Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૪૧

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

બાળક જેવુ
‘‘જો તમે ધ્‍યાન કરશો તો બાળક જેવા બની જશો નાનકડુ ધ્‍યાન અને તમે એક તાજગી અનુભવશો અને તેની સાથે એક જાતનું બેજવાબદારી પણુ પણ આવશે બેજવાબદારી એ અર્થમાં કે તમે બીજા લોકો પ્રત્‍યેના વળગાડને સ્‍વીકારશો નહીં.''
હુ એ રીતે જોઉ છુ  કે બાળક જેવુ બનવું એ ખૂબજ મોટી જવાબદારી છે. તમે પોતાની જાત પ્રત્‍યે જવાબદાર બનવાની શરૂઆત કરો છો તમે તમારા નકાબ ઢોંગી ચહેરાઓ ઉતારવાની શરૂઆત કરો છો બીજા લોકો કદાચ વિચલીત થશે કારણ કે તેઓને તમારાથી ઘણી બધી અપેક્ષાઓ છે અને તમે તેઓને હમેશા પુરી કરતા હતા. હવે તેઓને લાગશે કે તમે બેજવાબદાર બની ગયા છો જયારે તેઓ કહે છે કે તમે-બેજવાબદાર બની ગયા છો ત્‍યારે તેઓ એટલું જ કહે છે કે તમે તેઓના નીયંત્રણની બહાર જતા રહ્યા છો તમે આઝાદ થઇ ગયા છો. તમારા સ્‍વભાવની આલોચના કરવા માટે તેઓ તેને ‘‘બાળક બુધ્‍ધી'' અથવા ‘‘બેજવાબદારીપણુ'' કહે છે.
ખરા અર્થના આઝાદીનો ઉદ્દભવ થાય છે. અને તે જવાબદાર બનો છો પરંતુ જવાબદારીનો અર્થ છે જવાબ આપવાની ક્ષમતા સામાન્‍ય અર્થના કહીએ તો તે એક ફરજ નથી જેને પુરી કરવી પડે. તે એક સંવેદનશીલતા છે પરંતુ જેટલા તમે સંવેદનશીલ બનશો તમે જોશો કે લોકો એવુ વિચારશે કે તમે બેજવાબદાર બની ગયા છો-અનેતે તમારે સ્‍વીકારવુ જ પડશે-કારણ કે તેઓની ઇચ્‍છાઓ, તેઓનું રોકાણ, સંતુષ્‍ટ નહી થાય.
ઘણીવાર તમે તેઓની અપેક્ષાઓ પુરી નહી કરો પરંતુ અહી કોઇ બીજાની અપેક્ષાઓ પુરી કરવા માટે છે પણ નહી.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(9:56 am IST)