વિવિધ વિભાગ
News of Friday, 20th August 2021

શ્રાવણ સત્સંગ

સુખ શાંતિ ઐશ્વર્યના ભંડાર સદાશિવ

પરમકૃપાળુ પરમાત્મા એટલે ભોળનાથ મહાદેવએ જલ્દી રીઝે એવા દેવાધિદેવ છે.

ગંગાજીને જટામાં ધારણ કરનારા અંગ ઉપર ભભૂત લગાવનાર ત્રીનેત્ર ત્રિશુલ ડમરૂ અને વ્યાધચર્ય ગ્રહણ કરનાર એવા દેવ છે.

કૈલાસમાં નિવાસ કરનારા પાર્વતી પતિ એવા સરળ અને ભોળા છે કે તેઓ સહેજમાં રીઝી જાય છે.

સમુદ્ર મંથન વખતે જે વિષ પ્રકટ થયું તેનાથી દેવદેવીઓ દાઝવા લાગ્યા સૌએ આ ઝેર મહાદેવજીને આપવા કહ્યું અને મહાદેવજી સૌની વાત માનીને ભયંકર ઝેર પી ગયા એ ઝેરને લીધે જ એમનો કંઠ નીલો થઇ ગયો આથી જ સદાશિવ નિલકંઠ પણ કહેવાયા.

આપણા રાષ્ટ્રમાં ગામેગામ મહાદેવજીનું મંદિર હોય છે.

મહા માસની અંધારી ચૌદશએ મહાદેવજીની અતિપ્રિય રાત્રી મનાય છે તેથીજ તેને મહા શિવરાત્રી કહેવામાં આવે છે.

કરચરણ કૃત વાકકાયજં કર્મજ વા

શ્રવણ નયન જ વા માનસ વાપરાદ્દ્મ ા

વિહિતમ વિહિત વા સર્વમેત ત્ક્ષક્ષસ્ય

જય જય કરૂણાબ્ધે  શ્રી મહાદેવશંભો!

સદાશિવજીના મસ્તક પરની ગંગાને જ્ઞાનની ગંગા પણ કહેવામાં આવે છે.

જંગલમાં એક ભલો શિકારી હતો. તે શિકાર કરીને અને ચોરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતો એક સમયે એવુ થયું કે તેને ઘણા સમય  સુધી શિકાર મળ્યો નહી. અંતે તે કંટાળીનેને બીલીના વૃક્ષ પર ચડી ગયો. શિકારની પ્રતિક્ષામાં તે બીલીના પાન તોડી તોડીને નીચે નાખવા લાગ્યો એ દિવસ તો શિવરાત્રીનો હતો. અને બીલીના વૃક્ષ નીચે એક શિવલીંગ હતું આથી શિકારીનો બીલીપત્રનો અભિષેક આખી રાત ચાલુ રહ્યો.

બીલપત્રના અનાયાસે અભિષેક કરવાથી ભોળાનાથી કૃપાથી ભીલનું હૃદય પવિત્ર થયું તેનામાં પવિત્રતા આવી.

ઁ નમઃ શિવાય, ઁ નમઃ શિવાય, ઁ નમઃ શિવાય,  જે સૌનું કલ્યાણ કરે, જેનાથી કલ્યાણ થાય જ એવા મહાદેવજી સુખ, શાંતિ ઐશ્વર્ય અને માંગલ્યના ભંડાર છે નૃત્ય કલા અને સંગીતમાં આદ્યચાર્ય નટરાજ છે.

નાગેન્દ્રહારાય ત્રિલોકનાથ ભસ્માં ગરાય મહેશ્વરાય

નિત્યાય શુધ્ધાય નિરંજનાય, તસ્મૈ નકારાય  નમઃ શિવાય !!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:18 am IST)