Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

શ્રાવણ સત્સંગ

મોક્ષધામ દ્વારિકા

ધર્મપરાયણ ચક્રવર્તી રાજા શર્માતિને ત્રણ પુત્રો હતા, ઉમાન, આનર્ત, અને ભૂરિષેણ.

રાજા શર્માતિએ ઉમાનને પૂર્વ દિશા ભૂરિષેણને દક્ષિણ દિશા અને આનર્તને પશ્ચિમ દિશાનું રાજય આપતાં કહ્યું.

પુત્રો, આ રાજય ધર્મપૂર્વક મેં ચલાવ્યું છે. જયારે જયારે દુશ્મનોના ધાડા ઉતરી આવતાં ત્યારે ત્યારે, એક વિરને શોભે  તે રીતે મેં રક્ષણ કર્યુ છે. હવે તમે પિતાની પ્રતિષ્ઠા સાંચવીને તેનું રક્ષણ કરજો.

રાજાની શિખામણ સાંભળીને વચેટ પુત્ર આનર્ત બોલ્યો, બાપુ આપે નથી તો પૃથ્વીનું પાલન કર્યુ કે નથી તો બલીષ્ઠ બનીને તેનું રક્ષણ કર્યુ.

ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આ વિશ્વમાં  કોઇ બળવાન કે નથી તો પૃથ્વીનું કોઇ રક્ષણ કરનાર, આ સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને લય કરનાર એ એક માત્ર પ્રભુને માટે મે આ કર્યુ છે. એવો અહંકાર તજીને તેમને શરણે જાઓ.

આતર્તના આ વચનો રાજા શર્માતિને બાણ જેવા આકરા લાગ્યા એથી રાજાએ પુત્રને કડવા વચન કહેતા કહયું હે ! દુબુંર્ધ તું મારો ગુરૂ બનીને શિખમણ આપવા બેઠો છ. તો જા જયાં શ્રીકૃષ્ણે પૃથ્વી સર્જી હોય ત્યાં ચાલ્યો જા જયાં મારૂ સામ્રાજય પ્રવર્તે છે. એ પૃથ્વીમાં તું રહે તો નહીં.

અનાતે પિતાનું રાજ ત્યજીને ચાલ્યો જયાં જાય ત્યા પૃથ્વી પર શર્માભિનું સામ્રાજય પ્રવર્તતુ હતું આખરે તે પૃથ્વી ત્યજી સમુદ્ર પાસે આવ્યો

સમુદ્ર પર શર્માતિનું રાજય હતું નહી, તેથી તે તેની વેણુ ઉપર રહીને તપ કરવા લાગ્યો.

અનાર્તની તપશ્ચર્યાથી પ્રસન્ન થઇને વિષ્ણુ ભગવાન દર્શન આપ્યા. અને ઇચ્છીત વર માંગવા કહ્યું પ્રભુના સાક્ષાત દર્શન થતાં અનાર્ત ર્ રોમાંચીત અને વિહવળ બની ગયો. શુધ્ધિ પ્રાપ્ત થતાં બોલ્યો હે ! જગત નિયંતા આપ વરદાન માંગવાનું કહો છો, પરંતુ આપનાથી  કાંઇ અજાણ્યુ નથી.

હે ! ભગવાન મારા પિતાએ મને તેમના સામ્રાજયમાંથી રજા આપી છે. એટલું જ નથી તેમનું જયાં સામ્રાજય પ્રવર્વતુ હોય એવી પૃથ્વીમાં નિવાસ નહી કરવા આદેશ આપ્યો છે.

અને તેથી જ સમુદ્રની રેતી પર હું વસુ છુ આપનાથી આ  અજાણ્યુ નથી હે ! દયાનિધિ આપ મારી પર પ્રસન્ન થયા એ તો મને એવી જગ્યા બતાવો કે જેના પર મારા પિતાજીનું સામ્રાજય પ્રવર્તતુ ન હોય દુઃખીજનોના દુઃખ હરનારા પ્રભુ હું આપને શરણે છું.

આનર્તની દીનવાણી સાંભળી દીનાનાથ પ્રસન્ન થયા મેઘ જેવી ગંભીર વાણી શ્રી મુખમાંથી વહેવા લાગી હે ! ભકત પૃથ્વી એક જ હોય બીજી સંભવી શકે નહી હે તપસ્વી છતાં તારી ભકિતથી સંતુષ્ઠ એવો હું તને આપેલું વચન પાળવા માટે વૈકુંઠમાંથી સોજોજન લાંબી અને સૌજોજનું પહોળી એવી ભૂમિ તને લાવી આપુ. હું એમ કહીને પ્રભુ અંર્તધ્યાન થઇ ગયા.

થોડી ક્ષણોમાં વૈકુંઠમાંથી સ જોજન લાંબી અને સો ભોજન પહોળી જમીનલઇને ભગવાન વિષ્ણુ પધાર્યા તેમણે સુદર્શન ચક્રને સમુદ્રમાં જઇને પાયો ખોદવા આદેશ આપ્યો. પાયો ખોદાઇ જતાં ભગવાને શ્રી હરિ સમુદ્ર પર મૂકી અને રાજા આનર્તને વૈકુંઠ ભૂમિ પર રાજય ચલાવવાનો આદેશ આપ્યો.

  સમુદ્ર ઉપર પૃથ્વી લાવીને અનાર્ત તો વૈકુંઠ રાજય ભોગવે છે. એવું જયારે રાજા શર્માતિએ જાણ્યુ ત્યારે તેને અચંબો થયો પરંતુ પુત્રની તપશ્ચર્યા દ્વારા પ્રભુની કૃપા આનર્તે મેળવી છે. તેવું જાણીને પુત્રના કામથી પ્રસન્ન થયા.

વૈંકુઠ ભૂમિ કે જયાં રહીને રાજા આનર્ત રાજય કરતો હતો. તે નગરી દ્વારિકા ના નામે પ્રસિધ્ધ થઇ. દ્વારિકાથી પ્રભાસતીર્થ સુધીની ભૂમિ તિર્થ ભૂમિ અને યજ્ઞભૂમિ તરીકે  પવિત્ર ગણાય છે. દ્વારિકા મોક્ષ આપનારી નગરી છે.

દ્વારિકાનો વિસ્તાર સો જોજન છે. દ્વારિકાના દર્શન કરવાથી નર-નારાયણ બને મળે છે, દ્વારિકામાં મૃત્યુ પામનાર મોક્ષને પામે છે. ભકત રૈવત ઉપર પ્રસન્ન થઇને દ્વારિકાધીશજીએ પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું ત્યારે પ્રભુ એમ વિહવળ બનીને તેમના શ્રી નયનોમાંથી પ્રેમના અશ્રુબિંદુઓ વહેવા લાગ્યા હતાં. પ્રભુના અશ્રુબિંદુઓના પ્રવાહથી ગોમતી નદીની ઉત્પતિ થઇ આવી ગોમતી નદીના દર્શન માત્રથી બ્રહ્મહત્યાનું પાપ નાશ પામે છે.

પ્રયાગમાં ત્રિવેણીનું સ્નાન કાશીમાં ગંગા સ્નાન અને ગોકુળમાં યમુના સ્નાનનું મહાત્મ્ય છે તેવું જ ગોમતી નદીના સ્નાનનું છે. ગોમતીના મહાત્મ્ય બ્રહ્માજી પણ ચાર મુખે કહી શકતા નથી. તો માનવીનો કેમ કરી શકે ?

ભગવાન દ્વારિકાધીશની કૃપા વડે કૃષ્ણભકત અનાર્તે વૈંકુંઠવાસ સ્થાપ્યું. જે ભૂમિ પાપનો નાશ અને પુણ્યનો ઉદય કરનારી છે. આ ભૂમિ પર આવેલી દ્વારિકાનગરી ગોમતીજી, રૈવતક પર્વત પ્રભાસ તીર્થ દર્શન કરવાથી પાપ મુકત થઇને વૈકુંઠને પામે છે. દ્વારિકા નામનું ઉચ્ચારણ કરવાથી પરમસુખની પ્રાપ્તિ થાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:11 am IST)