વિવિધ વિભાગ
News of Wednesday, 27th May 2020

કર્મચારી વર્ગને આવક વેરામાં થતી રાહતો : રાહતોનો ઉપયોગ કરવાથી ટેક્ષમાં બચત

સામાન્ય રીતે કર્મચારી-નોકરીઆત વર્ગ એવું જ જણાવતા હોય છે કે અમારો પગાર માલીક તરફથી ચુકવાતો હોય અને તેમાંથી ઇન્કમટેક્ષ કપાત થઇ જતો હોય અમારે ફરજીયાત ટેક્ષ ભરવો જ પડે છે અમે અન્ય કરદાતાઓની જેમ આવકમાં કાંઇજ ફેરફાર કરી શકતા નથી.

કર્મચારીઓને આવકવેરા કાયદા મુજબ અનેક છુટછાટો તથા રાહતો મળે છે. જે તેઓ તેનો ઉપયોગ કરતા નથી કારણ કે તેમને આ વિશેષ કાયદાની જોગવાઇઓનો ખ્યાલ નથી. અને તે કલમોના કાયદેસર ઉપયોગ કરી ટેક્ષ બચાવી શકે છે.

નીચે જણાયેલ એલાઉન્સ કે ભથ્થાઓ જો માલીક દ્વારા ચુકવવામાં આવે તો કર્મચારીને આવક મળે પણ તેના ઉપર ટેક્ષ ભરવો પડતો નથી તે કરમુકત છે. જયારે માલીકને તે પગાર તથા ભથ્થા/એલાઉન્સ ખર્ચા તરીકે બાદ મળે છે.

ઇન્કમટેક્ષ કલમ ર બીબી અન્વયે કલમ ૧૦ (૧૪) ૧ થીર મુજબ સંપૂર્ણ રકમ બાદ મળે છે.

. ટુ તથા ટ્રાવેલીંગ - ટ્રાન્સફર એલાઉન્સ : કર્મચારીની નોકરીની બદલી એક બીજી જગ્યાએ થાય ત્યારે તેમના તથા તેમના કુટુંબના ટ્રાવેલીંગ ખર્ચ તથા ઘરવખરી માટેનું ટ્રાન્સપોર્ટ ખર્ચ જે કાઇ ખરેખર થયેલ ખર્ચ રકમ

. કન્વેયન્સ એલાઉન્સ : કર્મચારીને પોતાના હોદાની રૂઇએ માલીકવતી ખરેખર ખર્ચ અથવા લમસમ ફીકસ રકમ (Lum Sum fixed  Allowance)  માસીક રૂ. પ,૦૦૦/- સુધી બાદ મળે છે. સામાન્ય ઉચ્ચ હોદેદાર, બેન્ક મેનેજરો ડેવલપમેન્ટ ઓફીસરો, પત્રકારો, વગેરેએ આવકના કાર્યઅર્થે અનેક જગ્યાએ ધંધાનાં વિકાસ અર્થે જવા માટેનું એલાઉન્સ છે જેને અંગ્રેજીમાં Employees peforance of Duty Allowance)  કહેવામાં આવે છે. આમ માસીક રૂ.પ૦૦૦*૧ર માસ =૬૦૦૦૦ આ એલાઉન્સ કરમુકત છે.

. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ : જેને આપણે સ્ટાન્ડર્ડ ડીડકશન કહીએ છીએ જે ઘેરથી નોકરીના સ્થળે આવવા જવાનો ખર્ચ છે અત્યારે દરેક કર્મચારીને રૂ.પ૦૦૦/- આવકમાંથી બાદ મળવા પાત્ર છે.રીટાયર્ડ કર્મચારીઓ જેને આવકવેરાની વ્યાખ્યામા ં સેલરી વ્યકિતઓ ગણવામાં આવતા હોવાથી ભલે તેઓ નોકરીના સ્થળે જતા-આવતા ન હોવા છતા તેમને પણ આ સ્ટાન્ડર્ડ એલાઉન્સ રૂ.પ૦૦૦૦/- બાદ મળે છે.

નોંધ કન્વેયન્સ એલાઉન્સ જે માલીકવતી ફરજો બજાવવાનું ખર્ચ અથવા એલાઉન્સ જયારે સ્ટાન્ડર્ડ-ડીડકશન તમામ કર્મચારી તથા પેન્સરોને બાદ મળવા  પાત્ર  છે.

. ફુડ કુપન : માસીક રૂ. રપ૦૦*૧ર= રૂ.૩૦,૦૦૦ સુધી

. પ્રાસંગીક ભેટ : દિવાળી અથવા અન્ય કોઇ પ્રસંગે કર્મચારીને  દર વર્ષે રૂ.પ૦૦૦  સુધી રોકડ અથવા વસ્તુ રૂપે ગીફટ.

. સ્પેશિયલ એરિયા એલાઉન્સ : સરહદી વિસ્તારો કે પહાડી વિસ્તારમાં નોકરીનાં સ્થળે આવવા જવાનું ખર્ચ લમસમ એલાઉન્સ બાદને પાત્ર છે.

. બાળકોનાં અભ્યાસ અર્થે સહાય : કર્મચારીનાં બાળકોનાં શિક્ષણ માટે માસીક રૂ. ૧૦૦ વાર્ષિક રૂ. ૧ર૦૦ - બે બાળકો સુધી.

. ચિલ્ડ્રન હોસ્ટેલ એલાઉન્સ : કર્મચારીનાં બાળકો બહારગામ અભ્યાસ કરતા હોય તો માલીક તરફથી માસીક રૂ. ૩૦૦ વધુમાં વધુ બે બાળકો માટે

. યુનિફોર્મ એેલાઉન્સ : માલીકની ફેકટરી કે ઓફીસમાં  એક સરખો અથવા હોદા અનુસાર ડ્રેસ ખરીદવા વાર્ષિક રૂ. ૩૬૦૦૦ તેમજ તેના ધોલાઇ તથા ઇસ્ત્રી કરવા માસીક રૂ. ૮૦૦ આપવામાં આવે તે કરમુકત છે.

. ટેલીફોન મોબાઇલ એલાઉન્સ : માસીક રૂ. ર૦૦૦ માલીક દ્વારા ખર્ચ પેટે ચુકવી શકાય.

. હેલ્પર એલાઉન્સ : કર્મચારીને પોતાની ફરજો બજાવવા કોઇ હેલ્પરની જરૂરીયાત હોય તો તેવા હેલ્પરનાં પગાર ખર્ચ માલીક ચુકવી શકે છે.

. એકેડેમીક અથવા રીસર્ચ પ્રોફેશન એલાઉન્સ : સાયન્ટીસ્ટ કોલેજ, યુનિવર્સિટીનાં પ્રાધ્યાપકો વગેરેને તેમને ત્થા તેમના અનુભવી આસીસ્ટન્ટ ખર્ચ માલીક કર્મચારીને આ એલાઉન્સ ચુકવી શકે છે.

આમ, સામાન્ય રીતે માલીકો કર્મચારીઓને દર વર્ષે પગાર વધારતા હોય છે જેના ઉપર કર્મચારીઓએ ઇન્કમટેક્ષ ભરવાનો થાય છે. તેના બદલે ઉપરોકત જુદા જુદા એલાઉન્સ - ભથ્થા ... PERQUISITS  રૂપે માલીક આપે તો તે કર્મચારીના હાથમાં રકમ આવશે. પણ તેના ઉપર ઇન્કમટેક્ષ નહીં ચૂકવવો પડે. આ બધા એલાઉન્સ - ભથ્થાનો સરવાળો કરીએ તો અંદાજે રૂ. ૧,૭૦,૦૦૦ વાર્ષીક થાય.

આ ઉપરાંત નીચે જણાવેલ રોકાણ - ખર્ચા પણ કુલ આવકમાંથી બાદને પાત્ર છે

. કલમ ૮૦/સી : રૂ.૧,પ૦,૦૦૦ સુધીનું રોકાણ

. કલમ ૮૦ સીસીડી : નેશનલ પેન્સન ફંડમાં રૂ. પ૦,૦૦૦ પચાસ હજાર રોકાણ ૧૦૦% બાદને પાત્ર.

. કલમ ૮૦ ડી : મેડીકલેઇમ પ્રીમીયમ કરદાતા તથા ફેમીલીનું રૂ. રપ,૦૦૦ (પચીસ હજાર) સીનીયર સીટીઝન માતા-પિતાનું વધારાનું પ્રીમીયમ રૂ. ર,પ૦,૦૦૦ (પચીસ હજાર)

. કલમ ૮૦ ડી ૧ : પોતાનું કે તેના કોઇપણ ફેમીલી મેમ્બરનું વાર્ષિક મેડીકલ ચેક-અપ માટે રૂ. પ૦૦૦ (પાંચ હજાર સુધી)

. કલમ ૮૦-ડી-બી : ગંભીર રોગથી પીડાતા કરદાતા તેમજ તેના આશ્રિતોની તબીબી સારવાર માટે રૂ. ૪૦,૦૦૦થી રૂ. ૧,૦૦,૦૦૦ સુધી

કલમ ૮૦ઇ : કરદાતા પોતાના માટે તેનાં લગ્ન કે સાંથી સંતાનોનાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલી લોનનું વ્યાજ કોઇપણ મર્યાદા વિના આવકમાંથી બાદને પાત્ર છે.

કલમ ૮૦જી : ૮૦જીનું સર્ટીફીકેટ ધરાવતા ટ્રસ્ટને કરદાતાની કુલ આવકનાં ૧૦ ટકા સુધી ડોનેશન તેમને દાનની રકમના પ૦ ટકા બાદ મળી શકે છે. જયારે પ્રાઇમ મીનીસ્ટર ટ્રેડ નેશનલ ડીફેન્સ ફંડ, નેશનલ ચિલ્ડ્રન ટ્રેેડમાં આપેલ દાનની રકમ આવકમાંથી ૧૦૦ ટકા બાદને પાત્ર છે. ચીફ મીનીસ્ટર ફંડમાં આપેલ દાનની રકમ પ૦ ટકા સુધી બાદને પાત્ર છે. જયારે નીયત કરેલ પોલીટીકલ રાજકીય પાર્ટીના આપેલ ડોનેશન પણ કલમ જીજીસી મુજબ ૧૦૦ ટકા આવકમાંથી બાદને પાત્ર છે.

કલમ જીજી : માલીક તરફથી અપાતુ હાઉસ રેન્ટ એલાઉન્સ કલમ ૧૦ (૧૩ એ) હેઠળ ગણતરી કરી અથવા ખરેખર ચુકવેલ ભાડામાંથી  જે કોઇ ઓછી રકમ બાદને પાત્ર છે.

કલમ જીજીએ : વૈજ્ઞાનિક સંશોધન આંકડાકીય સંશોધન ગ્રામ વિકાસ કે નૈર્સગીક સંપતીના વિકાસ અર્થે અથવા  વનીકરણ વ્યવસાયમાં રજીસ્ટર્ડ સંસ્થાને આપેલ ડોનેશન ૧૦૦ ટકા થી ૧પ૦ ટકા સુધી દાનની રકમ બાદને પાત્ર છે. આવી સંસ્થા આવકવેરા કલમ ૩પ સીસીબીમાં નોંધાયેલી હોવી જરૂરી છે.

આમ જો કર્મચારી તથા માલીક ઉપર જણાવ્યા મુજબ ભથ્થા એલાઉન્સ - પરકયુઝીટ  તરીકે આપે  તો બંન્નેને ફાયદા રૂપ છે. તેવી જ  રીતે કર્મચારી રોકાણ કરે તો તેમને લાંબા ગાળે બચત વધશે અને ટેક્ષની બચત પણ થશે.

: આલેખન :

નીતિન કામદાર

ચાર્ટડ એકાઉન્ટન્ટ,

રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

email : nitinkamdar@gmail.com

(10:24 am IST)