વિવિધ વિભાગ
News of Thursday, 20th January 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૬૭

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

નરમ
‘‘નરમ હમેશા કડકને હરાવે છે. નરમ જીવંત છે. કડક મૃત છે. નરમ ફૂલ જેવુ છે. કડક પથ્‍થર જેવુ છે. કડક મજબુત દેખાય છે. પણ તે નપુષક છે. નરમ નાજુક દેખાય છે.-પરંતુ તે જીવંત છે.''
જેકઇપણ જીવંત છે તે નાજૂક છે અને જીવનની ગુણવતા જેટલી વધારે હશે તેટલું જ તે નાજૂક હશે તેથી તમે જેટલા ગહન જશો તેટલા વધારે નરમ બનશો અથવા જેટલા વધારે-નરમ બનશો તેટલા વધારે ગહનતામાં જઇ શકસો. આંતરીક કેન્‍દ્ર એકદમ નરમ છે.
લાઓત્‍ઝુનુ આ જ શીક્ષણ છે, તાઓનુ શીક્ષણઃ નરમ બનો પાણી જેવા બનો, પથ્‍થર જેવા નહી પાણી પથ્‍થર પર પડે છેકોઇ વિચારી પણ ના શકે કે છેલ્લે વિજય પાણીનો જ થાય છે. તે માનવુ અશકય છે. કે પાણી જીતી જશે. પથ્‍થર ખૂબજ મજબૂત અને ઝનુની દેખાય છે. અને પાણી ખૂબજ નીષ્‍ક્રીય દેખાય છે. પરંતુ સમય જતા પથ્‍થર અદ્દશ્‍ય થઇ જાય છે. ધીમે-ધીમે નરમ કડકને વીંધી નાખે છે.
તેથી આ આપણે હમેશા યાદ રાખવું જોઇએ. જયારે પણ તમને લાગે કે તમે કડક થઇ રહ્યા છો. તરત જ નરમ થઇ જાવ કઇપણ પરીણામ આવે તમારે હારવુ પણ પડે અને એક ક્ષણ માટે તમે જુઓ કે નુકસાન થશે. તો પણ નુકસાન થવા દો પરંતુ નરમ બની રહો-કારણ કે લાંબા ગાળે નરમ હમેશા-જીતે છે.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:30 am IST)