Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમદાવાદ સાબરમતી જેલમાં ઝવેરચંદ મેઘાણી - રવિશંકર મહારાજ - સ્મૃતિ સ્થળની સ્થાપના કરાતા અભિવાદન

રાજકોટ તા.૧૩ :  ૧૯૩૦માં આઝાદીની લડત વખતે અમદાવાદ સ્થિત એતિહાસિક સાબરમતી જેલના સરદાર યાર્ડ ખાતે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રખાયેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મૂક સેવક રવિશંકર વ્યાસ ઁમહારાજઁ અને સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીના સ્મૃતિ-સ્થળની સ્થાપના ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનઁ તથા જેલ -શાસન દ્વારા થઈ છે. તે સમયે અહિ રખાયેલા મહાદેવભાઈ દેસાઈ, દેવદાસભાઈ ગાંધી, મણિલાલ કોઠારી, દરબાર ગોપાળદાસ દેસાઈ, ઁસૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા અને અન્ય મહાનુભવોની તસ્વીરો પણ સ્મૃતિરૂપે પ્રદર્શેત કરાઈ છે. ૧૯૪૫માં પ્રગટ થયેલ રવિશંકર મહારાજના જીવન અને કાર્યને આલેખતી કૃતિ ઁમાણસાઈના દીવાઁને ઝવેરચંદ મેઘાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને સાદર અર્પણ કરી હતી.

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી લોકસંત જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત તથા આર્થિક-સામાજિક રીતે વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય કરતી અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે પિનાકી મેઘાણીનું ભાવભયું અભિવાદન કરાયું હતું. ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના તત્કાલીન પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઈપીએસ), નાયબ પોલીસ મહાનિરીક્ષક એસ. કે. ગઢવી (આઈપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. એમ. કે. નાયક (આઈપીએસ) અને નાયબ અધિક્ષક પી. બી. સાપરા પ્રત્યે પણ આભાર વ્યકત થયો હતો. જૈન મુનિશ્રી સંતબાલજી દ્વારા જ પ્રેરિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદીઆશ્રમ)ના પ્રથમ પ્રમુખ રવિશંકર મહારાજ હતા જે ખાસ ઉલ્લેખનીય છે.

રવિશંકર મહારાજ-સંતબાલજીના નિકટના સાથી, સહકારી ક્ષેત્ર-ખેડૂઁત આગેવાન, ભાલ નળકાંઠા -ાયોગિક સંઘના સેવક દાજીભાઈ ફલજીભાઈ ડાભી (જવારજ), ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી અને મંત્રી હરદેવસિંહ રાણા, કારોબારી સભ્યો મનુભાઈ ચાવડા-રાજા (સુંદરીયાણા), ગગુભા ગોહિલ (કોચરીયા), ભૂપતભાઈ ધાધલ (બોટાદ) અને રાજુભાઈ પટેલ (ઓતારીયા), કારીગર સભ્યો ગીતાબેન, દિવુબેન અને શાંતુબેન, નિવૃત્ત તલાટી હેમંતસંગભાઈ ડાભી, પોપટભાઈ મેર, અનિરુધ્ઘસિંહ ચાવડા, અમૃતભાઈ મિસ્ત્રી, કેયુરભાઈ કાછીયા, કરણભાઈ ચાવડા, એકાઉન્ટ મેનેજર કલ્પેશભાઈ શાહ, વણાટ સુપરવાઈઝર રમેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.

મહાત્મા ગાંધી, કસ્તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, જૈન મુનિશ્રી સંતબાલજી, રવિશંકર મહારાજ, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, ગુલામ રસૂલ કુરેશી, કાશીબેન મહેતા, સ્વામી જ્ઞાનચંદ્રજી, સુરાભાઈ ભરવાડ, હરિવલ્લભભાઈ મહેતા, મણિભાઈ પટેલને ઉપસ્થિત સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી. ૨૯-૦૭-૨૦૧૯ના રોજ અવસાન પામેલા ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા ગ્રામસેવક, શિક્ષણવિદ, લેખક મનુભાઈ પંડિતને શ્રધ્ધાંજલી અર્પણ કરીને એમની અંતિમ ઈચ્છાને માન આપીને એમનાં અંતિમ પુસ્તક મળ્યા અમને વૈષ્ણવજનોનું વિમોચન વંચિત સમાજનાં કારીગર-બહેનનાં હસ્તે કરાયું હતું. છેલ્લા ત્રણ દાયકાથી ખાદી ક્ષેત્રે કાર્યરત સેવાભાવી ગોવિદસંગભાઈ ડાભીએ ખાદી પહેરવા અને ખરીદવા નવી પેઢીને પ્રેરણા આપી હતી.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:48 pm IST)