાં રોકાણ અને વ્યવસ્થા

અત્યારે લગભગ એકથી દોઢ કરોડ મુળ ભારતીયો દુનીયામાં જુદાં જુદાં દેશોમાં પોતાના ધંધા, વ્યવસાય કે નોકરીને કારણે કાયમી ધોરણે વિદેશમાં સ્થાયી થયેલ છે. લગભગ ૧પ થી ર૦ લાખ વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશોમાં અભ્યાસ કરે છે. અને ભવિષ્યમાં કાયમી ધોરણે તેઓ ત્યાં સ્થીર થઇ જાય છે. વિદેશોમાં પોતાની આવકમાંથી મકાન, બંગલા, ઓફીસ, દુકાન ખરીદી ધંધો વ્યવસાય કરી સુખી છે. ભારતીય પ્રણાલીકા મુજબ તેઓ આવકમાંથી અમુક ભાગ બચત પણ ભવિષ્ય માટે કરતાં રહે છે.

અત્યારે કોવીડ-૧૯ ની મહામારીમાં ૧પ થી ર૦ લાખ મુળ ભારતીઓ નોન રેસીડેન્ટ ઇન્ડીયન (NIR) ભારતમાં પરત આવ્યા છે. આ સમયે તેમને વિચાર જરૂર આવેછે.  કે ભારતમાં પોતાનો ફલેટ, મકાન, બંગલો તેમજ બેંક, મ્યુચ્યુઅલ ફંડ, શેરોમાં રોકાણ હોવું જોઇએ જેથી ભારતમાં પોતાના ખર્ચાકાઢી શકે. ભારત એક એવો દેશ છે કે ભારતીય વંશજો મુશ્કેલીમાં હોય ત્યારે ભારત સરકાર તેઓને આવકારે છે. તથા તમામ મદદ કરે છે. ઘણા વર્ષો પહેલા આફ્રીકામાં સ્થાયી થયેલ અનેક શ્રીમંત ભારતીઓને ઇંદી અમીનના હુકમ મુજબ બધી જ સ્થાવર જંગમ મીલ્કતનો આફ્રિકા છોડી યુરોપ-અમેરીકા તથા ભારતમાં પહેરેલ કપડે આવવું પડેલ. આ બધુ વિચારી હવે નોનરેસીડેન્ટ ઇન્ડીયનો ભારતમાં પોતાની બચતમાંથી સ્થાવર તથા જંગમ મીલ્કતમાં રોકાણ કરવું હીતકારક સમજે છે.

N.R.I ને પણ રૂ. અઢી લાખ આવક ટેક્ષ ફ્રી મળે છે

હવે આપણે જોઇએ કે નોન રેસીડેન્સ ભારતીય કોને કહેવાય તેઓ કયા રોકાણ કરી શકે તેમજ તેઓ પરત પણ લઇશકે તેનીસ્પષ્ટતા કરીએ. જેથી N.R.I.ના  મનમાં ઉદભવતા પ્રશ્નોનો ખુલાસો થાય.

(૧) એન.આર.આઇ.કોને કહેવાય ?

નોન રેસીડેન્ટ ઇન્ડીયન જેને ટુકા નામથી N.R.I. તરીકે જાણીતું છે. કોઇ પણ ભારતીય વંશજ એટલે કે મુળ ભારતીય તેમના માતા-પિતા-દાદા-દાદી, પર દાદા-દાદી, નાના-નાની મુળ ભારતના વંશ હોય પરંતુ વર્ષોથી વિદેશમાં રહેતા હોય તેઓને પણ ભારતીય વંશજ ગણાય છે. જેને Indian Citizen શખ્સ એટલે Person of Indian Origin (PIO) નો પણ સમાવેશ થાય છે. આ રીતે પતિ અથવા પત્ની લગ્ન સાથી બંનેમાંથી એકપણ Indian Citizen હોય તેને ભારતીય ગણવામાં આવે છે. તે ઉપરાંત મુળ ઇન્ડીયન પાસપોર્ટ હોય અને ભલે તે અત્યારે જે તે દેશનો પાસપોર્ટ હોય તેને પણ ભારતીયનું ગણવામાં આવે છે તેમજ તેમને બેવડુ/ડબલ નાગરીકત્વ પણ મળે છે.જેજે Dual Citizen  અથવા Oversease Citizen Of lndia (OCS) નો પણ સમાવેશ થાય છે.

આવકવેરાના કાયદા મુજબ જો કોઇપણ વ્યકિત હિસાબી વર્ષ (૧ એપ્રિલ થી ૩૧ માર્ચ)  દરમિયાન ભારતમાં ૧૮ર દિવસથી ટુકડે-ટુકડે અથવા એકી સાથે ઓછો સમય રહેનાર વ્યકિતને નોન રેસીડેન્ટ (ફય્ત્) ગણવામાં આવે છે. આમા દરિયાથી શીપ/જહાજ ઉપર નોકરી કરનાર પણ જો ૧૮ર દિવસથી ઓછા સમય ભારતમાં હોય તેને પણ ફય્ત્ ગણવામાં આવેે.

નોન રેસીડેન્ટ ઇન્ડીયન્સ (NRI)નું  ભારતમાં રોકાણ અંગે સંક્ષિપ્તમાં વિગત

અત્યારે યુ.એસ.એ., યુરોપીયન દેશો, જાપાન, સીંગાપોર, બેન્કોક વગેરે દેશોમાં ફીકસ ડીપોઝીટો ઉપર વ્યાજ ૦% થી વધુમાં વધુ ર% વાર્ષિક વ્યાજ મળે છે. જયારે એન.આર.આઇ. ભારતમાં બેન્ક ફીકસ ડીપોઝીટ, કંપનીનાં શેરો મ્યુચ્યુઅલ ફંડ તેમજ મીલ્કતોની ભાડાની આવકની ઊપજ કરી શકે છે. જેનુ વળતર વાર્ષિક પ% થી ૭% જેવું થાય છે. તે ઉપરાંત તેઓ ભારતમાં આવે ત્યારે તે રકમ વાપરી શકે છે. અથવા પોતાની જરૂરીયાત મુજબ પાછા વિદેશોમાં લઇ શકે છે. તે બધી જ સગવડ ભારત સરકારે બધા એન. આર. આઇ. ને આપેલ છે. ભારતીય કરદાતાની જેમ એન. આર. આઇ.ને કરમુકતીનો લાભ પણ પ્રાપ્ત થાય છે. જેના ઉપર વાર્ષિક આવક રૂ. પાંચ લાખ સુધીની કરમુકતી મળે છે. જયારે બાકીની આવક ભારતીય ઇન્કમ ટેક્ષ દર મુજબ જ ભરવાનો થાય.

એન.આર.આઇ. નીચે મુજબ રોકાણ કરી શકે છે.

(૧) ભારતીય રાષ્ટ્રીયકૃત કે પ્રાઇવેટ બેન્કોમાં એફ. સી. એન. આર. ડીપોઝીટ એટલે કે ફોરેન કરન્સી નોન રેસીડેન્ટ ડીપોઝીટમાં વિદેશી ચલણ પાઉન્ડ, ડોલર, યેન કે અન્ય કોઇપણ પોતાના દેશમાં ચાલતી કરન્સીમાં ડીપોઝીટ રાખે અને તેની ઉપર મળતુ વ્યાજ સંપૂર્ણ ઇન્કમટેક્ષમાંથી કરમુકત છે. તે ઉપરાંત આ મુડી જરૂર પડયે વિદેશમાં પરત લઇ જઇ શકે છે.

(ર) ભારતીય ચલણમાં રૂપાંતર એન. આર. ઇ. એકાઉન્ટ એટલે કે નોન રેસીડેન્ટ એકસ્ટર્નલ એકાઉન્ટમાં રૂપાંતર કરીને પણ બેંક ફીકસ ડીપોઝીટ, કંપની શેરો, મ્યુચ્યલ ફંડમાં પણ રોકાણ કરી તેનું વ્યાજ-ડીવીડન્ડ આ જ ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરી શકે છે.

(૩) જો એન.આર.આઇ.ને ભારતમાંથી મીલ્કત ખરીદ કરી ભાડાની આવક વગેરે હોય તો તેઓ એન. આર. ઓ. એકાઉન્ટ એટલે કે નોન રેસીડેન્ટ ઓર્ડીનરી એકાઉન્ટ ખોલી તેમાં આવક જમા કરી શકે છે. જેમાં વ્યાજ ઉપર ૩૦% ટી. ડી. એસ. લાગે છે. પરંતુ જો એનઆરઆઇ પોતાના ધંધા કે વ્યવસાય માટે રહેતા હોય તો તેઓ પોતાનાં વિદેશમાં રહેતા મકાનનું અથવા ધંધો માટે કાયમ વિદેશોમાં મ્યુનિસીપલ ટેક્ષ બીલ, ઇલેકટ્રીક, ગેસ બીલ વગેરે કોઇપણ પુરાવો પોતાનાં નામની આપે છે. ૧૦% ટી. ડી. એસ. કપાત થશે. પરંતુ આ ટી. ડી. એસ. પણ ઇન્કમટેક્ષ રીટર્ન ભરી, ટેક્ષેબલ આવક ન હોય તો ઇન્કમટેક્ષ વિભાગ રીફંડ પણ આપે છે.

(૪) એન. આર. આઇ. એ ભારતીય ઇન્કમટેક્ષ વિભાગનું પાનકાર્ડ મેળવી લેવુ ખાસ જરૂરી છે. આ પાન કાર્ડની અરજી ઓનલાઇન પણ થઇ શકે છે. ભારતીય પાનકાર્ડ તથા આધાર કાર્ડ ધરાવતી હોય તો શેર બજાર માટે ખાતુ ખોલી શેરોમાં પણ ધંધો કે રોકાણ કરી શકે.

(પ) એન.આર. આઇ.નું ભારતમાં રોકાણ બે પ્રકારનું થાય છે.

 - જો એન. આર. આઇ. એ નાણા વિદેશમાં પરત લઇ જવા હોય તો તેને રીપેટ્રીએટન્ટ રોકાણ કહી શકે જેમા એફ. સી. એન. આર., એનઆરઆઇ રોકાણની ફીકસ ડીપોઝીટ વ્યાજ શેરનું ડીવીડન્ડ વગેરેનું રોકાણ કરી શકે અને એન. આર. આઇ. સેવીંગ ખાતામાં ડીવીડન્ડ પણ જમા થાય છે.

- જયારે NRI  પોતાનું રોકાણ વિદેશમાં ન લઇ જઇ શકે તેને નોન રીપેટ્રીએન્ટ રોકાણ કહેવામાં આવે છે.

રીપેટ્રિએશનનાં લાભો (વિદેશ પરત લઇ શકે તેવા રોકાણો) :

(૧) ખેતીની જમીન સિવાય કોઇપણ સ્થાવર મીલ્કત જેવા કે જમીન, ફલેટ, મકાનમાં રોકાણ (જેમાં મુળ રોકાણ કરેલ રકમ પરત લઇ જઇ શકે).

(ર) F.C.N.R.અથવા NRIE માં રોકાણ કરેલ બેન્ક ડીપોઝીટો.

(૩) પોર્ટ ફોલીયો ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ભારતીય લિસ્ટેડ શેર કે મ્યુચ્યુઅલ કંપની કે કોઇપણ સીકયોરીટીમાં રોકાણ.

(૪) ભારતીય પબ્લીક લીમીટેડ કંપનીઓમાં નિયમોને આધિન સીધુ વિદેશી રોકાણ (Foreign Director Investment)

નોન રીપેટ્રિએશનનાં ધોરણે રોકાણ (ભારતમાંથી પરત વિદેશી મુડીમાં પરત ન જઇ શકાય તેવું રોકાણ તથા નફો)

- ભારતમાં કોઇ પણ સ્વમાલીકી (પ્રોપરાઇટરી) અથવા ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે ધંધા, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડર્સ વગેરેમાં રોકાણ.

- NROમાં પડેલી ફીકસ ડીપોઝીટ તથા તેનું વ્યાજ.

-ખેતીની જમીન સિવાય અન્ય કોઇપણ સ્થાવર મિલ્કતમાં રોકાણનું ભાડુ.

આમ ઉપરોકત રોકાણની વ્યવસ્થા ઉપરાંત જો કોઇ NRI ભારતમાં કાયમી ધોરણે પાછા આવવા માંગતા હોય તો તેઓ તેમની વિદેશમાં રહેલ સ્થાવર તથા જંગમ મીલ્કતો બેન્ક ડીપોઝીટ, શેર વગેરેમાં પણ રોકાણ ચાલુ રાખી શકે છે. અને ભારતમાં ધંધા, વ્યાપાર ઇન્ડસ્ટ્રીઝ પણ કરી શકે છે.

NRI ભારતમાં રાખેલ રોકાણો કેટલું પરત લઇ જઇ શકશે ?

આ પ્રશ્ન લગભગ બધા એનઆરઆઇને ઉદ્ભવે છે કે ભારતમાં રોકાણ કરેલ રકમ પરત પોતાને જરૂરીયાત હોય તો વિદેશમાં પાછા કઇ રીતે લઇ જઇ શકે ? શું ભારત સરકાર ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ કે રિઝર્વેબેન્ક ઓફ ઇન્ડીયા અટકાવશે તો નહિ ને ? પરંતુ સરકારે NRI માટે ''કેપીટલ લીબરાઇઝશન કાયદો પસાર કરી નીચે મુજબની આવક'' મુડી NRI પોતાના દેશમાં પરત જરૂર હોય તો લઇ જવાની તદૃન છુટ આપેલ છે. જેમાં (૧) ચાલુ વર્ષની આવકો જેવુ કે પેન્શન ભાડુ ડીવીડન્ડ લઇ જઇ શકે છે. તેમજ જો કોઇ સ્થાવર મીલ્કતનું વેચાણ કરેલ હોય તો તેના ઉપર થતોઇન્કમટેકસ ચુકવીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી ૧પ સીબીનું સર્ટીફીકેટ મેળવીબેન્ક સમક્ષ રજુ કરી એન.આર.ઓ. એકાઉન્ટમાંથી એન.આર.ઇ. એકાઉન્ટમાં દરેક નાણાકીય વર્ષ દરમિયાન ૧૦ લાખ ડોલર સુધી પરત લઇ જ શકે છે.

(ર) આ ઉપરાંત કોઇ પણ એનઆરઆઇ પોતાના ફેમીલીની તમામ વ્યકિત દીઠ એટલે કે પતિ-પત્ની પુખ્તવયે તેમજ માયનોર બાળકના નામે દર હીસાબી વર્ષમાં ર,પ૦,૦૦૦ ડોલર સુધી વિદેશમાં લઇ જઇ શકે છે.

(૩) આવી જ રીતે કોઇ પણ ભારતીય પોતાના બાળકોને અભ્યાસ અર્થે અથવા મેડીકલ સારવાર માટે દરેક હિસાબી વર્ષ દરમિયાન ર,પ૦,૦૦૦ ડોલર મોકલી શકે છે. તેમજ વિદેશની કંપનીઓના શેર સીકયોરીટીમાં પણ રોકાણ કરવા ર,પ૦,૦૦૦ ડોલર કોઇ પણ ભારતીય રહીશ પુખ્ત ઉમરના કે માઇનોર પણ દર વર્ષે રોકાણ વિદેશમાં કરી શકે છે.

આમ ભારત સરકાર દ્વારા તમામ એનઆરઆઇને રોકાણ કરવા રોકાણ લાવવા અથવા પરત લઇ જવા માટે તેમજ ઉપરાંત તમામ ભારતીયોને વિદેશમાં પણ રોકાણ કરવાની છુટ -છુટા આપેલ છે. આમ મુળ ભારતીય વંશજ એનઆરઆઇ એ જરાપણ મુંજાયા વગર ભારતમાં રોકાણ કરી વિદેશ કરતા વધુ વ્યાજ ડીવીડન્ડ ભાડાની આવક ઉભી કરવાનો અનન્ય અવકાશ આપેલ છે જેનોન લાભ લેવો આવશ્યક છે.

આમ ભારત સરકારે ભારતીય વ઼ંશજ એનઆરઆઇ વ્યકિતઓને ભારતમાં બેંક ડીપોઝીટ, મ્યુચ્યુઅલ ફંડો તથા પબ્લીક લીમીટેડ કંપનીઓના શેરોમાં રોકાણ કરવાની તે ઉપરાંત કોઇ પણ એનઆરઆઇને પોતાનો સ્વમાલીકી અથવા ભાગીદારી પેઢીમાં ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવાનો કે વેપાર કરવાની છુટ આપેલ છે. ભારતમાં કરેલ રોકાણ તથા વ્યાજ નફો પણ પરત લઇ જવાની છુટ આપતા અનેક એનઆરઆઇ હવે ભારતમાં રોકાણ કરે છે.

ઉપરોકત વિગતો સ્પષ્ટપણે અમે જણાવી છે. તેમ છતા કોઇ પણ એનઆરઆઇને પ્રશ્ન ઉદભવતો હોય અથવા કયા રોકાણ ઉપર સારૂ વળતર મળશે તે માટે અમને ઇ-મેઇલ અમારી સાઇટમાં જણાવી શકે છે. અમે શકય હોય તેટલો વ્યાવહારીક ઉપાય જણાવીશું.

નીતિનભાઇ કામદાર

ચાર્ટડ-એકાઉન્ટન્ટ રાજકોટ

E-mail: canitinkamdar@gmail.com

Website : info@nitinkamdar.com

Mobile/Whats App

No.: (94) 98252- 17848

(11:47 am IST)