Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૫૭

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વાત
‘‘જો તમને વાત કરવાનું મન ના થાય તો ના કરો એક શબ્દ પણ એવો ના કહો જે સ્વયંભુ તમારી અંદરથી ના આવે લોકો એવું વિચારે કે તમે પાગલ છો તો તેની ચીંતાના કરો તેને સ્વીકારો તેઓ એવું વિચારે કે તમે મૂર્ખ છો તેને સ્વીકારો અને તમારી મૂર્ખતાને માણો’’
ખરી સમસ્યા એ છે કે લોકો સતત બોલ્યા કરે છે અને તેઓ જાણતા નથી કે તેઓ શેના વિશે અને શા માટે બોલી રહ્યો છે. તેઓ બોલ્યા કરે છે કારણ કે તેઓ રોકાઇ નથી શકતા પરંતુ જો તમે થોડા જાગૃત થઇ જાવ જે બધી જ બાબતો નજીવીએે અને ખરેખર કહેવા માટે કઇ છે જ નહી તો તમે અચકાશો.
શરૂઆતમાં તમને એવુ લાગશે કે તમે વાતચીત કરવાની ક્ષમતા ગુમાવી રહ્યા છો-એવુ નથી. થોડા જ સમયમાં તમે સામાન્ય વાતચીત કરવા લાગશો રાહ જુઓ અને કોઇ-જબરજસ્તીના કરો મૌન વિશે ચિંતા ના કરો વ્યકિતને ચીંતા થશે કારણ કે આખા સમાજનું અસ્તીત્વ વાતચીત ઉંપર છે.ભાષા ઉંપર છે. અને જે લોકો ભાષાનો ઉંપયોગ કરવામાં કુશળ છે તેઓ સમાજ ઉંપર રાજ કરે છે. -નેતાઓ, વિદ્વાનો- રાજનેતાઓ, લેખકો, વ્યકિતને તરત જ એવી બીક- લાગે  છે કે તેની ભાષા ઉંપરથી પકકડ છુટી જશે પરંતુ ચીંતા ના કરો મૌન એ ઇશ્વર ઉંપર પકકડ છે અને એકવાર તમે જાણી લેશો કે મૌન શું છે પછી જ તમારી પાસે કહેવા લાયક કઇક હશે.
એકવાર તમે મૌનના ઉંંડાણમાં જશો પછી જ તમારા શબ્દોમાં પહેલીવાર કોઇ અર્થ ઉંમેરાશે પછી તે ફકત શબ્દો નહી હોય. તેમાં શબ્દોથી પર પણ કઇક જોડાયેલું હશે-તેમા એક કવીતા હશે, એક નૃત્ય હશે તેમાં તમારી આંતરીક ઉંર્જા હશે.

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:32 am IST)