Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૫૮

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

સ્વપ્ન
‘‘જયારે તમે ઉંંઘો, એક વસ્તુ હમેેશા તમારી ચેતનામાં રહેવી જોઇએ જયારે તમને ઉંંઘ આવે- કે બધુ જ સ્વપ્ન છે.’’
તમે આંખો ખુલ્લી રાખીને જે બધુ જુઓ છો-એ પણ સ્વપ્ન છે જે તમે બંધ આંખોથી જુઓ છો- એ પણ સ્વપ્ન છે. જીવન સ્વપ્નોથી બનેલુ છે આ જ વિચાર સાથે ઉંંઘી જાઓ જો બધુ જ સ્વપ્ન છે તો પછી ચીંતા કરવાની કોઇ જરૂર નથી.
આ જ ‘માયા’ ની વીચારધારા છે-કે દુનીયા ભ્રામક છે એવુ નથી કે દુનીયા ભ્રામક છે-તેની પોતાની વાસ્તવીકતા છે-પરંતુ આ એક વિધી છે જે તમને તમારી જાતમા સ્થીર થવા માટે મદદરૂપ થાય છે. પછી તમને કોઇ ખલેલ નહી પહોંચાડી શકે જો બધુ જ સ્વપ્ન હોય તો પછી વિચલીત થવાની કોઇ જરૂર નથી ફકત વિચારો જો તમે આ ક્ષણે-વિચારશો કે બધુ જ સ્વપ્ન છે- વૃક્ષો, રાત, રાતનો અવાજ-તમે એક અલગ જ દુનીયામાં જતા રહેશો. તમે ત્યા હશો, સ્વપ્ન ત્યા હશે અને ચીંતા કરવા માટે કઇ જ નહી હોય.
તેથી આ અભીગમ સાથે આજ રાતથી જ શરૂઆત કરો અને સવારે પણ, સૌથી પહેલા તમારે એ યાદ કરવાનું છે કે બધુ જ સ્વપ્ન છે અને દિવસમાં વારંવાર તેનું-પુનરાવર્તન કરો. અને અચાનક જ તમે શાંતી અનુભવશો.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:21 am IST)