Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

આદ્યશકિતની આરાધનાથી જીવન સફળ બનાવીએ

જગત જનની મા આદ્યશકિતની આરાધના માટે તન-મનની પવિત્રતા જરૂરી છે આ માટે બીજુ કાંઇ નહી તો નવરાત્રી દરમ્યાન દરરોજ સવાર-સાંજ અર્ધો કલાક શાંત મને બેસીને એકાગ્રતા કેળવીને કરૂણામયી માની આરાધના કરવી આવશ્યક છે.

શરીરના અંગો માટે પ્રાર્થના કરી શકાય હે મા મારા શરિરના સર્વ અંગઉપાંગનું રક્ષણ કરો ને તે સર્વને દિવ્ય શકિતથી ભરીદો હે માં આદ્યશકિત આપ તો મહાઉત્સાહ આનંદ આપનાર છો અને ભયને દૂર કરનાર છો.

નવરાત્રી પર્વ આત્મ શુદ્ધિની તપ અને સાધનાનું પર્વ છે. ચૈત્ર અને આસો માસમાં આવતી નવરાત્રી આત્મશુદ્ધિ અને આત્મબળ વધારનારી બની શકે છે.

નવરાત્રી પર્વ દરમ્યાન શારિરીક માનસિક તથા ઘરની અંદર પવિત્રતા શુદ્ધતા જાળવવી જરૂરી છે. દરરોજ સવારે અને સાંજે માની આરાધના પ્રાર્થના કરવી સદવર્તન, સહવાંચન સત્કાર્ય કરવુ સાત્વિક આહાર, વાણી વર્તન અને વિચાર સંયમ કેળવવો.

મા આદ્યશકિત ભગવતી વિશ્વંભરી વિશ્વ વંદ્ય ઇશ્વારી છે દિવ્ય સ્વરૂપે સમસ્ત બ્રહ્માંડનું કલ્યાણ કરેછે. મહાશકિત આનંદ સ્વરૂપીણી પ્રેરક શકિત છે. તેમજ જીવનદાત્રી છે.

જગતજનની મા ભવાની-જગદંબા સર્વના દિલમાં શકિત સ્વરૂપે બીરાજે છે. એજમા જગદંબાની કૃપા શકિતથી નવજીવન પ્રાપ્ત થાય છે. એ જ બુદ્ધિ...એજ...ધુતિ...એજ...ગતિશ્રી મા જગદંબાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્તી કરીને સમૃદ્ધ ઉન્નત જીવન માટે નિર્મળ વૃદ્ધિ અને દ્રષ્ટિ માટે મન, શરિર અને આત્મામાં રહેલા અંશોને પ્રગટ કરવા માટે જગતજનની મા આદ્યશકિતની કૃપા પ્રાપ્ત કરવી જરૂરી બને છે.

મા શકિતના ગરબા એક ખરા અર્થમાં આરાધના બની શકે છે. અને તેના દ્વારા નવરાત્રી પર્વમાં આત્મશુદ્ધિ અને આત્મ બળ વધારવાની સાધના બનવી જોઇએ.

યાદેવી સર્વભુતેષુ શકિત રૂપેણ સંસ્થિતા નમસ્તયૈ, નમસ્તયૈ નમસ્ત યૈ નમોનમઃ

યાદેવી સર્વભેતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તયૈ ન મસ્તયૈ નમસ્તયે નમો નમ ા

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:41 am IST)