વિવિધ વિભાગ
News of Wednesday, 14th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

જીવનમાં સત્ય, સત્કર્મો અને સેવા અપનાવો એજ ધર્મ..!

પ્રભુએ આપણને આપેલી શકિતનો સદ્દઉપયોગ કરો

જયારે ધર્મ માનવતા વાદી બને ત્યારે પૃથ્વી પર સ્વર્ગનું સર્જન થાય. પ્રભુને પ્રસન્ન કરનારી ભકિત છે. પ્રેમ એટલાં માટે પ્રેમ દ્વારાજ તમે પ્રભુને ઉપયોગી બની જાવ, પરંતુ જો પ્રેમના સ્થાને આપણાં જીવનમાં ઇર્ષા આવી જાય તો તેને દૂર કરો...! આ પ્રકારના વિષને દૂર કરવા જોઇએ. અને આપણા જીવનની અર્ધિ  થય તો આ પ્રકારના દુર્ગુણો દુર કરવામા જ જતી રહે છે.

જો કે ઇર્ષા દ્વારા તમે બીજા કોઇને બદલે પોતાની જ નૂકશાન કરો છો માટે જ જીવનમાં ઇર્ષા, ધૃણાને બદલે પ્રેમ રાખો.

અને ધર્મ એ જ છે. જે વ્યકિતને પ્રેમી બનાવો ઇર્ષાને દુર કરે, વ્યકિતને પ્રેમના અમૃતથી ભરી દે. માનવીનો ધર્મ એજ છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય તેનું નામ ભકિત...!

જીવનમાં જે સત્ય, સત્કર્મો અને સમાજ સેવાને અપનાવો, એજ ધર્મ છે.

જીવન દોરી પ્રભુને સોંપીને પ્રાર્થના કરવી કે સર્વથા સૌ સુખી થાઓ...! ''પ્રભુએ આપને આપેલી શકિતનો સદઉપયોગ કરો અને એજ સેવા ભાવથી કર્મ કરતા રહો પરમકૃપાળુપરમાત્મા હંમેશા ભકિત એટલે જ શિતળતા તમારૂ આત્મબળ દ્રઢતા અને તીવ્ર ઇચ્છા શકિત વધારો તમારામાં શુભ વૃત્તિ-સદ્દગુણોનોવિકાસ કરો.

જીવનમાં કયારેક પસ્તાવાના આંસુ પડે તો એ આંસુ ગંગાળજ કરતા પણ ઓછા પવિત્ર નથી તે.

કુદરતે આ સૃષ્ટિમાં છુટે હાથે કેટલીબધી લ્હાણી કરી છે નદી-ઝરણા ધરતી, પર્યત આસમાન વૃક્ષો, કલબલાટ કરતા પક્ષીઓ અને સાથોસાથ એકલા માનવીમાં જ કેટલી બધી ખુબીઓ મુકી છે.

મેઘધનુષમાં તો સાત રંગો માત્ર હોય છે. પણ માનવીમાં તો અનેક રંગ હોય છે પણ દુઃખની વાત એ છે કે માનવી જીવનમાં કાળા ધાબા કરવામાં જીવનના બીજા અનેક રંગોનો લાભ લઇ શકતો નથી કયારેક માનવી ધર્મ સમજતો નથી ધરાઇને જીવવું એટલે મંઝીલ તરફની મકકમ આગે કુચ.

પરોપકાર-મદદ હસી-મજાક, રીસામણા-મનામણા જવાબદારી-ફરજ લેટ-ગો આવા તો અનેક રસ્તા ધરાઇને  જવવા માટેકુદરતે માનવી માટે બતાવ્યા છે.

તમારી વૃત્તિ દૃષ્ટિ, અને વર્તનમાંથી કર્મકતા દુર થાય અને જીવનની સાચી મૃદુતા વ્યકત થાય તમારૂ મધુમય જીવન અનેક દુઃખી જીવાત્માઓને રૂઝવાળે, શાંતિ અર્પે અને પ્રભુની સુમધુર સ્મૃતિ તમારા મિત્રને સદૈવ સ્વચ્છ અને પ્રસન્ન રાખે એજ પ્રાર્થના

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(9:59 am IST)