Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સ્વ.ફલજીભાઇ ડાભી પરિવારની જૈમિકા ડાભીનું જન્મદિને અભિવાદન

રાજકોટ : લોકસેવક, સહકારી-ખેડૂત અગ્રણી, 'જગ તાત' સ્વ ફલજીભાઈ ડાભી પરિવારની તથા મહાત્મા ગાંધીનાં મૂલ્યો-વિચારોને વરેલા, ત્રણ દાયકાથી ખાદી-રચનાત્મક ક્ષેત્રે કાર્યરત, રાણપુર સ્થિત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ દાજીભાઈ ડાભીની તેજસ્વી પૌત્રી જૈમિકા નીરવસિંહ ડાભીનું ત્રીજા જન્મદિવસે અભિવાદન કરાયું હતું.   રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ગોવિંદસંગભાઈ ડાભી, શ્રી રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા, નિયામક ચંપકસિંહ પરમાર, આચાર્યા વીણાબેન સોલંકી, શિક્ષિકા-બહેનો, ભૂમિકાબેન ડાભી, નિવૃત તલાટી હેમંતસંગ ડાભી, હરદેવસિંહ રાણા ઉપસ્થિત રહ્યાં હતાં. 'સૌરાષ્ટ્રના સિંહ'અમૃતલાલ દલપતભાઈ શેઠના મુંબઈ સ્થિત પૌત્ર જતીનભાઈ મનુભાઈ શેઠ દ્વારા સ્થાપિત શ્રી મનુભાઈ એ. શેઠ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલનાં નાના-નાના ભૂલકાં પણ જોડાયાં હતાં. જૈમિકા જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને પોતાનાં યશસ્વી પરિવારનું નામ રોશન કરે તેવી સહુએ શુભેચ્છા પાઠવી હતી.

આલેખન 

પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:26 pm IST)