Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૫૨

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

સમાગમ
‘‘તમારા સમાગમના અનુભવની ગહનતા જ તમારા બીજા અનૂભવની ગહનતાને નકકી કરશે. જો કોઇ વ્‍યકિત સમાગમના અનુભવની ગહનતામા ના જઇ શકે તો તે કયારેય-બીજી કોઇ વસ્‍તુની ગહનતામાં પણ ના જઇ શકે કારણ કે સમાગમએ સૌથી મૂળભૂત, સૌથી પ્રાકૃતિક અનુભવ છે.''
તમારી પ્રકૃતિ સમાગમ માટે તૈયાર છે તમારે તેના માટે કઇ શીખવાની જરૂર નથી તમેસંગીત શીખસો કારણે કે તે- તમારી અંદર નથી તેવી જ રીતે તમે નૃત્‍ય અને ચીત્રકામ શીખસો જો તે તમારી અંદર નહી હોય. સમાગમ ત્‍યા છે જે - તેની સંરચના તમારી પ્રકૃતિમાં લખાયેલી જ છે.
તેથી તમે જો સમાગમમાં ગહનતા ના મેળવી શકો કે જો ખૂબજ પ્રાકૃતિ છે- તમે કઇ રીતે સંગીતમાં ગહનતા-મેળવી શકો અને તમે કઇ રીતે નૃત્‍યમા ગહનતા મેળવી શકો ? જો તમે સમાગમમા તમારી જાતને રોકી છો તો તમે નૃત્‍યમાં  પણ તમારી જાતને રોકી રાખશો તમે કોઇપણ સંબંધમાં આગળ નહી વધી શકો કારણ કે સબંધ તમને સમાગમ તરફ લઇ જઇ શકે છે લોકો ખૂબજ ભયમુકત છે અને ખાસ કરીને આધુનિક મન ખૂબજ  ભયમુકત છે કારણ કે ઘણીબધી વસ્‍તુઓ જાણી લીધી છે અને જ્ઞાન તમને ગહન થવામાં મદદરૂપ નથી થઇ રહ્યું તે તમને ભયમુકત બનાવી રહ્યું  છે.
માનવ જાતના ઇતીહાસમાં માણસ કયારેય એટલો-ભયમુકત નહોતો.પુરૂષને ભય છે કેતે સંપૂર્ણ પુરૂષ સાબીત થશેકે નહી.સ્ત્રીને ભય છે જે તે ચરમસુખ પામી શકસે કે નહી. જો તે ચરમસુખ પામી જ ના શકે તો સારૂ છે કે સમાગમ જ ના કરવો કારણ કે તે અપમાનજનક બની જશે. અથવા તો તેને દેખાવ કરવો પડશે. અને પુરૂષ ખૂબ જ ચીંતાયુકત-અને અંદરથી થરથરે છે કે તેસ્ત્રી સામે દુનિયાનો સૌથી- મહાન પુરૂષ સાબીત થઇ શકસે કે નહી. કેવી મુર્ખાઇ ? ફકત તમારી જાત સાથે રહે, એજ પુરતું છે.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:14 am IST)