વિવિધ વિભાગ
News of Monday, 6th December 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ – ૨૫૪

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

મુશ્કેલીઓ
‘‘મુશ્કેલીઓ હમેશા રહેશે જ તે જીવનનો એક ભાગ છે. અને સારૂ છે કે તેઓ ત્યા છે. નહીતર કોઇ પ્રગતી થશે જ નહી.’’
મુશ્કેલીઓ પડકારો છે. તે તમને કામ કરવા માટે વિચારવા માટેતેનો ઉંકેલ લાવવાના નવા રસ્તા શોધવા માટે પ્રેરે છે તેથી મૂશ્કેલીઓને હમેશા વરદાન તરીકે જુઓ.
મુશ્કેલીઓ વગર આપણું કોઇ અસ્તીત્વ જ નહી હોય મોટી મુશ્કેલીઓ આવશે-તેનો અર્થ છે.અસ્તીત્વ તમને મોટા પડકારો આવી રહયું છે અને જેમ વધારે તમે તેને- ઉંકેલતા જશો તેમ આગળ વધારે મોટા પડકારો તમારી રાહ જોઇ હશે ફકત અંતીમ ક્ષણેજ મુશ્કેલીઓ અદ્રશ્ય થઇ જશે પરંતુ એ અંતીમ ક્ષણ પણ મુશ્કેલીઓને લીધે જ આવશે. તેથી કોઇપણ મુશ્કેલીને નકારાત્મક રીતેના લો કંઇક હકારાત્મક તેમા શોધો જે પત્થરેે તમારો રસ્તો રોકેલો હશે તે એક પગથીયા તરીકે પણ કામ આવી શકે છે. જો તમારા રસ્તા ઉંપર કોઇ પત્થર જ નહી હોય તો તમે ઉંપર નહી જઇ શકો અને તેની ઉંપર જવાની ક્રિયા જ તેને પગથીયું બનાવે છે. જે તમારા અસ્તીત્વને વધારે ઉંંચાઇ આપે છે તેથી તમે એકવાર જીવનને રચનાત્મક રીતે જોશો તો બધુ જ ઉંપયોગી છે અને બધીજ વસ્તુઓ પાસે તમને આપવા માટે કઇક અને કઇક છે જ કોઇ જ અર્થવગરનું નથી.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:11 am IST)