Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૩૭

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

બહારથી ડોકીયુ કરનાર
‘‘લોકો સંપૂર્ણ પણે નીષ્‍ક્રીય બની ગયા છ.ે તમે સંગીત સાંભળો છો પુસ્‍તક વાંચો છો તમે ફીલ્‍મ જુઓ છો-તમે કયાય સહભાગી નથી થતા ફકત જોનાર, પ્રેક્ષક બની રહો છો. આખી માનવજાત પ્રેક્ષક બનીને રહી ગઇ છે.''
જાણે કે કોઇ બીજું પ્રેમ કરી રહ્યું છે અને તમે જોઇ રહ્યા છો. આખી માનવજાત બહારથી ડોકીયુ કરનાર બની ગઇ છે. બીજુ કોઇ ક્રિયા કરી રહ્યું છે. અને તમે જોઇ રહ્યા છો. અવશ્‍ય તમે તેની બહાર છો તેથી ત્‍યા કોઇ જોડાણ નથી. કોઇ પ્રતિબધ્‍ધતા -નથી, કોઇ જોખમ નથી પરંતુ તમે કોઇ બીજાને પ્રેમ કરતા જોઇને પ્રેમને કઇ રીતે સમજી શકશો? મારૂ એવુ માનવું છે કે લોકોએ હદે પ્રેક્ષક બની ગયા છે. કે જયારે તેઓ પ્રેમ કરે છેત્‍યારે પણ પ્રેક્ષક બની રહે છે લોકોએ પ્રકાશમાં પ્રેમ કરવાનું શરૂ કર્યું છે-બધી જ લાઇટ ચાલુ રાખીને આસપાસ અરીસા લગાવીને જેથી તમે પોતાની જાતને પ્રેમ કરતા જોઇ શકો. એવા લોકો છે જેઓએ તેમના શયન કક્ષમાં કેમેરા લગાવેલા છે જેથી તેમા પોતાની જાતે દ્રશ્‍યો કેદ થઇ જાય, જેથી પછીથી તેઓ પોતાની જાતને પ્રેમ કરતા જોઇ શકો.
જયારે તમે સહભાગી થાવ છો ત્‍યારે કઇક અતાર્કીક-ઘટવાનું શરૂ થાય છે પ્રેમ કરો અને કેવળ જંગલી પ્રાણીઓ-જેવા બની રહો. જો તમે સંગીત સાંભળો છો તો નાચો-એકવાર સંગીત નૃત્‍ય બની જાય છે તો બધા જ તર્કો બાજુ પર રહી-જાય છે તર્ક હમેશા પ્રેક્ષક બની શકે છે, તે કયારેય સહભાગી નથી બની શકતું તે હમેશા સુરક્ષીત થઇને રહે છે જયા કોઇ ખતરો નથી તેવી જગ્‍યાએથી તે જુએ છ.ે
તેથી દરરોજ એવુ કઇક શોધો કે જેના વિશે-વીચાર્યા વગર તમે કરી શકો ધરતીમાં ખાડો ખોદો, તે પણ ચાલશે. સુર્યના તાપમાં પરસેવે રેબઝેબ થઇ જાવ અને ખોદો-ફકત ખોદનાર બની રહો. અલબત ખોદનાર પણ નહી પણ- ખોદવાની ક્રિયા તમારી જાતને તેમા ડુબી જવા દો સહભાગી બનો અને અચનાક જ તમેએક નવી ઉર્જા ઉદ્દભવતી જોશો
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:14 am IST)