વિવિધ વિભાગ
News of Monday, 16th August 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૨૪

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો


ઉજવણી કરો
‘‘નાની-નાની ઘટનાઓની પણ ઉજવણી કરવી જોઇએ-ચાની ચૂસકીને પણ ઉજવવી જોઇએ ઝેન લોકો ચા ના સમારોહનું આયોજન કરેલુ છે આ ભાગ લેવા જેવી સૌથી સુંદર વધી છે.''
ઘણાબધા ધર્મો અને વીધીઓ જન્‍મી છ.ે પરંતુ ચા ના સમારોહ જેવી કોઇ નથી- ફકત ચા ની ચૂસકી લો અને તેને ઉજવો ફકત ખોરાક રાંધો અને તેની ઉજવણી કરો ! ફકત ટબમાં સૂઇ જાવ, નહાઓ અને તેની ઉજવણી કરો અથવા તો ફુવારા નીચે ઉભા રહી જાવ અને તેની ઉજવણી કરો આ બધી -નાની-નાની ઘટનાઓછે. આ બધી જ ઉજવણીઓનો-સરવાળો જ ભગવાન છે જો તમે મને પૂછો કે ભગવાન શું છે. તો હુ કહીશ કે બધી જ ઉજવણીઓનો સરવાળો એક મીત્ર આપે છે અને તમારો હાથ હાથમાં લે છે. આ તકને ગુમાવો નહી કારણ કે હાથના સ્‍વરૂપમાં અને ેમીત્રના સ્‍વરૂપમાં ભગવાન આવ્‍યાછ.ે એક નાનકડુ બાળક પસાર થાય છે.અને હસે છે આ તકને ગુમાવો નહી. બાળક સાથે હસો કારણ કે ભગવાન તેના દ્વારા હસી રહ્યો છે. તમે શેરીમાંથી પસાર થઇ રહ્યા છો અને કોઇ સુગંધ આવે છ.ે એક ક્ષણ માટે ત્‍યા રોકાઇ જાવ, આભારી બનો કારણ કે સુંગધના સ્‍વરૂપમાં ભગવાન આવ્‍યા છ.ે
જો વ્‍યકિત એક-એક ક્ષણની ઉજવણી કરે તો જીવન ધાર્મિક બની જાય છ.ે અને બીજા કોઇ ધર્મની જરૂર જ નથી કોઇ મંદિરે જવાની જરૂર જ નથી પછી તમે જયા છો ત્‍યાં જ મંદિર છે અને તમે જે કઇપણ કરી રહ્યા છો તે ધર્મ છ.ે

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(11:41 am IST)