વિવિધ વિભાગ
News of Wednesday, 18th August 2021

શ્રાવણ સત્સંગ

વૈદસાર શિવ સ્ત્રોતમ્ વિશ્વસ્વરૂપ વ્યાપક શંભુ

હૈ ! અંતર્યામી પ્રભુ, મહાદેવ, શિવશંભુ, સર્વજ્ઞ, સર્વશકિત સંપન્ન આપની લીલા અપાર છે. આપ નિર્ગુણ હોવા છતાં ભકતો કાજે સગુણ બનો છો, નિરાકાર હોવા છતાં આકાર ધારણ કરો છો. તમારી કૃપા અનંત છે.

શ્રીમદ્દ આદ્ય શંકરાચાર્યજીએ શ્રી વૈદસાર વિશસ્ત્રોતમાં કહ્યું છે.

જે સર્વ પ્રાણીઓના સ્વામી, પાપનો નાશ કરનાર વિરૂપ નેત્રવાળા સૂર્ય, ચંદ્ર અને અગ્નિરૂપી ત્રણ નેત્રવાળા અને જે સદા આનંદરૂપ છે તે પાંચ મુખવાળા પ્રભુ શંકરની હું સ્તૃતિ કરૃં છું.

જે પર્વતના અધિપતિ, ભૂતા દિગણોના સ્વામી, કાળા કંઠવાળા વૃષભ પર બેસનારા સત્ય, રજ, અને તમ એ ત્રણે ગુણોથી પર જેમનું સ્વરૂપ છે, એવા સર્પ બ્રહ્માંડોની ઉત્પતિ રૂપ દૈદિપ્યમાન, અધિપતિ ભસ્મ વડે શોભાયમાન અંગવાળા અને પાર્વતીના પતિ એવા પાંચ મુખવાળા શંકરનું હું ભજન કરૃં છું.

રે પાર્વતી પતિ ! હે શંભો ! હે મસ્તક પર અર્ધ ચંદ્રને ધારણ કરનાર ! હે મહેશ્વર ! હે ત્રીશુલને ધારણ કરનાર ! હે જટાજુટ રાખનારા ! અને પૂર્ણરૂપ પ્રભો ! તમે એકજ  આ સમગ્ર જગતમાં વ્યાપક થઇને વિશ્વરૂપે રહેલાં છો માટે મારા પર પ્રસન્ન થાઓ ! પ્રસન્ન થાઓ !

જે પરમાત્મા એકરૂપ, જગતના બીજ રૂપ, આદિ ચેષ્ટા રહિત નિરાકાર તથા ૐ કારથી જાણી શકાય તેવાં છે. તેમ જેમનાથી આ વિશ્વ ઉત્પન્ન થાય છે. જેમના વડે રક્ષાય છે. અને જેમનામાં એ વિશ્વ લય પામે છે તે ઇશ શંકરનું શું ભજન કરૃં છું.

જે ભૂમિ નથી જલ નથી વહિન નથી વાયુ નથી, આકાશ નથી, તંન્દ્રારૂપ નથી તેમ નિંદ્રારૂપે પણ નથી તેમ વળી જે ગ્રીષ્મ, શીત, દેશ કે વેશરૂપે પણ નથી જેમની કોઇ મૂર્તિ નથી અર્થાત જે સર્પ સ્વરૂપે અને બ્રહ્માદી ત્રણ મૂર્તિરૂપે રહેલા છે. તે મહેશ્વર શંકરની હું સ્તુતિ કરૂ છું.

જે જન્મ રહિત નિત્ય કારણોના પણ કારણરૂપ છે કલ્યાણરૂપ, એક સર્વ તેજોનાપણ તેજરૂપ તુરિય સ્વરૂપ તેમની યાર રહેલાં આદિ અને અંતથી રહિત પવિત્ર અને ભેદથી રહિત અદ્રૈત સ્વરૂપે રહેલા છે તે પરબ્રહ્મ સ્વરૂપ શંકરને શરણે હુ઼ જાઉં છું

હે વિશ્વ સ્વરૂપ વ્યાપક શંભો ! આપને મારા નમસ્કાર હો ! નમસ્કાર હો ! ચિંદાનંદ-મૂર્તિ ! આપને મારા વારંવાર નમસ્કાર પ્રણામ હો ! અનેવૈદ અને જ્ઞાનથી જાણી શકાય એવા હે શંભો ! આપને મારા નમસ્કાર હો ! નમસ્કાર હો !

હે પ્રભો ! હે. હાથમાં ત્રીશુલ ધારણ કરનાર ! હે શંભો ! હે મહેશ ! હે ત્રણ નેત્રવાળા ! પાર્વતી પતિ ! હે શાંત ! હે કામના શત્રુ ! અને હે ત્રીપુરાસુરના અરિંએખાં શંભો ! આપના વિના અન્ય કોઇપણ દેવ અને શ્રેષ્ઠ માનવા યોગ્ય કે ગણવા યોગ્ય જણાતા નથી.

હે શંભો ! હે મહેશ ! હે દયામય ! હે શૂલપાણી ! હે ગૌરીપતિ ! હે પશુપતિ ! હે પ્રાણીઓના પાનોનો સંહાર કરનાર ! હે કાશીપતિ શંકર, આ સમગ્ર જગતને આપ એકજ નાશ કરો છો રક્ષો છો અને ઉત્પન્ન કરો છો અને તેથી જ ખરેખર આપ મહાન ઇશ્વર મહાદેવ મહેશ્વર છો ! હે દેવ ! હે ભવ ! હે કામના શત્રુ ! આ બધુ જગત આપનાથી ઉત્પન્ન થાય છે. અનેહે મૃડ ! હે વિશ્વનાથ ! એ જગત આપને વિશે જ રહે છે. તેમ હે ઇશ ! હે હર ! હે ચરાચર એવા વિશ્વસ્વરૂપ ! એ જગતનો લય પણ લીંગાત્મક એવા જે આપ તેને વિશે જ થાય છે ૐ શિવ ૐ શિવ પરાત્પરા શિવ, ૐકારા શિવતપ શરણમ્

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:16 am IST)