Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

નીરાશા
‘‘તમારી પાસે બધી જ વસ્તુઓ છે જે વિજ્ઞાન તમને આપી શકે તેવી આવતીકાલ તમને શું આપી શકશે જે આજે તમારી પાસે નથી?’’
અત્યાર સુધી દુનીયા ખૂબ જ મોટી આશામાં જીવતી હતી પરંતુ અચાનક બધી આશાઓ પુરી થઇ જાય છે. અને એક નીરાશા આવી જાય છ.ે મારા માટે આ ખૂબજ અગત્યનું છે મનુષ્યની ચેતનામાં આ જે કટોકટી ઉંભી થઇ છે તે ખૂબજ અગત્યની છે મનુષ્યતાને આ પૃથ્વી ઉંપરથી અદ્દશ્ય થઇ જવું પડે અથવા તો એક સંપૂર્ણ નવા અસ્તીત્વમાં રૂપાંતરીત થવુ પડે એક નવો જન્મ અને મનુષ્યની ચેતાને નવો જન્મ આપવો તે મારા કામનો એક ભાગ છે.
દુનીયાથી આ૫ણે પરાજીત થઇ ચુકયા છીએ હવે આ પૃથ્વી ઉંપર પામવા માટે બીજુ કઇ છે જ નહિ જે દ્રશ્યમાન છે. તે પામી લીધું છે તેથી આપણે અદ્રશ્યમને શોધવાની શરૂઆત કરી શકીએ હવે સમય અર્થવગરનો છે. આપણે સમયને પાર જવુ પડશે. હવે સામાન્ય જીવનમાં કોઇ આકર્ષણ તે તેનો આનંદ ગુમાવી ચુકયું છે. આપણે આપણી બધી જ ઇચ્છાઓ પુરી કરી લધી છે દરેક શકય ઇચ્છાઓ અને તે આપણને તૃપ્ત નથી કરી શકી હવે વાસ્તવીક અતૃપ્તી શકય બનશે અને આપણા વાસ્તવીક-સ્વરૂપને પામવા માટે અતૃપ્ત રહેવું તે એક મોટુ વરદાન છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:36 am IST)