વિવિધ વિભાગ
News of Monday, 6th September 2021

શ્રાવણ સત્સંગ

અમૃત પીએ તે દેવ ઝેર પીએ તે મહાદેવ

શિવતત્વ આભથી પણ ઉંચુ છે. અને પાતાળથી પણ ગહન છે. પ્રકાશમાં નહી, પણ અંધારામાં પણ મળશે.

આપણે સોમ હોય તો ચિત્ત ચૈતન્ય, આહલાદક અનુભુતિમાં રહે છે. શુભ સંયોગ એ થાય છે કે આશુતોષ મહાદેવને ભજવા માટે સોમવાર જ આપણા માટે સંપન્ન થયો છે. મહિનામાં પાંચ સોમવાર એટલે પંચેન્દ્રીય અમૃતસમો ઉત્સવ. આમ તો શિવજીને પાંચે પ્રિય છે. આમ તો કોઇપણ દિને ભગવાન શિવજીની ઉપાસના કરી શકાય. પણ સોમવારે શિવજીની પૂજા કરવાથી બમણુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય.

શિવ કહે છે શ્રાવણ મને પ્રિય છે. શિવ એટલે કલ્યાણ તેમણે હંમેશા સૃષ્ટિનું ભલુ જ ઇચ્છયું છે.... અરે...! બુરૃં કરનારનું પણ ભલુ કર્યુ છે. આટલી અનુગતા હોય તો જ મહાદેવ બની શકાય.

અમૃત પીએ એ દેવ અને ઝેર પીએ એ મહાદેવ, પ્રસન્ન વદને તેઓ દરેકના હૃદયમાં બીરાજે છે. જરૂર છે. એમને સાચા દિલથી અને ખરા ભાવથી પૂજવાની તેઓ તુરતમાં પ્રસન્ન થાય છે. અને કોઇ વિધિ વિધાનમાં પડતાં નથી. તેમને તો માત્ર જળનો એકકળશ બિલીપત્ર ચડાવો એટલે કરૂણાનિધાન પ્રસન્ન.

બીલીપત્ર ત્રણ ઝૂમખા હોવાથી તેઓ ત્રિદેવરૂપ  પણ મનાય છે. પાંચ ઝૂમખાનું બીલીપત્ર અતિ શુકનીયાળ મનાય છે.

હિમાલયના પહાડોમાં ઘટાદાર બીલીના વૃક્ષોનું જંગલ છે. એનું અડાબીડ સૌદર્ય, શિવ જેવું છે.

જટામાં ગંગા ધારણ કરનાર દેવાધિદેવ મહાદેવ પાસે લોકો આવે છે. અને પોતાના પાપ ધોવા પ્રયત્ન કરે છે.

સદાશિવ મહાદેવને ખબર છે કે, શ્રાવણ માસ પછી ભકતોની ભીડ ઓછા થઇ જાય છે.

છતાંય એજ અનુકંપા અને આશિષ તેમના ભકતજનોને આપે છે. આવા મહામૃત્યુંજય દેવાધિદેવ મહાદેવજીને  સાષ્ટાંગ પ્રણામ.

ભારતીય વૈદીક સંસ્કૃતિમાં તપશ્વર્યાના માર્ગ બનાવવામાં આવ્યા છે. કયારેક તમે એવી પ્રવૃતિ કરવા લાગો જે તમારા માટે સુવિધાજનક નથી માટે એવી વસ્તુઓ પસંદ કરો જે તમે સભાન રીતે કરવા લાગો છો જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં કેવી રીતે સભાન રહેવું.

મતલબ કે આધ્યાત્મિકતાનું મુળભુત પાસુ સત્વાન પસંદગીઓ તરફ વળવાનું જે તમે ધીરે ધીરે કરી શકો છો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:09 am IST)