વિવિધ વિભાગ
News of Friday, 11th January 2019

સાથી હાથ બઢાના

તાળવાની સારવાર કરાવવા વૈશાલી પવારને રૂ. ૪ લાખની મદદની જરૂર

રાજકોટ તા. ૧૧ : મુળ મહારાષ્ટ્રના અને રોજગારી અર્થે રાજકોટ મેટોડા રહેતા મનોહર પવારની ૧૯ વર્ષની દિકરી વૈશાલીને અકસ્માત નડતા એક આંખ ગુમાવવા સાથે તાળવામાં ગંભીર ઇજા થઇ હતી. ક્રમશઃ ઓપરેશનો કરાવતા અત્યાર સુધીમાં ૯ થી ૧૦ લાખનો ખર્ચ કરી નાખ્યો છે. હૈદ્રાબાદની એ.વી.એસ. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જડબાની સારવાર પૂર્ણ થયા બાદ હવે તાળવાની અને દાંત માટેની સારવાર કરાવવાની છે. આ માટે હજુ રૂ.૪ લાખ જેવો ખર્ચ થાય તેમ હોવાનું તબીબો જણાવી રહ્યા છે. સમાજના સુખી સંપન્ન દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. તેઓ વૈશાલી પવારના નામથી એકસીસ બેંક (મેટોડા બ્રાન્ચ)માં બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૯૧૬૦૧૦૦૩૧૫૯૧૫૩૬ છે. આઇએફસી કોડ યુટીઆઇ બી ૦૦૦૦૮૦૯ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન માઇક્રોટેક રોલર્સ, પી.વી.ટી.એલ.ટી.ડી. જીઆઇડીસી મેટોડા, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મનોહરભાઇ (મો.૮૪૬૯૦ ૬૫૯૮૪) અથવા સુનિતાબેન (મો.૯૭૨૩૭ ૦૦૭૦૩) નો સંપર્ક કરી શકાય છે.

(11:35 am IST)