Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

(યાદેવી શકિત રૂપેણ સંસ્‍થિત)

દેવોની સ્‍તુતિથી જગદંબા સંતષ્‍ુઠ થયા...!

શકિત ઉપાસના માટેનો શકિત સંપ્રદાય પ્રાચિન છે. શકિતથીજ જગતની ઉત્‍પત્તિ થઇ પુરાણોની કથા મજુબ મુળ આદ્યશકિતતો એકજ છે. પરંતુ તેના સ્‍વરૂપો અનેક છ.ે

 

એમ કહે છે કે જયારે જરૂર પડી ત્‍યારે મુળ આદ્યશકિતએ આ સ્‍વરૂપો ધારણ કર્યા.

 

આ તમામ સ્‍વરૂપોમાં એક છે શાકંભરી સ્‍વરૂપ  શાકંભરી સ્‍વરૂપનું ઉપાસના પર્વ શાકંભરી નવરાત્રી શરૂ થઇ.

દેવી ઉપાસનામાં  અષ્‍ટમીથી પોષ પુનમ સુધી શાકંભરી નવરાત્રી ઉજવાય છ.ે

દેવી ભાગવતના સ્‍કંધ-૭માં દેવોએ કરેલી સ્‍તુતિ શતાશ્‍ની શાકંભરીસ્ત્રોત મળે છે.

માર્કન્‍ડેય પુરાણની દુર્ગાશકિત (ચંડીપાઠ)  ના અગીયારમા અધ્‍યાયયની તેમજ દેવીભાગવતના સાતમાં સ્‍કંઘની કથા પ્રકરણ પ્રમાણે દેવોના પ્રકાશ પુજમાંથી પ્રગટેલા મહાદેવીએ દેવોની વિનંતીથી દુર્ગમ વગેરે રાક્ષસોનો સંહાર કરીને તેમણે આરેલા ચારેય વેદ પાછા મેળવ્‍યા એટલુ જ નહી અનાવૃષ્‍ટિને કારણે સર્જાયેલ દારૂણ દુષ્‍કાળની સ્‍થિતિમાં દેવીઓ શતાક્ષીસો (સોઆંખવાળા) શાંકભરીનું સ્‍વરૂપ ધારણ કરીને આકાશમાંથી પોતાના દેહમતંથી વિવિદ પ્રકારના શાકભાજી વેરીને લોકોનું ભરણ પોષણ કર્યુ અને સૌને જીવાડવા ભગવતી શાકંભરીના દેહની કાંતિ નિલવર્સિ છે નયન નિલકમળ જેવા કમળમાં નિવાસ છે. વિવિધ પ્રકારના શાકભાજી કંદમુળ, સફળ, ફુલ પર્ણ વગેરેથી ઘેરાયેલા છ.ે

હે! પરમેશ્વરી તમે તો જગતની ભ્રાંતિસ્‍વરૂપ વિપર્ત મૂખ્‍ય કારણ છો હે શાંકભરી હે શિવે હે શતાક્ષ આપને વારંવાર વંદન સર્વ ઉપનિષદોમાં વર્ણવાયેલ રે ા દુર્ગમ અસુરને સંહારનાર હે માયાના ઇશ્વરી હે શિવે ા હે પંચકોશમાં રહેલ મા આપને વંદન છે.

પુનીવરો નિર્વીકલ્‍પ ચિત્તથી જેમનું ધ્‍યાન કરે છે. તે ઓમકારના અર્થસ્‍વરૂપવ ભુવનેશ્વરીને અમે ભજીએ છીએ.

અનંતકોટી બ્રહ્માંડના જનની દિવ્‍યસ્‍વરૂપ વાળા, દયાળુ પરમેશ્વર શતાક્ષી માતા વિના કયા સર્વેશ્વર (દેવ) પામર દીન દુખી લોકોને જોઇને રૂદન કરે છે. એકમાત્ર દેવી શાકંભરી એટલા બધા દયાળુ છ.ે કે દીન દુઃખી લોકોને જોઇને કરૂણાથી અશ્રુ સારે છ.ે

દેવોની સ્‍તુતીથી જગદંબા શાકંભરી સંતુષ્‍ટ થયા અને અસુરોએ ચોરેલા ચાર વેદ દેવોને અર્પણ કર્યા.

જગદ્‌ભ્રમ વિવર્તેક કારસણે પરમેશ્વરી  નમઃ શાકંભરી શિવે નમસ્‍તે શતલયોનો

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(10:39 am IST)
  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • ઉત્તર પ્રદેશમાં ધુમ્મસભર્યા માહોલ વચ્ચે ઠંડીનો જોરદાર ધ્રુજારો : વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરથી ઉત્તર પ્રદેશમાં ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેલ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત મળવાની નથી. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. દરમિયાન પહાડી પ્રદેશોમાં બરફવર્ષાના પગલે યુ.પી.ના અનેક જિલ્લાઓમાં ઠંડીનું મોજુ ફરી વળશે access_time 2:29 pm IST