વિવિધ વિભાગ
News of Thursday, 15th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

માનવ જીવનને સાધનામય બનાવીએ

અમુલ્ય એવુ માનવ જીવન ઇશ્વરની એક અદભુત દેન છે અને તેને ઉતકૃષ્ટ બનાવવુ તે આપણી બુધ્ધિમતા અને દુરદર્શિતાનો પરીચય આપે છે. પરમકૃપાળુ પરમાત્માએ આપણી પાત્રતા અનુસાર કસોટી કૃત આ માનવ શરીર આપ્યું છે અને તેમાં જો ખરા ઉતર્યા તો ઋષિતા અને દેવતા જેવા ઉચ્ચ ઉતરદાયીત્વ દ્વારા પોતાનું અંગ બનાવી લે છે.

વસ્તુતઃ પ્રયત્ન એ હોવો જોઇએ કે માનવીના મહાન ઉતરદાયીત્વને વહન કરવા માટે આપે પુરતી સતર્કતા રાખવી જોઇએ કુસંસ્કારોને દુર કરી મનવાંચીત ગુણ કર્મ, સ્વભાવને પરિકૃત કરવો જોઇએ અને આ પ્રયત્ન ત્યારે સફળ બને છે જયારે હર એક ક્ષણ તેની ઉપર પુરતી ચોકસાઇ રખાઇ હોય.

આવશ્યકતા એવી વિવેક શીલતાની છે જે આપણા સબંધમાં સતર્કતા જાળવે અને પોતાનો માર્ગ સ્વતંત્ર નિધાર્રીત કરી શકે. સાહસ પ્રદાન કરી શકે.

એવુ સાહસ જ અધ્યાત્મ છે જે આદર્શ જીવન વ્યતિત કરવાની સ્થિતિ નિર્માણ કરે. અધ્યાત્મ સાહસી શુરવીરોનો આદર્શવાદી અને ઉત્કૃષ્ટ લોકોનો માર્ગ છે.

જેઓ પુરૂષાર્થ કરીને આત્મીક પ્રગતી ઇશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે તે માનવીનું જીવન ધન્ય અને સાર્થક બને છે. સાહસપુર્ણ જીવનના એ રાજમાર્ગ પ ચાલવુ જોઇએ જેના પર ચાલ્યા વિના કલ્યાણનું લક્ષ પ્રાપ્ત કરવુ સંભવ નથી.

આત્મશોધનની પ્રક્રિયા નિર્ધારીત સમય થોડી પૂજા પ્રાર્થના જેવી પ્રક્રિયાથી સંપન્ન થતી નથી તેને માટે તો દરેક ક્ષણ આપણા આત્મ નિરિક્ષણની દ્રષ્ટિ રાખવી પડે છે.

સાધનાના પ્રથમ ચરણ દ્વારા પોતાના શરીર મન પર કાર્ય અને વિચારો પર બારીકીથી નજર રાખવી પડે છે. જો કુસંસ્કાર હોય તો ધીરે ધીરે એક એક કરીને તેને મીટાવવાનો સંકલ્પ કરવો જોઇએ એક એક કરીને દુગુર્ણોની નાબુદી કરવી જોઇએ.

સામાન્ય રીતે માનવી વ્યવહારમાં પક્ષપાત કરે છે આ ભુલ પણ સુધારવી પડે. ખોટા કામ કે ખોટા વિચારથી બીજાને નુકશાન પહોંચાડવુ તે પણ યોગ્ય નથી તે છોડી દેવુ જોઇએ અને જીવનમાં નિતી  પ્રમાણીકતા સચ્ચાઇથી આગળ વધવાનો પ્રચાર માનવ જીવનને સદવિેકી  સદાચારી બનાવે છે.

આમ એક પછી એક દુગુર્ણ ઓછા થતા જાય અને પાછી સચ્ચાઇના માર્ગ પર આગળ વધવાનો પ્રયત્ન માનવીને નિર્મળ, નિર્દોષ, નિષ્પ્રાય અને નિષ્પક્ષી, સદવિવેકી  બનવાથી મહામાનવ બનવાની દિશામાં આગળ વધી શકે છે.

માનવ જીવનમાં આધ્યાત્મીક પ્રગતી માટેનો આ રાજમાર્ગ સમો છે. માત્ર પુજા પ્રાર્થના પ્રયાપ્ત નહી. સમગ્ર જીવનને સાધનામય બનાવવા પ્રયત્નશીલ રહીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:14 am IST)