Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૫૦

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

તુટેલુ હ્દય
‘‘હ્દયનુ઼ તુટવુ સારૂ છે. તેને ખૂશીથી સ્વીકારો, તેને થવા દો, તેને દબાવો નહી. મનનુ કુદરતી વલણ એવું છે કે જે કઇપણ પીડાદાયક હોય તેને તે દબાવે છે. પરંતુ તેને દબાવીને તમે કઇક વિકાસ પામી રહ્યું હતું. તેનો નાશ કરો છો’’
હ્દય તુટવા માટે જ બનેલું છે એ જ તેનો ધ્યેય છે.- આંસુ઼ઓમાં ઓગળી જાય અને અદ્રશ્ય થઇ જાય, હ્દયનું-બાષ્પીભવન થાય છે. અને જયારે હ્દયનું  બાષ્પીભવન થઇ જાય છે ત્યારે જે જગ્યાએ હ્દય હતું ત્યા જ તમને ખરા હ્દયનો અનુભવ થાય છ.ે
આ હ્દય તુટવું જ જોઇએ એકવાર તેના ટુકડા થઇ જાય છે. અચાનક તમને વધારે ગહન બીજુ હ્દય જોવા મળે છ.ેડુંગળીની  તમે એક છાલ ઉંતારો તો અંદર તમને નવી છાલ જોવા મળે છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:32 am IST)