Gujarati News

Gujarati News

News of Thursday, 22nd December 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૫૧

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આઝાદી અને પ્રેમ

‘‘જયારે બે વ્‍યકિત પ્રેમમા હોય છે. ત્‍યારે આઝાદ હોય છે પ્રેમ ફરજ નથી.''

જયારે લોકો પ્રેમમાં એક બીજાને હા કહે છે ત્‍યારે તે તેઓનો નીર્ણય હોય છે. તે જવાબદારી નથી. તે કોઇ અપેક્ષા પુરી કરવા માટે નથી. તમને પ્રેમ આપવામાં આનંદ આવે છે. તેથી તમે આપો છો અને કોઇપણ ક્ષણે તમે બદલી શકો છો કારણ કે કોઇ વચન આપવામાં નથી આવ્‍યું તમે બે આઝાદ વ્‍યકિત તરીકે રહી શકો છો પ્રેમ કરો છો મળો છો પરંતુ તમારૂ વ્‍યકિતત્‍વ અને આઝાદી અકબંધ છે. આજ પ્રેમની સુંદરતા છ.ે

ફકત પ્રેમનું સૌંદર્ય નથી પ્રેમ કરતા વધારે સૌંદર્ય આઝાદીનું છે સૌદર્યનું મૂળભૂત તત્‍વ આઝાદી છે. પ્રેમ ગૌણ તત્‍વ છે આઝાદી સાથે પ્રેમ પણ સુંદર છે. એકવાર આઝાદી જતી રહે છે. તો પ્રેમ બેડોળ બની જાય છે પછી તમને આર્ય થાય છે કે આ શું થયું ? બધુ જ સૌદર્ય કયા જતુ રહ્યું ?

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:03 am IST)