વિવિધ વિભાગ
News of Monday, 12th April 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૮૮

સંવેદનશીલ અને મજબુત

 

‘‘એવા લોકો છે જેઓ પોતાને ત્‍યારે જ મજબુત સમજે છે જયારે તેઓ સંવેદનશીલના હોય પરંતુ તે મજબુતાઇ નકામા છે. એવા પણ લોકો છે જે સંવેદનશીલ છે પરંતુ પોતાને નબળા અનુભવે છે.''

એવા લોકો જે સંવેદનશીલ હોય ત્‍યારે પોતાને નબળા અનુભવે છે તેઓ લાંબો સમય સંવેદનશીલ રહી શકતા નથી. વહેલા કે મોડા તેઓ આ નબળાઇથી એટલા ડરી જાય છે. છે કે સંકુચીત થઇ જાય છે.--તેથી સાચુ વલણ છે સંવેદશનશીલ રહેવું અને મજબુત પણ અનુભવવુ  પછી તમે સંવેદનશીલ રહી શકસો અને દીવસે અનેદીવસે તમારી--મજબુતાઇ વધતી જશે. વધારે અને વધારે સંવેદનશીલ થવા માટે તમારી હીમત વધતી જશે.

સાચો નીડર વ્‍યકિત ખૂલ્લા મનનો હોય છે.-આ જ નીડરતા પુરવાર કરવાનો માપદંડ છે. ગભરૂ માણસ જ સંકુચીત હોય છે. મજબુત વ્‍યકિત પર્વત જેટલો નીડર હોય છે તેટલો નીડર અને ફુલ જેટલુ સંવેદનશીલ હોય છે તેટલો સંવેદનશીલ હોય છે તે વિરોધાભાસી લાગે છ.ે બધુ જ જે વાસ્‍તવીક છે તે વિરોધાભાસી પણ છે.

તેવી હમેશા યાદ રાખો જયારે તમને કઇક વિરોધાભાસી લાગે ત્‍યારે તેને એક સરખુ કરવાનો પ્રયત્‍ન ના કરો.હકીકત હમેશા વિરોધાભાસી છ.ે એકબાજુ તમે સંવેદનશીલતા પણ અનુભવ કરશો અને બીજી બાજુ તમે નીડરતા પણ અનુભવ કરશો-આનો અર્થ એ થયો કે સત્‍યની ક્ષણ આવી ગઇ છ.ે

એકબાજુ તમે એક પાસાનો અનુભવ કરશો અને બીજી બાજુ એકદમ વિરોધી પાસાનો પણ અનુભવ કરશો અને જયારે આ બંને પાસાઓ એક સાથે તમારી પાસે હશે ત્‍યારે હમેશા યાદ રાખો કે સત્‍ય કયાક નજીકમા જ છ.ે

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:40 am IST)