વિવિધ વિભાગ
News of Monday, 31st May 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૦ર

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

કોઇ શબ્‍દો નહી

‘‘જો શકય હોય તો અનુભવને જીવો અને તેને શબ્‍દો સાથે બાંધી નહી કારણ કે તે અનુભવની કિંમત ઘટાડી નાખશે''

તમે બેઠા છો, ખૂબ જ શાંત સાંઝ છે. સૂર્ય ડુબી રહ્યો છે. અને તારાઓ દેખાવાની શરૂઆત થાય છે. ફકત જુઓ એવુ પણ ના કહો ‘‘ખુબ જ સુંદર છે.'' અને તે ક્ષણ જતી રહેશે તે ભૂતકાળ બની જશે.

શા માટે ભૂતકાળને લાવવો ? વર્તમાન ખૂબ જ વિશાળ છે અને ભૂતકાળ ખૂબ જ સંકુચીત છે. દિવાલમાં પડેલા બાકોરામાંથી શા માટે જોવુ જયારે તમે બહાર આવીને આખા આકાશને જોઇ શકો છો.

તેથી શબ્‍દોનો ઉપયોગ ના કરવાનો પ્રયત્‍ન કરો પરંતુ જો કરવો જ પડે તો ખૂબજ પસંદગીના શબ્‍દો ઉપયોગ કરો કારણ કે દરેક શબ્‍દનો એક સ્‍વભાવ હોય છે. કાવ્‍યાત્‍મક બનો.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:14 am IST)