Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૫પ

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ભગવાનનુ ગીત
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
‘‘આપણે બધા એકજ ગાયકના અલગ-અલગ ગીતો છીએ એકજ નર્તકની અલગ-અલગ મુદ્દાઓ છીએ.''
દરેક વ્‍યકિત ભગવાનનું એક ગીત છેઃ અલગ કોઇ સાથે સરખાવી ના શકાય તેવુ પુનરાવર્તીત ન થાય તેવું પરંતુ છતા પણ તે એક જસ્ત્રોતથી આવે છે દરેક ગીતનો પોતાનો  જ એક સ્‍વાદ છે. સુંદરતા છે, સંગીત છે. લયબધ્‍ધતા છે પરંતુ ગાયક એક જ છે.
તમે આ અનુભવવાની શરૂઆત કરો એ જ ધ્‍યાન છે પછી વિવાદો અદ્રશ્‍ય થઇ જશે ઇર્ષ્‍યા અશકય બની જશે અને હીંસાનો વીચાર નહી આવે કારણ કે આખી દુનીયામાં તમારા પ્રતિબીંબો સીવાય બીજુ કઇ જ નથી જો આપણે એકજસ્ત્રોતમાંથી જન્‍મેલા છીએ જેમ સમુદ્રના મોજાઓ પછી લડાઇ સ્‍પર્ધા અથવા ચડીયાતા દેખાવા માટે કોઇ આધાર જ નહી રહે કોઇ ચડીયાતું કે ઉતરતું નથી.
અને દરેક વ્‍યકિત એટલો અનન્‍ય છે કે એવી કોઇ જ શકયતા નથી કે તમારા પહેલા તમારા જેવો કોઇ વ્‍યકિત હોય અને તમારા પછી પણ કયારેય હોઇ ના શકે હકીકતમાં તમે પોતે પણ બે અલગ-અલગ ક્ષણમાં સમાન નથી ગઇકાલે તમે એક અલગ વ્‍યકિત હતા અને આજે બીલકુલ અલગ છો આવતીકાલે શુ હશે તે ખબર નથી. દરેક વ્‍યકિત એક પ્રવાહ જેવી છે. સતત બદલાવ, નદીના વહેણની જેમ તમે એક જ વહેણને બે વારના સ્‍પર્શિ શકો તે બદલાઇ જશે અને નદી આપણા જીવનની જ પ્રદર્શીત કરે છે.

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:29 am IST)