વિવિધ વિભાગ
News of Thursday, 15th July 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ – ૨૧૫

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઉર્જા

‘‘જયારે વૃક્ષ પ્રાણશકતીથી ઉભરાઇ જાય છે. તે ખીલીને ફૂલ બની જાય છે. ફૂલો વૈભવી છે.''

અધ્‍યાત્‍મ ફૂલ ખીલવા જેવી પ્રક્રિયા છે-તે સૌથી મહાન વૈભવ છે જો તમે પ્રાણશકતીથી ઉભરાઇ જશો. પછી જ તમારી અંદર સોનેરી ફૂલ જેવુ કઇક ખીલશે. વીલીયમ બ્‍લેક સાચો હતો. જયારે તેણે કહ્યું, ‘‘ઉર્જા આનંદ છે.'' તમારી પાસે જેટલી વધારે ઉર્જા હશે તેટલો જ વધારે આનંદ હશે.

ઉર્જાવ્‍યય થવાને લીધે નીરાશા આવે છે અને લોકો-ભૂલી ગયા છે કે તેને અકબંધ કઇ રીતે રાખવી હજારો વિચારોમાં ઇચ્‍છાઓમાં, સપનાઓમાં યાદોમાં ઉર્જા વ્‍યય થાય છ.ે અને બીનજરૂરી વસ્‍તુઓમાં ઉર્જા વ્‍યય થાય છે કે જેને સરળતાથી ટાળી શકાય જયારે બોલવાની જરૂર નથી. હોતી ત્‍યારે લોકો-સતત બોલે છે જયારે કઇપણ કામ કરવાની જરૂર નથી હોતી ત્‍યારે પણ તેઓ શાંતીથી બેસી નથી શકતા. તેઓએ કઇક કરવુ જ પડે છે.

લોકોને કામ કરવાનું વળગણ છે. ક્રિયા એક માદક દ્રવ્‍યની જેમ કામ કરે છે. તે તેઓને નશામાં રાખે છ.ે તેઓ સતત કામમા રહે છે. જેથી તેઓને જીવનની સાચી સમસ્‍યાઓ વીશે વીચારવાનો સમય ના રહે. આ રીતે ઉર્જાનો વ્‍યય થાય છ.ે

વ્‍યકિતએ બીનજરૂરી કામ છોડવાનું શીખવું પડશે અને નેવુ ટકા ક્રિયાઓ બીનજરૂરી છે તે સરળતાથી છોડી શકાય છે. જરૂરી ક્રિયાઓ જ કરો અને તમારી પાસે ઘણીબધી ઉર્જા બચશે ક ેએક દિવસ તમે અચાનક ખીલવાની શરૂઆત કરશો. કોઇપણ કારણ વગર.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:48 am IST)