Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

લાંબાગાળા તથા ટુંકાગાળાના મૂડી નફાની વિગત રોકાણો ઉપર મળતા લાભો

આવકવેરા કાયદા મુજબના ચેપ્ટર-૧૨ હેઠળ બે પ્રકારની આવક ગણવામા આવે છે

(અ) ધંધાકીય તથા વ્યવસાય આવક : જેમાં ખરીદ વેચાણ તેમજ વ્યવસાય કરતી વ્યકિતઓની આવક જે વર્ષ દરમિયાન કમાયેલ હોય તેને બીઝનેશ પ્રોફેશનલ ઇનકમ કરને પાત્ર આવક હોય છે.

(બ) મૂડી નફાની આવક : કરદાતાએ પોતાની આવકમાંથી બચત કરીને અથવા ધિરાણ લઇને પોતાના ધંધા વ્યવસાય સિવાય અન્ય કોઇપણ જગ્યાએ મૂડી રોકાણ કરીને કરેલ આવકને મૂડી નફાની આવક કેપીટલ ગેઇન ઇનકમ કહેવાય છે. આ મુડી નફામાં બે પ્રકાર છે.

(૧) ટુંકા ગાળાનો મૂડી નફો (શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન) : લીસ્ટેડ કંપનીના શેરો તેમજ ઇકવીટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડોના યુનીટ, સિકયુરીટી કોન્ટ્રાકટ, રેગ્યુલેશન એકટ હેઠળ નિર્દિષ્ટ એવા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ સિવાયની સિકયુરીટીઝ (જેમ કે બોન્ડ, ડિબેન્ચર વગેર) તેમજ ઝીરો કુપન બોન્ડનો ખરીદી વેચાણ વચ્ચેનો સમય ફકત એક જ વર્ષનો સમય છે. આમ એક વર્ષના હોલ્ડીંગ અંદર વેચાણ કરવામાં આવે તો તેને ટુંકાગાળાનો નફો કહે છે અને તેના ઉપર ફકત ૧૫% લેખે ટેક્ષ ચુકવવાનો રહે છે પરંતુ શરત એ છે કે તમામ શેરોના વ્યવહારો ઉપર સિકયુરીટી ટ્રાન્સેકશન ટેક્ષ (સીસીટી) ચુકવેલો હોવો જોઇએ એટલે કે શેરબજાર દ્વારા ખરીદ વેચાણ થયેલુ હોવુ જોઇએ. આમ ટુંકાગાળાના નફા માટે ૧ વર્ષ અંદર એટલે કે ૩૬૫ દિવસમાં ખરીદ વેચાણનો સમાવેશ થાય છે.

(ર) લાંબા ગાળાનો મૂડી નફો (લોંગ ટર્મ કેપીટલ ગેઇન) : મૂડીરૂપી મિલકત સંપાદન કર્યા પછી ત્રણ વર્ષ બાદ તેનું વેચાણ કરાય તો તેને લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય છે. આમા પણ ત્રણ ચાર વિભાગ લાંબા ગાળા નફા માટે છે.

(અ) લીસ્ટેડ કંપનીઓના શેરો તેમજ ઇકવીટી ઓરીએન્ટેડ મ્યુ.ફંડમાં રોકાણ, સિકયુરીટીઝ જે કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ હેઠળ એવા નિયત કરેલ મ્યુ.ફંડોના યુનીટમાં રોકાણ તેમજ ઝીરો કુપન બોન્ડમાં રોકાણ સમય ઓછામાં ઓછા એક વર્ષનો સમય છે. જે અગાઉ ત્રણ વર્ષનો હતો.

(બ) કોઇપણ ડેબ્ટ ઓરિએન્ટેડ ઇકવીટી ફંડના યુનીટ તેમજ ફીકસ મેચ્યુરીટી પ્લાન (એફએમપી)ના ફેઇસમાં લાંબા ગાળાની મુડી નફાની ગણતરી માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રોકાણ હોવુ જોઇએ.

(ક) અનલીસ્ટેડ કંપનીના શેરો માટે લાંબાગાળાનો મૂડી નફો કમાવવા માટે ઓછામાં ઓછુ ૨૪ માસ એટલે કે બે વર્ષ સુધી ફરજીયાત રોકાણ જાળવવુ જરૂરી છે.

(ડ) સ્થાવર મિલકતો એટલે કે જમીન, મકાન, ફલેટ, બંગલા વગેરેની પ્રવૃતિઓમાં રોકાણ આકર્ષક બનાવવા માટે અગાઉ ત્રણ વર્ષ સુધીનો હોલ્ડીંગ પીરીયડ ઘટાડી હવે બે વર્ષ એટલે કે ૨૪ માસ રાખેલ છે.

(ઇ) અન્ય કિંમતી જંગમ મિલકતો એટલે કે સોનુ, ચાંદી, ડાયમંડ, કિંમતી પથ્થરો વગેરેમાં રોકાણનો સમય ત્રણ વર્ષનો મુડી નફાની ગણતરી માટે રાખેલ છે. મુડી નફો એટલે બચત તથા રોકાણ ઉપર નફો તેના ઉપર ઇનકમટેક્ષ ઓછો હોવાથી કરદાતાઓએ લાભ લેવો જોઇએ.

- હિસાબી વર્ષ ૨૦૧૩-૧૪ સુધી કલમ ૧૧૨ની જોગવાઇઓ અનુસાર લાંબા ગાળાના મુડી નફા ઉપર આવક વેરાની હેતુસરની શેર-સિકયુરીટી તથા યુનીટ કે ઝીરો કુપન બોન્ડ હોય તો ઇન્ડેસેશનનો લાભ સાથે ૨૦%ના દરે આવકવેરો ચુકવવાને પાત્ર હતો અને જોો ઇન્ડેસેશનનો લાભ સિવાય ખરીદ વેચાણના તફાવત ઉપર ૧૦%ના આવકવેરામાં કરદાતાને પસંદ પડે તે રીતે ગણતરી કરવા માટે છુટ આપવામાં આવતી હતી પરંતુ હીસાબી વર્ષ ૨૦૧૪-૧૫ થી ઉપરોકત કલમ ૧૧૨માં સુધારો કરી એવી જોગવાઇ કરવામાં આવી કે ૧૦% ના કન્સેશનલટેક્ષનો લાભ મ્યુચ્યુઅલ ફંડના રોકાણ ઉપર મળી શકશે નહી. આ લાભ માત્ર કોઇપણ લીસ્ટેડ સિકયુરીટી કે ઝીરો કુપન બોન્ડના સંદર્ભમાં જ મળી શકશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી.

- હવે કલમ ૧૧૧એ મુજબ ટુંકાગાળાનો મુડીનફામાં ૧૫% પ્રમાણે ટેક્ષ લીસ્ટેડ કંપનીના શેર સિકયુરીટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ ચુકવેલ હોય તેવા શેરોના વેચાણ તેમજ કોઇપણ ઇકવીટી ઓરીએન્ટેડ ફંડના યુનીટ ઉપર લાગશે.

- આમ ટુંકાગાળાના સમય દિવસની આવકવેરામાં દિવસો નહી ગણતા ૧૨ મહિના અંદર ખરીદ વેચાણ કરેલ હોય તેને ગણવામાં આવે છે. જયારે ૧૨ મહિના બાદ વેચાણને લાંબા ગાળાનો નફો શેર સિકયુરીટી તથા ઇકવીટી ઓરીએન્ટેડ યુનીટ માટે ગણવામાં આવે છે.

લાંબા ગાળાની નફાની આવકમાંથી રૂ.૧ લાખ સુધી કરમુકત એટલે કે સંપુર્ણ બાદ મળશે. તેનાથી વધારાની લાંબાગાળાની રકમ ઉપર ૧૦% ટકા લેખે ટેક્ષની ગણતરી કરવાની રહે છે.

આમ અત્યારની શેરબજારની તેજીનો માહોલમાં દરેક કરદાતાઓએ એક વર્ષ પહેલા ખરીદેલા શેરો વેચાણ કરી રૂ. એક લાખનો ટેક્ષ ફ્રી નફો કમાઇ લેવો જોઇએ. તે ઉપરાંત શેરના વ્યવહારો કરતી વખતે ઇન્કમટેક્ષ ભરવાની જવાબદારી પણ ધ્યાનમાં રાખવી આવશ્યક છે.(૨૧.૩)

: આલેખન :

નીતીન કામદાર

ચાર્ટડ-એકાઉન્ટન્ટ

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

Email : info@nitinkamdar.com

(10:36 am IST)