વિવિધ વિભાગ
News of Wednesday, 21st October 2020

નોરતુ પ મું : યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

શરણમે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે

નવલી નવરાત્રીમાં મા દુર્ગા મૈયા, મહાશકિતમાની આરાધના ઉપાસના દ્વારા ગરબે ધુમતી બાળકન્યાઓ સૂર મધુર સંગીતના તાલે, વાતાવરણ ધર્મમય, બની જાય છે.

મા દુર્ગા શકિત સૌના દુઃખો દૂર કરીને સુખ પ્રદાન કરે છે

'મા તુ કાલી ને કલ્યણી રે માં જયાં જોંઉ ત્યાં જોગમાયા'

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ...

આસો માસમાં અજવાળી એકમથી નોમ સુધી નવરાત્રી પર્વની હોંશભેર ઉજવણી થાય છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે.

જેમાં શિશિર ઋતુમાં પોષ નવરાત્રી, વસંત ઋતુમાં ચૈત્રી નવરાત્રી, ચોમાસામાં એટલે કે વર્ષાઋતુમાં અષાઢી નવરાત્રી અને શરદ ઋતુની આસો માસની નવરાત્રી પર્વ, આવે છે.

આસો માસની નવરાત્રીનો મહિમા દેશભરમાં ખૂબ મોટો મહિમા ધરાવે છે.

મા દુર્ગા એટલે કે, દુર્ગતી અને દુર્ભાગ્યથી બચાવનારી દૈવી શકિત છે.

મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. મહિષાસૂર મર્દિની, કુમાર દેવીના રૂપમાં છે. આ દેવીમા વિંધ્યવાસીની પણ છે. શકિત ઉપાસનાની પ્રાંચિન પરંપરા છે.

દેવતાઓની રક્ષા કાજે મહાદેવી દૂર્ગા દ્વારા અનેક રાક્ષસો અને દાનવોનો સહાર કરવામાં આવ્યો. દેવી મહાત્મ્યનાં શ્લોક સપ્તશતિ તરીકે ઓળખવામાં આવે છે.

મહાશકિતના રૂપમાં દુર્ગાની મૂર્તિ જોવા મળે છે, તે અતિ સુંદર હોય છે. એટલે ત્રિપુટ સુંદરી પણ કહેવાય છે. વિવિધ અસ્ત્રો શસ્ત્રો ધારણ કરેલા મહાદેવીનું વાહન સિંહ છે.

એમ કહે છે કે ભગવાન રામે આસો નવરાત્રીમાં દુર્ગા પૂજા કરી હતી. અને દેશનો આ ઉત્સવ અનેરો છે.

દુર્ગેસ્મૃતા હરસિ ભીતિયશેષજન્તોઃ

સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતિવ શુભા દદાસિ.

દારિદ્રપ - દુઃખ ભય હારિણી કા તદત્યા,

સર્વો પકાર કરણાય સદાદ્રચિતા

સર્વ મંગલમાગલ્યેં  શિવે સર્વાર્થ સાધિકે

શરણયે ત્ર્યંબકે ગૌરી નારાયણ નમોઃસ્તુતે....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:24 am IST)