Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ – ૨૬૧

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

દોડવુ
‘‘જો તમે લાંબા અંતર સુધી દોડી શકો તો એ એક સંપૂર્ણ ધ્યાન છે જોગીંગ, દોડવુ, તરવુ-કઇપણ કે જેમાં તમે પુરેપુરા ખોવાઇ જાવ તે ખૂબ જ સારૂ છે.’’
ફકત ક્રિયા રહે છે, તમે રહેતા નથી કારણ કે- અહંકાર ઉંદ્દભવી શકતો નથી. જયારે તમે દોડો છો, ત્યાં ફકત દોડ જ રહે છે, દોડનાર નથી અને આજ ધ્યાન છે.
જો ફકત નૃત્ય જ રહે અને નૃત્ય કરનાર નહી તો તે ધ્યાન છ.ે જો તમે  ચીત્ર બનાવો છો. અને ફકત ચીત્ર જ રહે, ચીત્રકાર ના રહે તો તે ધ્યાન છે જે કોઇપણ ક્રીયા જે સંપૂર્ણ છે. અને કરનાર અને થનાર વચ્ચે કોઇ-વિભાજન નથી તો તે ધ્યાન બની જાય છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:16 am IST)