વિવિધ વિભાગ
News of Friday, 5th March 2021

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

 

પ્રશ્નઃ વિભિન્ન ધ્યાન વિધિઓમાં મૌનનો દશ મિનીટ અથવા પંદર મિનીટનો સમય ઓછો લાગે છે.

જેને પણ ધ્યાન લાગશે તેને ખુબ જ ઓછો સમય લાગશે. જેને નહી લાગે તેને ખુબ જ વધારે લાગશે. અહી બંને બાજુના લોકો છે. જેમને નહી લાગે તેને એવું લાગશે કે ખબર નથી. દશ મીનીટ કેટલી લાંબી થઇ ગઇ. જેને લાગશે તેને લાગશે કે આ તો હજી શરૂઆત જ થઇ અને હમણાં જ પુરૂ થઇ ગયું કેમ કે આપણા આનંદની સાથે જ સમય સંકોચાઇ છે. સમય કોઇ વાસ્તવીક વસ્તુ નથી. સમય આપણા અનુભવ ઉપર આધારીત છે. કંડીશનલ છે. જેટલુ ં સુખ છે, સમય એટલો નાનો થઇ જાય છે જેટલુ દુઃખ હોય છે સમય એટલો લાંબો થઇ જાય છે. ઘડીયાળનો કાંટો તો એમ જ ફરતો રહે છે. પરંતુ હ્ય્દયનો કાંટો પણ છે અને તે સુખ અને દુઃખની સાથે તેમની ગતિમાં અંતર પડે છે. જયારે તમે સુખી હોવ છો. ક્ષણ હવામાં ઉડી જાય છે. જયારે તમે દુઃખી હોવ છો તો ક્ષણ પણ પથ્થર જેવી લાગે છે તે હટતી નથી.

તો જેમને ધ્યાન થઇ રહયું છે તેમને તો પંદર મિનીટ પણ ઓછી છે. થોડા દિવસોમાં દશ કલાક પણ ઓછી લાગશે અને એટલા માટે ધ્યાનમાં અલગથી બેસવાની જરૂર નહી રહે. પછી તો ચોવીસ કલાક જ ધ્યાન ચાલતુ લાગશે. ઉઠતા બેઠતા કામ કરતા તે રસ, તે આનંદ ફેલાવા લાગે છે પછી તો દશ જીંદગી પણ નાની લાગશે.

આ મારા ખ્યાલમાં છે કે દશ મીનીટ ખુબ જ ઓછી છે. પરંતુ અહી તો આપણે પ્રયોગને સમજી રહયા છીએ. ઘરે તમે દશ મીનીટથી વધારે કરી શકો છો. પંદર મીનીટ, વીસ મીનીટ, અર્ધો કલાક જેટલી તમારી સુવિધા હોય એટલું તમે ચોથુ ચરણ વધારી શકો છો. પહેલા ત્રણ ચરણ દશ મીનીટથી વધારે વધારવાના નથી. પહેલા ત્રણ ચરણ ૩૦ મીનીટ વધારેમાં વધારે તેનાથી વધારવાના નથી. ચોથુ ચરણ તમે જેટલું ઇચ્છો તેટલુ વધારી શકો છો. કેમ કે પ્રતીક્ષાનું ચરણ છે. કરવાનું ચરણ નથી. ત્રણ ચરણ કરવાના છે. તે તમારી મનુષ્યની જે સામાન્ય સ્થિતિ છે. તેના હિસાબથી નક્કી કરેલ છે. તે દશ મિનીટથી વધારે નહી કોઇ પણ ચરણ પરંતુ ચોથુ ચરણ તમે જેટલું લંબાવી શકો તેટલું લંબાવી શકો.

અને ધ્યાન જેવું ગહેરૂ થશે અર્ધી કલાક, કલાક સુધી ચોથા ચરણમાં વિતી શકે. સહેલાઇથી વિતી જાશે. ખબર પણ નહી પડે. કયારે પસાર થઇ ગઇ તે તમે ઘરે પ્રયોગ કરી શકો. અહીં તો પંદર મિનીટમાં જ પુરૂ કરવુ  પડશે. કેમ કે ઘણા લોકો છે. તે બધા લોકોનું ધ્યાન રાખવું જરૂરી છે. પછી આપણે અહી માત્ર સમજવાનું છે. સાચો પ્રયોગ તો તમે અહીથી જઇને પછી કરવાના છો.

ઓશો

ધ્યાન દર્શન

સંકલન : સ્વામી સત્યપ્રકાશ-

૯૪૨૭૨-૫૪૨૭૬

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજનીવિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

 

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલનઃ

સ્વામિ સત્યપ્રકાશ

૯૪ર૭ર પ૪ર૭૬

(10:15 am IST)