વિવિધ વિભાગ
News of Monday, 6th August 2018

સાથી હાથ બઢાના

૧૯ વર્ષના દિપક પરમારને પગના ઓપરેશન માટે રૂ. ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ)ની જરૂર

રાજકોટ તા. ૬ : હાલમાં જ ધો.૧૨ આર્ટસ પ્રવાહમાં ૬૦ % જેવા માર્કસ સાથે ફસ્ટ કલાસ ઉતીર્ણ થનાર રાજકોટના લુહાર મીસ્ત્રી જ્ઞાતિના ૧૯ વર્ષીય યુવક દીપક રમેશભાઇ પરમારની કારકીર્દીને અચાનક બ્રેક લાગી ગઇ છે. જમણા પગમાં ગાંઠ થતા છએક માસથી પીડા સહન કરી રહ્યો છે. તબીબોએ નિદાન કરતા આ ગાંઠ કેન્સરની છે અને ઓપરેશન કરવુ પડે તેમ છે. અમદાવાદની ઓસ્ટીઓકેટ હોસ્પિટલના ડો. જયમીન શાહ પાસે સારવાર શરૂ કરાવી છે. ઓપરેશન સહીતની સારવાર માટે રૂ.૩,૦૦,૦૦૦ જેટલો ખર્ચ થાય તેમ છે. આ માટે દીપકનો ગરીબ પરીવાર સક્ષમ નથી. પિતાનું છત્ર ગુમાવ્યા બાદ વિધવા માતા હંસાબેન તથા નાની બહેન (એ પણ માનસીક વિકલાંગ ) મળી ત્રણ વ્યકિતનો પરિવાર ભાડાના મકાનમાં રહી જીવન ગુજારો કરી રહ્યા છે. માતા પારકા કામ કરી ઘર વહન કરી રહ્યા હતા.  ઘરમાં રોશની પ્રસરાવે તેવી જેના ઉપર આશા રાખીને પરીવાર ઝુરી રહ્યો હતો તે દિપક ખુદ માંદગીના ખાટલે પડતા ચિંતાની લાગણી પ્રસરી છે. મોટો ખર્ચ વહન કરવાની ક્ષમતાના અભાવે સારવાર પણ અટકી પડી છે. ત્યારે સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. દિપક પરમારના નામથી રાજકોટમાં એસ.બી.આઇ. પુષ્કરધામ શાખામાં બચત ખાતુ છે. તેમના સેવીંગ ખાતા નં.૩૩૯૯૨૦૨૨૪૭૫ છે. (સી.આઇ. એફ.નં.૮૭૫૨૦૯૭૦૫૯૪). વધુ માહીતી માટે દિપક પરમારના નિવાસ સ્થાન યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર,રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૭૦૪૧૯ ૨૯૩૬૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૨)

(11:55 am IST)