વિવિધ વિભાગ
News of Monday, 15th February 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૮૧ : યાદ

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

‘‘બધુજ દિવ્‍ય છે આને જ તમારૂ મૂળભૂત સૂત્ર બની રહેવા દો તે તમને સંપૂર્ણપણે બદલી નાખશે''

તે સ્‍વાભાવીક છે કે તમે ઘણીવાર ભૂલી જશો કે બધુ જ દિવ્‍ય છે. તેની ચિંતા નહી કરો જે ક્ષણે તમે તેને ફરીયાદ કરો, તેને ત્‍યા-રહેવા દો અફસોસ નહી કરો કે તમે કલાક માટે ભૂલી ગયા તે- સ્‍વાભાવીક છે તે ખૂબ જ જુની આદત છે. ઘણા જન્‍મોથી આપણે આ આદત સાથે જીવીએ છીએ તેના વિશે અપરાધભાવના અનુભવો જો તમે ચોવીસ કલાકમાં અમુક ક્ષણો માટે પણ તેને યાદ રાખો તો તે-કામ કરશે કારણ કે સત્‍ય એટલું શકતીશાળી છે કે તેનું એક નાનકડુ બુંદ પણ તમારી અસત્‍યની આખી દુનિયાનો નાશ કરવા માટે સમર્થ છે ફકત પ્રકાશનુ એક જ કીરણ પુરતું છે હજારો વર્ષનો-અંધકાર દુર કરવા માટે.

તેથી હંમેશા યાદ રાખો જથ્‍થાનો સવાલ નથી. તે તમે ચોવીસ કલાક યાદ રાખો છો કે નહી તેનો સવાલ નથી-કઇ રીતે રાખી શકો ? પરંતુ એક દિવસ તમે જોશો કે અશકય શકય બની ગયું.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:49 am IST)