Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૩પ

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

અપેક્ષાઓ
‘‘જો કોઇ ઇચ્‍છાઓ નહી હોય તો તમને ખબર જ નથી શું બનશે-પછી જ ઘટનાઓ ઘટશે''
જે લોકોને મોટી મહાત્‍વાકાંક્ષાઓ છે તેઓ કયારે કૃતધ્‍નતા અનુભવી શકતા નથી કારણ કે જે કઇપણ- બને છે તે  તેઓની ઇચ્‍છાઓ સામે ખૂબ જ ઓછું છે અને તમે કૃતધ્‍ન નથી બની શકયતા તેના લીધે ઘણીબધી વસ્‍તુઓ  જે બનાવી જોઇએ તે નથી બનતી કારણ કે તે કૃતધ્‍નતાથી જ બને છે તેથી તમેવિષચક્રમાં ફરસાઇ જાવ છો તમે ઘણી બધી-ઇચ્‍છાઓ કરો છો અને તેના લીધે તમે કૃતધ્‍ન અનુભવી સકતા નથી જે કઇપણ બને છે તેને તમે નોંધી સકતા, તમે કેવળ તેને અવગણો છો અનેપછી તમે વધારે અને વધારે સંકુચીત થતા જાવ છો.
જો કોઇ ઇચ્‍છાઓ નહી હોય તો તમને ખબર જ નથી શું બનશે, પછી જ ઘટનાઓ ઘટશે તે ઘટનાઓ પહેલેથીજ થઇ રહી છે પરંતુ હવે તમે તેની નોંધ લેશો તમે ખૂબ જ-રોમાંચકતા અનુભવશો કારણ કે તે બની રહ્યું છે અને તમને તેની અપેક્ષા નહોતી જો તમે એવી અપેક્ષા રાખશો કે હું-જયારે રસ્‍તા ઉપર જતો હોય ત્‍યારે એક હજારની નોટ મને મળે અને જયારે તમને ફકત દશ રૂપીયાની નોટ મળે છે.તમે કહો છો, ‘‘હું અહી શું કરી રહ્યો છું ? '' પરંતુ જો તમને એક હજારની અપેક્ષા ના હોત તો દશ રૂપિયા પણ તમને ખૂબ જ સારા લાગત. અને જો તમે કૃતધ્‍તા અનુભવશો તો જેના દ્વારા દશ રૂપિયા આવ્‍યા છે તે જસ્ત્રોત દ્વારા દશ લાખ પણ આવી શકે છે પરંતુ તમારે હંમેશા કૃતદન રહેવું પડશે.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:00 am IST)