Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

(યાદેવી શકિત રૂપેણ સંસ્‍થિત)

હે! માતા અમારા હૃદયમાં ચૈતન્‍યરૂપે વસો

મા અંબા ભવાની જગદંબા, શકિત સ્‍વરૂપા જગત જનની મૈયાના નવ દિવસના અલગ અલગ સ્‍વરૂપોનો વિશેષ અર્થ રહેલો છે.

નવલી નવરાત્રીમાં નારી શકિતનો કયાંય જોટો મળે તેમ નથી  ગરવો ગુજરાતી અને ગરવો ગરબો વિશ્વ પ્રસિદ્ધ થઇ ગયા છે.

નવરાત્રીના નવલા દિનોમાં વિવેકનો ઉપયોગ કરી, માણસાઇનો મલાજો રાખી, આ પર્વમાં ચાર ચાંદ લગાવી દઇએ.

આ પર્વમાં માં દુર્ગા ભવાની માતની, માતની આરાધવા સ્‍તુતિ કરવામાં આવે છે કે, હે મા તારી કૃપા અને આશિષ અમારા પર વરસો.

આ પાવનકારી દિનોમાં અંતરના ઉંડાણથી પ્રાર્થના કરવામાં આવે છે કે, હે ! મા ા તમે અમારા હૃદયમાં ચૈતન્‍યરૂપે વસો, અને અમારા કર્મોને સાચી અને સારી દિશામા વાળો જીવનમાં કેટલીય વસ્‍તુના આપણાને ધાર્યા હોય તેવા ફળ કે લાભ પ્રાપ્‍ત થતા નથી.

દરેક જીવાત્‍માની અંદર અખંડ આયનો છે. જે આપણા સારા નરસા દરેક કર્મોનું પ્રતિબિંબ બતાવે છે. કર્મ દર્શન માટે આપણા આત્‍માને સ્‍વચ્‍છ બનાવીએ તો જ થઇ શકે.

અંતઃ કરણ પૂર્વક જીવનમાં પ્રાર્થના ભકિત જપ વગેરે જુદી-જુદી રીતે સત્‍ય સ્‍વરૂપ ધર્યનું અનુસરણ છે.

ભકિતમાં જ પરમાત્‍માને જાણવાની ઉંડી અભિપ્‍સા રહેલી હોય છે આપણી ભકિતમાં સંપૂર્ણ પણે મા જગજનની ભવાની પર વિશ્વાસ મુકવાની આતુરતા રાખી શકાય.

આપણે બીજી બધી બંધનમાંથી મુકત થયાની અને સંપૂર્ણપણે છોડી દેવાની શકિત અંતરમાંથી પ્રાપ્ત કરી, પરમાત્‍માને જેમ કરવુ હોય તેમ કરવા દેવાની આપણી તૈયારી હોવી જોઇએ એ જ પરમાત્‍મામય થવાની વિધિ્‌ વિધાન છે.

પ્રાર્થના ભકિત દ્વારા પરમ શાંતિ પ્રાપ્‍ત કરો ધૈર્ય ધરો, સમતા ધારણ કરો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:13 am IST)
  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST