વિવિધ વિભાગ
News of Friday, 8th October 2021

યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં

નોરતુ રજુ - મા આશાપુરા-ભકતજનોની આસ્‍થાનું કેન્‍દ્ર

આપણા દેશમાં વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી આવે છે. (૧) ચૈત્રી નવરાત્રી (ર) શાકંભરી નવરાત્રી (૩) અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી અને (૪) શારદીય નવરાત્રી.
આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રી સમગ્ર દેશમાં ખુબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. દરેક શ્રધ્‍ધાળુ પોત પોતાની આસ્‍થા પ્રમાણે માં જગદંબાના જુદા જુદા સ્‍વરૂપની પુજા કરે છે. ઉપવાસ એક પણ મંત્ર જપ અને રૂબરૂ આદ્યશકિતના દર્શન કરી મા પ્રત્‍યે પોતાની કૃતજ્ઞતા વ્‍યકત કરે છે.
આવુ જ ભકતોની આશા પુરી કરનાર માતા આશાપુરાનુ પણ નવરાત્રીમાં અનેરૂ મહાત્‍મય છે. દેવતા પヘમિી છેવાડે આવેલ કચ્‍છના લખપત તાલુકામાં માતાના મઢ તરીકે પ્રખ્‍યાત કચ્‍છની કુળદેવી માં આશાપુરાનું ભવ્‍ય મંદિર આવેલ છે. આ મંદિર અંદાજે ૧પ૦૦ વર્ષ જુનુ છે અને તેનું નિર્માણ કચ્‍છના જે તે સમયના રાજવી પ્રગટ કરવામાં આવેલ હતું. નવરાત્રી દરમ્‍યાન આ મંદિરે ગામોગામથી છેક મુંબઇ અને બેંગલોરથી લોકો માના દર્શન કરવા ચાલીને સાયકલ પર કે વાહનો દ્વારા ઉમટી પડતા હોય છે. નવરાત્રી દરમ્‍યાન પદયાત્રીઓ અને અન્‍ય શ્રધ્‍ધાળુઓ માટે ઠેર ઠેર કેમ્‍પો યોજાય છે જેમાં ચા-નાસ્‍તો આરામ કરવાનું જમવાનું અને યાત્રીકોને પગચંપી કરવા માટે હજારો સેવકો હાજર રહે છે.
આ મંદિરમાં સવારે પાંચ વાગ્‍યે મંગળા આરતી યોજાય છે. નવ વાગ્‍યે ધુપની આરતી કરવામાં આવે છે. સાંજે સુર્યાસ્‍ત બાદ સંધ્‍યા આરતી ધુપ દીપ સાથે કરવામાં આવે છે. નાતજાતના ભેદભાવ વગર કોમી એખલાસ દર્શાવતા મુસ્‍લીમ લંધા સમાજ દ્વારા વહેલી સવારે અને સાંજે આરતી સમયે માના પ્રાંગણમાં નોબત ઢોલ તેમજ શરણાઇના સુરો રેલાવવામાં આવે છે.
આસો નવરાત્રીની આઠમની વહેલી સવારે કચ્‍છના મહારાવ પરીવાર તેમના વતી રાજકુટુંબના સભ્‍ય પ્રથમ ચાચર કુંડમાં સ્‍નાન કરી ચાચર ભવાની માતાજીના દર્શન પૂજન કર્યા પછી ખંભા પર ચામર ઉપાડીને ખુલ્લા પગે ચાલીને મા આશાપુરાના મંદિરે આવે છે અને હોમ હવન આદિ ક્રિયાઓ દ્વારા માતાજીનું પુજન-અર્ચન કરે છે અને સમગ્ર રૈયતની મુલાકાતી માટે માને પ્રાર્થના કરે છે.
આશાપુરા માતા જાડેજાઓના કુળદેવી મનાય છે તેઓ કચ્‍છથી સ્‍થળાંતર કરી જયાં પણ વસ્‍યા ત્‍યા તેમણે મા આશાપુરાના મંદિરો બંધાવ્‍યા છે. રાજકોટ મુંબઇ બેંગ્‍લોર પુના રાજસ્‍થાન અનેક જગ્‍યાએ મા બિરાજે છે અને તમામ જ્ઞાતિ સમાજ માને પોતાના કુળદેવી સમજી અતુટ આસ્‍થા ધરાવે છે અને મા પણ પોતાના પ્રમાણે દરેકની આશા પુરી કરે છે. ઁ

દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(10:55 am IST)