Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શ્રાવણ સત્સંગ

ભોળાનાથ મહાદેવે વિષપાન કરી વિશ્વની રક્ષા કરી

અમૃતની પ્રાપ્તી માટે દેવોઅને અસુરોને સમુદ્રમંથન કર્યુ  તેમાંથી હલાહલ વિષ નિકળ્યું તેનાથી પ્રલય ન થાય એટલે દેવોની પ્રાર્થનાથી ભોળાનાથ મહાદેવજીએ વિષપાન કરીને વિશ્વની રક્ષા કરી.

ત્રિનયન આપે સૃષ્ટીનો નાશ થશે એવા ભયથી ડરેલા દેવ અને દાનવો ઉપર કૃપા કરી. વિષ સિંહતવન કાલકુટ નામના તે હળાહળ વિષનુ પાન કર્યુ. આથી આપના કંઠે ગળામાં જે કલ્પાયા આસીત શોભા  કરેજ છે. અહો આશ્ચર્ય છે. ભુવન-ભય-વ્યસતીતા લોકોના દુઃખનો યશ કરવો એજ ેજેનું વ્યસન છે એવા પરમેશ્વરને જગતનો ઉપરકાર કરતા પ્રાપ્ત થયેલ વિકાર પણ પ્રસંશનીય થાય છે પરોપરકાર કરતા પ્રાપ્ત થયેલ દુષણ પણ ભુષણ બને છે.

લીલાવતાર શિવની લીલાઓનો પાર નથી. તેમાં વિષમાન કરીને વિશ્વરક્ષા કરીને નીલકંઠ નામ ધારણ કર્યુ તે પણ એક અદભુત લીલા જ છે.

શાસ્ત્રોમાં ત્રણ પ્રકારની વિદ્યા દર્શાવવામાં આવી છે. અધિભુત વિધા, અધિદૈવ વિદ્યા અને આધ્યાત્મીક વિદ્યા, અધિદૈવ વિદ્યામાં અદ્રશ્ય સતાનો બોધ કરાવનાર શાસ્ત્ર આંતર  બાહ્ય જગતનો સબંધ કરાવનાર ધર્મજ્ઞાનનો સમાવેશ થાય છે.

ઇશ્વરની કૃપા તેના પ્રભાવથી જ ભકતને લડવાની શકિત મળે છે તેમ છતા કેટલીકવાર કુકર્મો સાથે લડતા લડતા ભકત થાકી પણ જાય છે.

ઇશ્વર તો આપણા સૌમાં સમાન રીતે વસેલા છે.આપણે તેનો ઉપયોગ કરી સંપુર્ણ લાભ કઇ રીતે લઇ શકીએ તે આપણા પર આધારિત છે. કેટલાક લોકો આવા સફળ થાય છે અને ઘણા જીવનભર પોતાના ભીતરમાં રહેલા પરમાત્માના અંશને ઓળખવામાં અસમર્થ હોય છે.

ઇશ્વરને સમજવાનો તેને જીવન સાથે જોડવાનો મોટો ફાયદો છે કે ભકત કોઇ જાતના ડર વીના જીવનની દરેક પરિસ્થિતિ સામે લડવા તૈયાર થઇ જાય છે.

આપણા માટે સમજવાની વાત એ છે કે પરમ કૃપાળુ પરમાત્મા સાથેનું જોડાણ તેનામાં વિશ્વાસ આપણને દરેક સંકટમાંથી બચાવી શકે છે. આપણે આપણી ભીતરમાં રહેલા પરમાત્માને ઓળખી લઇએ અને તેને ઉજાગર કરી લઇએ તો ત્યાર પછી હંમેશા ઉતમ કાર્ય જ કરીશું.

ઓમ શિવ ઓમ શિવપરાત્પર શિવ ઓમ કારેશ્વર તવ શરણમ હે શિવશંકર ભવાની શંકર ઉમા મહેશશ્વર તવ શરણમ ... ઓમ શિવ...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:20 am IST)