વિવિધ વિભાગ
News of Wednesday, 16th March 2022

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્‍યાપી ઓશો સક્રિય ધ્‍યાન


પ્રશ્ન :- સક્રિય ધ્‍યાનના પહેલા ચરણમાં શ્વાસ ઊંડી લેવાની છે કે તીવ્ર, ડીપ અથવા ફાસ્‍ટ?
તીવ્રતા નો ખ્‍યાલ રાખો, ગહરી પોતાની રીતે થઇ જાશે તો વાત અલગ. તમે ગહેરી કે ઊંડી નો ખ્‍યાલ ન કરો. તમે ખાલી તીવ્રતા નો ફાસ્‍ટનેસનો ખ્‍યાલ રાખો - જેટલા જોરથી. જેટલી ઝડપથી. ઝડપ એટલા માટે કે ચોટ થઇ શકે. તે જે અંદર સુતી શકિત છે, તેમને ઉઠાળી અને જગાડી શકાય. હેમરિંગ માટે, હથોડાની જેમ ચોટ કુંડલીની પર થઇ શકે, એટલા માટે ઝડપનો ખ્‍યાલ રાખો.
પ્રશ્ન :- શ્વાસ નાકથી જ લેવાની છે અથવા મોઢા થી પણ લઇ શકાય છે?
જયાં સુધી બને ત્‍યાં સુધી નાક થી લેવાનો છે અને નાકથી જ છોડવાનો છે. જો કોઇ ને તકલીફ હોય તો નાક થી લે અને મોઢાથી છોડે. જો શરદી અથવા જુકામ ની કોઇ તકલીફ હોય તો નાકથી લેવામાં શકયતા ન હોય, તેવી પરિસ્‍થિતીમાં મોઢાથી  શ્વાસ લઇ મોઢાથી છોડી શકાય છે.
સંકલનઃ-સ્‍વામિ સત્‍ય પ્રકાશ
૯૪ર૭ર પ૪ર૭૬
આજના મનુષ્‍યના ચિતની અવસ્‍થા જોઇને ઓશે કહે છે. ‘‘મનુષ્‍ય વિક્ષિપ્‍ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્‍ત છે, આખી  મનુષ્‍યતાજ વિક્ષિપ્‍ત છે દરેક મનુષ્‍યની વિક્ષિપ્‍તતા સામાન્‍ય સ્‍થિતિ થઇ ગઇ છે એવું કેમ?
આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્‍યા છે.'
તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્‍તા બની ગયું છે.
પヘમિના મોટાભાગના મનૌ ચિકિત્‍સકોના મત અનુસાર આજની વિક્ષિપ્‍ત મનુષ્‍યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ‘‘સક્રિય ધ્‍યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.
સક્રિય ધ્‍યાન અત્‍યારના મનુષ્‍ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્‍ત છે. મુશ્‍કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૫ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલનઃ
સ્‍વામિ સત્‍યપ્રકાશ
૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:52 am IST)